કોરોના મહામારીના માહોલ વચ્ચે પણ આઈપીએલ 2020 માટે યુએઈ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ માટે તમામ ટીમો પણ યુએઈ પહોંચી ગઈ છે. કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 21 સપ્ટેમ્બરથી આઈપીએલ -2020ની શરૂઆત કરશે. 2016માં આઈપીએલની ફાઈનલ આરસીબીએ વિરાટ કોહલીની કપ્તાની હેઠળ રમી હતી, તે મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદથી 8 રને આરસીબીને પરાજિત થવુ પડ્યુ હતુ. આરસીબીની ટીમ એક વાર પણ આ ખિતાબ જીતી શકી નથી અને તેના ચાહકોને આશા છે કે કદાચ આ વખતે કોહલીની કપ્તાની હેઠળ ટીમ કેટલાક કરિશ્મા મેળવી શકશે. બેંગ્લોરનો પહેલો મુકાબલો 21 સપ્ટેમ્બરે દુબઈમાં સન રાઇઝર્સ હૈદરાબાદ સામે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં આ સિઝનમાં સારા ખેલાડીઓ છે. આઈપીએલ હરાજી દરમિયાન શ્રેષ્ઠ કહી શકાય તેવા ભારતીય અને વિદેશી ખેલાડીઓ ખરીદ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચાહકોની કોઈ જ કમી નથી. આ સ્થિતિમાં હવે, આઈપીએલમાં આરસીબીના તેના ઇતિહાસ અને ટીમના શ્રેષ્ઠ ખેલાડીઓ પર એક નજર કરીએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કેપ્ટન: વિરાટ કોહલી
હોમ ગ્રાઉન્ડ: એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (બેંગ્લુરુ)
ટીમ માલિક: યુનાઇટેડ સ્પિરિટ્સ જૂથ
આરસીબીની સ્થાપના 20 ફેબ્રુઆરી, 2008 ના રોજ કરવામાં આવી હતી, ત્યારે તે વખતના લીકર કીંગ ગણાતા વિજય માલ્યાએ ટીમની હરાજીમાં 111.6 મિલિયન ડૉલર ચૂકવ્યા હતા. તે વખતે આરસીબીથી માત્ર મુંબઈ ઈન્ડિયન્સની જ હરાજી ઉંચી બોલાઈ હતી.સૌથી વધુ સ્કોર અને શરમજનક હારનો રેકોર્ડ પણ આરસીબીના નામે છે. આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના નામે નોંધાયેલો છે. વર્ષ 2013માં, આરસીબીએ પુણે વોરિયર્સ સામે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને જંગી કહી શકાય તેવા 263 રન બનાવ્યા હતા તો વળી, સૌથી ઓછા સ્કોર પર ઓલ આઉટનો રેકોર્ડ પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામે છે. કે.કે.આરની ટીમે આરસીબીને માત્ર 49 રનમાં ધ્વસ્ત કરીને પેવેલીયન પરત મોકલી દીધી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વિરાટ કોહલી – 17 કરોડ
એબી ડી વિલિયર્સ – 11 કરોડ
ક્રિસ મોરિસ – 10 કરોડ
Published On - 11:46 pm, Fri, 11 September 20