AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉંઝા ખાતે રાજ્યપાલ ઓ.પી.કોહલીની હાજરીમાં અંગદાન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, દેહદાન કરનારા 34 પરિવારનું કરાયું સન્માન

રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીના અધ્યક્ષ સ્થાને ઉંઝા ખાતે શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેહદાન પરિવાર અભિવાદન સમારોહ અને અંગદાન પ્રોજેક્ટ ઉદ્ધાટન સમારોહ યોજાયો. શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઉંઝા ખાતે  રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીના અધ્યક્ષ સ્થાને દેહદાન પરિવાર અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ  અંગદાન પ્રોજેક્ટ  ખુલ્લો મુકતાં જણાવ્યું હતું કે પર પીડાનો અનુભવ કરવો એ ગુજરાતની મુખ્ય વિશિષ્ટતા છે.નરસિંહ […]

ઉંઝા ખાતે રાજ્યપાલ ઓ.પી.કોહલીની હાજરીમાં  અંગદાન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, દેહદાન કરનારા 34 પરિવારનું કરાયું સન્માન
Manish Mistri
| Edited By: | Updated on: Feb 10, 2019 | 12:06 PM
Share

રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીના અધ્યક્ષ સ્થાને ઉંઝા ખાતે શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેહદાન પરિવાર અભિવાદન સમારોહ અને અંગદાન પ્રોજેક્ટ ઉદ્ધાટન સમારોહ યોજાયો.

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઉંઝા ખાતે  રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીના અધ્યક્ષ સ્થાને દેહદાન પરિવાર અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ  અંગદાન પ્રોજેક્ટ  ખુલ્લો મુકતાં જણાવ્યું હતું કે પર પીડાનો અનુભવ કરવો એ ગુજરાતની મુખ્ય વિશિષ્ટતા છે.નરસિંહ મહેતાના શબ્દોમાં વૈષ્ણવ જન એટલે પર પીડા જાણીને તેને દુર કરે.. જે રાજ્યમાં છેલ્લા ૩૪ વર્ષોથી સદભાવના ટ્રસ્ટ સહિત વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા માનવસેવાની ઉત્કૃષ્ટ કામગીરી થઇ રહી છે.

રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદના શબ્દોમાં માનવીય સેવા એટલે ઇશ્વરની સેવા છે. શાસ્ત્રો અને ધર્મમાં પણ બીજાની ભલાઇ કરવી એ ઉત્તમ સેવા ગણાવી છે. મનુષ્યોએ પણ સ્વથી ઉપર ઉઠીને પરમાર્થી બનવું જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે ધર્મની સરળ પરીભાષા એટલે પરમાર્થી અને પરમાર્થી એેટલે જ ધર્મ. રાજ્યપાલશ્રી તુલસીદાસના રામચરિત માનસના શબ્દોને ટાંકતા જણાવ્યું હતું કે પરહિત સમાન કોઇ ધર્મ નથી. સમાજ જીવનમાં ધરતી,આકાશ,વૃક્ષ પરહિત માટે કામ કરી સમાજને પ્રેરણા આપી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે દેહદાન અને અંગદાન એટલે માનવસેવાની ગૌરવશાળી પરંપરા, દધિચી ઋષિએ વિશ્વના કલ્યાણ માટે દેહદાન કરી અનુપમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી ઓ.પી કોહલી દ્વારા ૩૪ જટેલાં દેહદાન આપેલ પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ સેવામાં કાર્યરત ડોક્ટરોનું સન્માન કરાયું હતું. તેમણે આ પ્રસંગે અંગદાન પ્રોજેક્ટ ખુલ્લો મુક્યો હતો.રાજ્યપાલશ્રીએ ૫૦૦ જેટલી ચક્ષુઓનું દાન સ્વીકારી અન્યના જીવનમાં પ્રકાશ લાવવા બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં સ્વામીશ્રી અધ્યાત્માનંદજી  યૌવનમાં રક્તદાન અને મૃત્યુમાં ચક્ષુદાન અચુક કરવા અપીલ કરી હતી.

કાર્યક્રમમાં કિડની ડીસીઝ એન઼્ડ રીસર્ચ સેન્ટરના ડો.વિનીત મિશ્રાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મેડીકલ ક્ષેત્રે આધુનિક તકનીકી અમલમાં છે. ગુજરાત ડાયાલીસીસ પ્રોજ્કેટ તળે ગામથી ૩૦ કિમીની અંતરમાં ડાયાલીસીસ સેન્ટરો શરૂ થાય તે દિશામાં કામ કરાઇ રહ્યું છે. ઉદ્ધાટન સમારંભ કાર્યક્રમમાં પુ્ર્વ મંત્રીશ્રી નારાયણભાઇ પટેલ, પ્રાંત અધિકારીશ્રી પી.બી.રાઠોડ ,નગરપાલિકા પ્રમુખશ્રી મણીભાઇ પટેલ, સેવાભાવી ડોકટરશ્રી ડો.અનિલભાઇ રાવલ, શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઉંઝાના પ્રમુખશ્રી તેજપાલભાઇ પટવા સહિત દેહદાન આપેલ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

આમ આ સદભાવના ટસ્ટ્ર ઉંઝા ખાતે રાજ્યપાલ દ્વારા કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી હતી અને જેમણે દેહદાન કર્યું છે તેના પરિવારોનું સન્માન કરાયું હતું.

[yop_poll id=1282]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">