Surat : રબર ગર્લ ઓફ ઈન્ડિયા અનવી ઝાંઝરૂકિયાને ગુજરાત ગરિમા એવોર્ડ અપાયો
અનવી ઝાંઝરૂકિયાને (Anvi Zanzarukia) વર્ષ 2020 નો રાષ્ટ્રપતિ એવોર્ડ અને વર્ષ 2022 નો “પ્રધાનમંત્રી બાલ પુરસ્કાર" ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મેળવીને ગુજરાતને રાષ્ટ્રીય લેવલે અને આંતરાષ્ટ્રીય લેવલે ગૌરવ અપાવ્યું છે. અન્વીની વિશિષ્ટ સિધ્ધીની નોંધ લઇ વર્ષ 2022 નો ગુજરાત ગરિમા એવોર્ડ રબ્બર ગર્લ ઓફ ઇન્ડિયા એનાયત કરવામાં આવ્યો હતો.

સુરતમાં (Surat) નરથાન ખાતે આવેલી સંસ્કારકુંજ જ્ઞાનપીઠની વિદ્યાર્થીની અને રબ્બર ગર્લ ઓફ ઇન્ડિયા( Rubber Girl Of India)તરીકે ઓળખાતી અનવી ઝાંઝરૂકિયાએ (Anvi Zanzarukia) દિવ્યાંગ હોવા છતા યોગ ક્ષેત્રમાં નેશનલ લેવલની સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને આપાતો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર “ગુજરાત ગરિમા એવોર્ડ 2022″ (Gujarat Garima Award 2022) સુરતની આ રબર ગર્લ અનવી ઝાંઝરૂકિયાને આપવામાં આવ્યો છે. ગુજરાત રાજયના મુખ્યમંત્રીભુપેન્દ્રભાઇ પટેલ અને રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અનવીને આ એવોર્ડ એનાયત કરવામા આવ્યો હતો.વ્યક્તિ ધારે તો શું નથી કરી શકતું. માનસિક અને શારીરિક રીતે દિવ્યાંગ હોવા છતાં સુરતની રબર ગર્લએ આ વાત ખરા અર્થમાં સાબિત કરી બતાવી છે.
અનવીએ પોતાની શારીરિક અને માનસિક મર્યાદાઓને અવગણીને અન્વીએ નેશનલ લેવલ પર યોગા માટે સિદ્ધિ હાંસિલ કરીને અન્યોને પ્રેરણા પુરી પાડી છે. અન્વીએ અનેક જિલ્લા અને રાષ્ટ્રીય કક્ષાએ યોગ સ્પર્ધામાં ભાગ લીધો છે. અને તેમાં વિજેતા થઇ છે. આ દરેક યોગ સ્પર્ધામાં દિવ્યાંગો માટે અલગ કેટેગરી હોતી નથી. અન્વી દિવ્યાંગ હોવા છતાં સામાન્ય બાળકો સાથે સ્પર્ધા કરવાની થાય છે છતાં પણ તેને વિજેતા બનીને સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અનવીને વર્ષ 2020 નો રાષ્ટ્રપતિ એવોર્ડ અને વર્ષ 2022 નો “પ્રધાનમંત્રી બાલ પુરસ્કાર” ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મેળવીને ગુજરાતને રાષ્ટ્રીય લેવલે અને આંતરાષ્ટ્રીય લેવલે ગૌરવ અપાવ્યું છે. અન્વીની વિશિષ્ટ સિધ્ધીની નોંધ લઇ વર્ષ 2022 નો ગુજરાત ગરિમા એવોર્ડ રબ્બર ગર્લ ઓફ ઇન્ડિયા એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી તેમજ સહકારીતા મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા.
ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા પોતાના વક્તવ્યમાં અન્વીની આ સિધ્ધીને બીરદાવી ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. તેઓએ તેના માતા પિતાની કેળવણીને પણ વખાણી હતી તેમજ, અન્ય દિવ્યાંગ બાળકોના વાલીઓ પણ તેમની પાસેથી પ્રેરણા લે તેવી વાત કરી હતી.