IPO : રોકાણકારોનો જબરદસ્ત રિસ્પોન્સ મેળવનાર ઇસ્યુ આજે બંધ થઈ રહ્યા છે, લિસ્ટિંગ સાથે સારી કમાણી આપી શકે છે

જો તમે IPO થી કમાણી કરવા માંગો છો તો તમારા માટે સારી તક છે. બે IPO આજે બંધ થઈ રહ્યા છે.   રેમસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનો SME IPO 17મી મેથી  ખુલ્યા બાદ આજે બંધ થઇ રહ્યો  છે.બીજી તરફ ક્રિષ્કા સ્ટ્રેપિંગ સોલ્યુશન્સનો IPO  પણ આજે બંધ થઇ રહ્યો છે. 

IPO : રોકાણકારોનો જબરદસ્ત રિસ્પોન્સ મેળવનાર ઇસ્યુ આજે બંધ થઈ રહ્યા છે, લિસ્ટિંગ સાથે સારી કમાણી આપી શકે છે
Follow Us:
| Updated on: May 19, 2023 | 2:18 PM

જો તમે IPO થી કમાણી કરવા માંગો છો તો તમારા માટે સારી તક છે. બે IPO આજે બંધ થઈ રહ્યા છે.   રેમસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનો SME IPO 17મી મેથી  ખુલ્યા બાદ આજે બંધ થઇ રહ્યો  છે.બીજી તરફ ક્રિષ્કા સ્ટ્રેપિંગ સોલ્યુશન્સનો IPO  પણ આજે બંધ થઇ રહ્યો છે.  19 મે એટલેકે આજદિન સુધી ત્રણ દિવસ ચાલનારા આ IPO પર બેટ્સ મુકવા આજે છેલ્લો દિવસ છે.ક્રિષ્કા સ્ટ્રેપિંગ સોલ્યુશન્સને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. ઈસ્યુનો રિટેલ રોકાણકારોનો ક્વોટા 291.94 વખત સબસ્ક્રાઇબ થયો છે. જ્યારે, બિન-સંસ્થાકીય ખરીદદારોનો ક્વોટા 150.47 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

REMUS PHARMACEUTICALS LIMITED રૂ. 47.69 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. તેને ગ્રે માર્કેટમાં પણ તેને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.IPO માટેની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 1,150 – 1,229 નક્કી કરવામાં આવી છે. તેના એક લોટમાં 100 શેર હશે. આનો અર્થ એ છે કે તમારે ઓછામાં ઓછા એક લોટ પર દાવ લગાવવા માટે 1,22,900 લાખ રૂપિયા ખર્ચવા પડશે.

આ IPOને ગ્રે માર્કેટમાં જોરદાર પ્રતિસાદ મળ્યો છે. લોંચ કરતા પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે જીએમપી રૂ 100 છે. આનો અર્થ એ છે કે IPOના દરેક શેર પર 100 રૂપિયાનો નફો થઈ શકે છે. આ કિસ્સામાં, સ્ટોકનું લિસ્ટિંગ રૂ. 1,329 (1,229+100) પર અપેક્ષિત છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

જણાવી દઈએ કે આ કંપની 2015માં અસ્તિત્વમાં આવી હતી. દવાઓના ફિનિશ્ડ ફોર્મ્યુલેશનના માર્કેટિંગ અને વિતરણમાં રોકાયેલ છે. આ કંપની API  માં પણ ડીલ  કરે છે. રેમસના ગ્રાહકો 20 થી વધુ દેશોમાં ફેલાયેલા છે અને તેના ઉત્પાદન પોર્ટફોલિયોમાં 31 જાન્યુઆરી, 2023 સુધીમાં 429 ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

ક્રિષ્કા સ્ટ્રેપિંગ સોલ્યુશન્સ(Krishca Strapping Solutions)ના શેર 29 મે, 2023 ના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. કંપનીનો IPO 16 મે 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો અને આજે બંધ થઇ રહ્યો છે. IPOમાં શેરની ફાળવણી બુધવાર, 24 મે, 2023 ના રોજ અંતિમ રહેશે. ક્રિષ્કા સ્ટ્રેપિંગ સોલ્યુશન્સના શેર NSE SME એક્સચેન્જમાં લિસ્ટ થશે. છૂટક રોકાણકારો માત્ર 1 લોટ માટે બિડ કરી શકે છે. 1 લોટમાં 2000 શેર છે. એટલે કે 1 લોટ માટે રિટેલ રોકાણકારોએ 1.08 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

મે મહિનામાં આવનાર IPO

  • May 19, 2023 Krishca Strapping Solutions IPO
  • May 19, 2023 Remus Pharmaceuticals IPO
  • May 22, 2023 Crayons Advertising IPO
  • May 23, 2023 Vasa Denticity IPO
  • May 24, 2023 Hemant Surgical Industries IPO
  • May 24, 2023 Proventus Agrocom IPO
  • May 25, 2023 Crayons Advertising IPO
  • May 25, 2023 Vasa Denticity IPO
  • May 26, 2023 Hemant Surgical Industries IPO
  • May 26, 2023 Proventus Agrocom IPO

ડિસ્ક્લેમર : અહેવાલમાં આપેલી માહિતી માત્ર જાણકારી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરમાં રોકાણ કરવું એ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">