ઉનાળા પહેલા જ ગુજરાતની પ્રજાએ ગરમીમાં શેકાવુ પડશે, રાજ્યમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી
હવામાન વિભાગે (Meteorological department) જણાવ્યું હતું કે શિયાળામાંથી ઉનાળા તરફ સિઝન જવાને લઈને બેવડી ઋતુ રહેશે. તેમજ ફ્રેબુઆરી મહિનાના આગામી દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થશે, તેમજ માર્ચ મહિનો શરૂ થતા ગરમીની શરૂઆત થશે.
ફેબ્રુઆરી માસમાં જ લોકોએ બપોરે ઉનાળા જેવા માહોલનો અનુભવ કરવો પડી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આજના દિવસમાં રાજ્યમાં ઘણા શહેરોનું તાપમાન 39 ડિગ્રીથી માંડીને 40 ડિગ્રી સુધી પહોંચે તેવી શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છમાં હીટવેવની આગાહી કરી છે તો અન્ય શહેરોનું મહત્તમ તાપમાન 37થી 39 ડીગ્રી રહેવાનું અનુમાન છે. આગામી 3 દિવસ બાદ તાપમાન ઘટે તેવી શકયતા છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે શિયાળામાંથી ઉનાળા તરફ સિઝન જવાને લઈને બેવડી ઋતુ રહેશે. તેમજ ફ્રેબુઆરી મહિનાના આગામી દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થશે, તેમજ માર્ચ મહિનો શરૂ થતા ગરમીની શરૂઆત થશે. આજે મોટાભાગના શહેરોમાં તાપમાન ગત રોજના તાપમાન કરતાં વધેલું રહેવાનું અનુમાન છે અંદાજિત વરતારામાં પણ જોવા મળી રહ્યું છે કે ગઈ કાલ કરતા ગુજરાતનો શહેરોમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારો નોંધાયો છે.
ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આગામી ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આ સાથે આજે સવારે મધ્યમથી ગાઢ ધુમ્મસ છવાયેલો રહેવાનો અંદાજ છે. તેમજ 23 ફેબ્રુઆરી સુધી આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે.તેનાથી તાપમાન ઘટશે નહીં. જેના પગલે ગુજરાતમાં પણ ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના છે.