લીવર માટે ફાયદાકારક પીણું સાબિત થઈ શકે છે છાશ, વાંચો આ અહેવાલ

સામાન્ય રીતે લોકોને લાગે છે કે લિવર સંબંધી બીમારીઓ ફક્ત એ લોકોને થઈ શકે છે કે જેઓ દારૂનું સેવન વધારે કરે છે. દારૂ પીવું લીવર માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે પણ એ જરૂરી નથી કે જો તમે દારૂ નથી પીતા તો તમને લીવર સંબંધી કોઈ બિમારી નથી થઈ શકતી. ફેટી લીવર એક આવી […]

લીવર માટે ફાયદાકારક પીણું સાબિત થઈ શકે છે છાશ, વાંચો આ અહેવાલ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 19, 2021 | 9:30 AM

સામાન્ય રીતે લોકોને લાગે છે કે લિવર સંબંધી બીમારીઓ ફક્ત એ લોકોને થઈ શકે છે કે જેઓ દારૂનું સેવન વધારે કરે છે. દારૂ પીવું લીવર માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે પણ એ જરૂરી નથી કે જો તમે દારૂ નથી પીતા તો તમને લીવર સંબંધી કોઈ બિમારી નથી થઈ શકતી. ફેટી લીવર એક આવી જ બીમારી છે. આ બીમારીમાં લીવરના સેલ્સમાં વધારે અથવા તો અનવોન્ટેડ ફેટની માત્રા વધી જાય છે, જેના કારણે લીવર પર સોજો આવે છે. આ ઈન્ફ્લેમેટરી એક્શનથી લીવરના ટીસ્યુ કઠોર થઈ જાય છે. જેને સાજા કરવા માટે તબીબો ડાયટમાં વધારે પ્રવાહી સામેલ કરવાની સૂચના આપે છે, પરંતુ કેટલાક પ્રવાહી પદાર્થો ફેટી લીવરની પરેશાનીને વધારે કરી શકે છે.

 

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોલ્ડ ડ્રિંન્ક : અમેરિકન મેડિકલ એસોસિયેશનની રિપોર્ટ પ્રમાણે જે લોકોને ફેટી લીવરની સમસ્યા છે. તેઓએ કોલ્ડ ડ્રિંક પીવાથી પરેજી રાખવી જોઈએ. તેના સેવનથી ભવિષ્યમાં લોકોને અસંખ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એક અભ્યાસ અનુસાર 350ml કોલ્ડ ડ્રિન્ક પીવાથી લગભગ શરીરમાં 10 ચમચી ખાંડ શરીરમાં પહોંચી જાય છે. તમને જણાવી દઈએ કે ફેટી લીવરના દર્દીઓ માટે ન તો વધારે મીઠું ન તો વધારે ખાંડ ફાયદાકારક છે.

દારૂ : બીજી અસંખ્ય લીવર સંબંધી ગંભીર બીમારીઓ પાછળ દારૂનું વધારે સેવન જવાબદાર હોય છે. ફેટી લીવરના ત્રણ પ્રકાર હોય છે. જેમાં સ્ટીટોહેપેટાઇટિસ, સ્ટીટોસીસ અને નોનઆલ્કોહોલિક સ્ટીટોહેપીટાઈટીસ સામેલ છે. સ્ટીટોહેપીટાઈટીસ દારૂના વધારે સેવનના કારણે થાય છે.જો દર્દી આ બીમારી છતાં પણ દારૂ પીએ છે તો તેની હાલત ગંભીર હોઈ શકે છે. લીવર સીરોસીસ ત્યાં સુધી લીવર કેન્સરનું પણ કારણ બની શકે છે દારૂ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ચા કોફી : મસાલા ખાવાથી પણ લિવર પ્રભાવિત થઈ શકે છે જેની જાણકારી બધાને હશે. પરંતુ ચા અને કોફી નું વધારે સેવન પણ લિવર પર નકારાત્મક અસર નાખે છે. કેફિનયુક્ત પ્રવાહી લીવરને કમજોર બનાવે છે, તેની જગ્યાએ તમે હર્બલ ટી નું સેવન કરી શકો છો.

આનાથી થશે ફાયદો : એક શોધમાં એ વાતનો ખુલાસો થયો છે છાશમાં સામેલ તત્વ ફેટી લીવરને ઓછું કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તેમાં પ્રોટીનની માત્રા પણ વધારે હોય છે. જે લીવરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તે સિવાય અનાનસના જ્યુસને પણ તમે લીવરની બીમારીને કાબુ કરવા માટે ઉપયોગમાં લઈ શકો છો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">