બ્રિટનનું જહાજ કબજામાં લઇ ઈરાને ફરકાવ્યો પોતાના ધ્વજ, 18 ભારતીય ક્રૂ મેમ્બર્સ પણ હતા સવાર
શુક્રવારના રોજ ઈરાને બ્રિટનમાં રજિસ્ટર્ડ અને સાઉદી અરેબિયા જઈ રહેલ સ્ટીના એમ્પેરો જહાજને જપ્ત કર્યુ હતું. ઇરાનના એક અધિકારીએ કહ્યું હતું કે જહાજ પર સવાર 23 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે અને તેમનું આરોગ્ય પણ સારું છે. 23 ક્રૂ મેમ્બર્સમાંથી 18 ભારતીય છે. જાહેર થયેલા રેડિયો મેસેજમાં સંભળાય છે કે હાઈજેક દરમિયાન એક ઈરાની બોટ સ્ટીના […]
શુક્રવારના રોજ ઈરાને બ્રિટનમાં રજિસ્ટર્ડ અને સાઉદી અરેબિયા જઈ રહેલ સ્ટીના એમ્પેરો જહાજને જપ્ત કર્યુ હતું. ઇરાનના એક અધિકારીએ કહ્યું હતું કે જહાજ પર સવાર 23 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે અને તેમનું આરોગ્ય પણ સારું છે. 23 ક્રૂ મેમ્બર્સમાંથી 18 ભારતીય છે. જાહેર થયેલા રેડિયો મેસેજમાં સંભળાય છે કે હાઈજેક દરમિયાન એક ઈરાની બોટ સ્ટીના એમ્પેરોને રોકવા માટે કહી રહ્યા હતા. સ્ટીનાને ચેતવણી આપવામાં આવી કે ‘જો તમે વાત માનશો તો સુરક્ષિત રહેશો.’
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઈરાનના ખાસ સુરક્ષા બળના લોકોએ હેલિકોપ્ટર દ્વારા બ્રિટીશ શિપ પર પહોંચ્યા અને ત્યારબાદ શિપને આંતરરાષ્ટ્રીય જળ સીમામાંથી ઇરાની જળક્ષેત્રમાં લઇ જવાયા હતા. ખાસ વાત એ છે કે હાઇજેકના સમયે બ્રિટનનું યુદ્ધ જહાજ મોન્ટ્રોઝ ફક્ત એક કલાક જ દૂર હતું. બ્રિટને યુનાઈટેડ નેશન્સમાં ઇરાનની ફરિયાદ કરતી કાર્યવાહીને ખોટી ગણાવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: પાક વીમાને લઇને સરકારે કરી મહત્વની જાહેરાત
આ પહેલા 4 જુલાઈએ બ્રિટને ઈરાનના એક જહાજને ગિબરાલ્ટરમાં સીઝ કરવામાં આવ્યું હતું. તે સમયે બ્રિટનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ યુરોપિયન યુનિયનના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરતું હતું.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]