બાબરી મસ્જિદ ધ્વસ્ત કેસનો આવતીકાલે ચૂકાદો, અડવાણી, જોષી, ઉમા ભારતી સહીતના આરોપીને હાજર રહેવા આદેશ

બાબરી મસ્જીદ ધ્વસ્ત કરવા અંગેના કેસનો ચૂકાદો આવતીકાલ 30મી સપ્ટેમ્બરે લખનૌ ખાતેની સીબીઆઈ કોર્ટ આપશે. બાબરી મસ્જીદ તોડી પાડ્યાની ઘટનાના 28 વર્ષ બાદ ચૂકાદો આપવામાં આવશે. સીબીઆઈ કોર્ટે, આ કેસના આરોપીઓ પૈકી ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રના પૂર્વ માનવ સંસાઘન પ્રધાન મુરલી મનોહર જોષી સહીતનાઓને હાજર રહેવા આદેશ કર્યો છે. 6 ડિસેમ્બર 1992ના […]

બાબરી મસ્જિદ ધ્વસ્ત કેસનો આવતીકાલે ચૂકાદો, અડવાણી, જોષી, ઉમા ભારતી સહીતના આરોપીને હાજર રહેવા આદેશ
Follow Us:
| Updated on: Sep 29, 2020 | 5:45 PM

બાબરી મસ્જીદ ધ્વસ્ત કરવા અંગેના કેસનો ચૂકાદો આવતીકાલ 30મી સપ્ટેમ્બરે લખનૌ ખાતેની સીબીઆઈ કોર્ટ આપશે. બાબરી મસ્જીદ તોડી પાડ્યાની ઘટનાના 28 વર્ષ બાદ ચૂકાદો આપવામાં આવશે. સીબીઆઈ કોર્ટે, આ કેસના આરોપીઓ પૈકી ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રના પૂર્વ માનવ સંસાઘન પ્રધાન મુરલી મનોહર જોષી સહીતનાઓને હાજર રહેવા આદેશ કર્યો છે.

6 ડિસેમ્બર 1992ના દિવસે બાબરી મસ્જીદ ધ્વસ્ત કરવામાં આવી હતી. આ અંગે કુલ 32 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં અડવાણી, જોષી ઉપરાંત ઉતરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહ, પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને પૂર્વ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન ઉમા ભારતી, સાધ્વી ઋતભરા, વિનય કટીયાર, રામ જન્મભૂમિના ચંપતરાય સહીતનાઓ આરોપી છે.

બાબરી મસ્જીદ ધ્વસ્ત કેસના 32 પૈકી જીવીત તમામ આરોપીઓને 30મી સપ્ટેમ્બરે કોર્ટ સમક્ષ હાજર રહેવા માટે સ્પેશીયલ સીબીઆઈ કોર્ટ જજ એસ કે યાદવે આદેશ આપ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ પણ વાંચોઃરાજકોટના જેતપુર, ઉપલેટા, ધોરાજીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, ભૂકંપની તીવ્રતા 4.1 નોંધાઇ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">