કચ્છનાં અબડાસાની બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર, સતત 9 ટર્મથી કોંગ્રેસ પાસેની આ બેઠક પર બળાબળનાં પારખા
અબડાસા બેઠક પર પણ આજે મતદાન શરૂ થઈ ચુક્યું છે. અબડાસા બેઠક પર કુલ 10 ઉમેદવારો મેદાને છે જે પૈકી ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા અને શાંતિ સેંઘાણી વચ્ચે સીધો જંગ છે. પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા બેઠક ખાલી પડી હતી. 2017માં પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસની ટિકિટથી આ બેઠક જીત્યા હતા તેમણે 2017માં ભાજપના છબીલ પટેલને 9746 મતોથી […]
અબડાસા બેઠક પર પણ આજે મતદાન શરૂ થઈ ચુક્યું છે. અબડાસા બેઠક પર કુલ 10 ઉમેદવારો મેદાને છે જે પૈકી ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા અને શાંતિ સેંઘાણી વચ્ચે સીધો જંગ છે. પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા બેઠક ખાલી પડી હતી. 2017માં પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસની ટિકિટથી આ બેઠક જીત્યા હતા તેમણે 2017માં ભાજપના છબીલ પટેલને 9746 મતોથી હરાવ્યા હતા. આ બેઠક પર ક્ષત્રિય, પાટીદાર અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે. અબડાસા બેઠક પર 1962થી અત્યાર સુધી 9 વાર કોંગ્રેસની જીત થઈ છે અને અબડાસામાં મતદારોએ કયારેય કોઇ ધારાસભ્યને સતત બીજી ટર્મ આપી નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો