IND vs AUS: આવતીકાલે પ્રથમ વન ડેમાં કાળી પટ્ટી બાંધીને ઉતરશે ખેલાડીઓ, આ છે કારણ

ભારત અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર શુક્રવારે પ્રવાસ સીરીઝની પ્રથમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાનારી છે. સીરીઝની શરુઆતની જ પ્રથમ મેચ રમવા અગાઉ ડીન જોન્સના સન્માનમાં એક મિનીટનું મૌન રાખવામાં આવશે. સાથે જ ખેલાડીઓ પોતાની બાય પર કાળી પટ્ટી બાંધીને રમશે. જોન્સનું સપ્ટેમ્બરમાં ઈન્ડિયન પ્રિમીયર લીગ દરમ્યાન નિધન થયુ હતુ. ઓસ્ટ્રેલિયા તરફથી 52 ટેસ્ટ અને 164 […]

IND vs AUS: આવતીકાલે પ્રથમ વન ડેમાં કાળી પટ્ટી બાંધીને ઉતરશે ખેલાડીઓ, આ છે કારણ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 26, 2020 | 9:50 PM

ભારત અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર શુક્રવારે પ્રવાસ સીરીઝની પ્રથમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાનારી છે. સીરીઝની શરુઆતની જ પ્રથમ મેચ રમવા અગાઉ ડીન જોન્સના સન્માનમાં એક મિનીટનું મૌન રાખવામાં આવશે. સાથે જ ખેલાડીઓ પોતાની બાય પર કાળી પટ્ટી બાંધીને રમશે. જોન્સનું સપ્ટેમ્બરમાં ઈન્ડિયન પ્રિમીયર લીગ દરમ્યાન નિધન થયુ હતુ. ઓસ્ટ્રેલિયા તરફથી 52 ટેસ્ટ અને 164 વન ડે મેચ રમનારા પૂર્વ બેટ્સમેન જોન્સ આઈપીએલમાં અધિકારીક પ્રસારણકર્તાની કોમેન્ટરી પેનલનો હિસ્સો હતા. જેના ભાગરુપે તેઓ મુંબઈમાં હતા. જ્યાં તેમને હ્રદય રોગનો હુમલો થતા ગત 24 સપ્ટેમ્બરે અવસાન થયુ હતુ. તેમના સન્માનમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની સીરીઝ દરમ્યાન તેમને બે વાર શ્રદ્ધાંજલી આપવાનો નિર્ણય કર્યો છે.

Ind vs aus aavtikale pratham one day ma kali pati bandhi ne utarse kheladio aa che karan

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રથમ સન્માન તેમને શુક્રવારે ભારત સામેની એસસીજી પર પ્રથમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ દરમ્યાન આપવામાં આવશે, જેમાં મેચ શરુ થતા પહેલા એક મીનીટનું મૌન પાળવામાં આવશે. બંને ટીમો આ મેચમાં બાંય પર કાળી પટ્ટી પણ ધારણ કરીને મેદાનમાં ઉતરશે. મોટી સ્ક્રીન પર તેમના શાનદાર કેરીયરની મહત્વની પળોને દેખાડવામાં આવશે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર ભારત ત્રણ એક દિવસીય આંતરરાષ્ટ્રીય અને ત્રણ ટી-20 મેચ તેમજ ચાર ટેસ્ટ મેચ રમનારી છે.

Ind vs aus aavtikale pratham one day ma kali pati bandhi ne utarse kheladio aa che karan

આ પણ વાંચો: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના પુત્ર જીજ્ઞેશને થયો કોરોના, ખાનગી હોસ્પિટલમાં કરાયા દાખલ

ક્રિકેટ ઓસ્ટ્રેલીયા મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બીજી ટેસ્ટના પ્રથમ દિવસે પણ જોન્સને શ્રદ્ધાંજલી આપશે. જોન્સ જ્યારે રમતા હતા ત્યારે પોતાના ઘરેલુ મેદાન પર તેમના દર્શકોનું ઘણુ સમર્થન મળતુ હતુ. રિપોર્ટનુસાર સૌથી વધુ સન્માન એમસીજી પર બોક્સીંગ ડે ટેસ્ટ દરમ્યાન આપવામાં આવશે. આ શ્રદ્ધાંજલી પ્રથમ દિવસે ટી બ્રેક સમયે 03.24 મીનીટ પર આપવામાં આવશે. જ્યાં જોન્સની પત્નિ જેન અને પરીવારના સભ્યો પણ ઉપસ્થિત હશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Ind vs aus aavtikale pratham one day ma kali pati bandhi ne utarse kheladio aa che karan

જેમાં કહેવામાં આવ્યુ છે કે, આ દરમ્ચાન સ્થાનિક લેખક ક્રિસ ડ્રિસ્કોલની કવિતા પણ વાંચવામાં આવશે, જે જેમણે જોન્સના નિધન પર લખી છે. જે પુરી ટેસ્ટ મેચ દરમ્યાન દર્શકોની બેઠક જગ્યા પર તેમને શ્રદ્ધાંજલી આપતા બેનર પણ લગાવવામાં આવશે. અન્ય યોજનાઓ પર પણ ચર્ચાઓ ચાલી રહી છે. જોન્સનો સર્વોચ્ચ પ્રથમ શ્રેણી સ્કોર અને ટેસ્ટ કેપ સંખ્યા 324 છે. જેથી નિર્ણય કરવામાં આવ્યો છે કે તેમને 03.24ના સમયે જ શ્રદ્ધાંજલી આપવામાં આવે. જોન્સે ટેસ્ટ ક્રિકેટમાં 11 સદીની મદદથી 3,631 રન બનાવ્યા હતા. જ્યારે એક દિવસીય ક્રિકેટમાં તેમના નામે 6,063 રન દાખલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">