Rajkot : દિલ્હીના AAPના શિક્ષણ મોડેલનો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યો સણસણતો જવાબ
ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે ગુજરાતની શાળાઓ રોલ મોડેલ છે.અહીંના સીસીસી સેન્ટર જોવા માટે અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવે છે અને વર્લ્ડ બેંક અને એશિયન બેંકે 10 હજાર કરોડની શૈક્ષણિક લોન આપી છે.આ બેંકો વિશ્વભરના અભ્યાસ કરે છે અને તેના રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવે છે.
ગુજરાતમાં(Gujarat) વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે.તેવા સમયે રાજકીય પક્ષો પોતાની રીતે રાજકારણ કરી રહ્યા છે.આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે મેદાને છે અને દિલ્હીના શિક્ષણના મુદ્દે રાજકારણ કરી રહ્યા છે.આપ દ્રારા શિક્ષણના(Education)મુદ્દે રાજકારણ કરવામાં આવી રહ્યા છે અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને(Jitu Vaghani)જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે ત્યારે આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સળસળતો જવાબ આપ્યો છે.ગુજરાતની શિક્ષણ પદ્ધતિના વખાણ કરતા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે રાજ્યમાં શિક્ષણ કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે.તેમ છતા અનેક લોકો શિક્ષણને લઇને રાજનિતી કરી રહ્યા છે.આવા લોકોને હું કહેવા માંગુ છું કે તેઓ ભણ્યા અહીં,ધંધો અહીં કર્યો અને હવે અહીંની શિક્ષણ નિતીને વખોડી રહ્યા છે.આવા લોકોને અન્ય દેશનું રાજ્યનું શિક્ષણ સારૂ લાગતું હોય તો ત્યાં સર્ટિફિકેટ લઇને ત્યાં એડમિશન લઇ લેવું જોઇએ.
ભાજપનું શાસન આવ્યા બાદ શિક્ષણની સ્થિતિ સુધરી
જીતુ વાઘાણીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે જો આવા લોકોને સર્ટિફિકેટ ન નીકળતા હોય તો મને કેજો હું કાઢી આપીશ.ગુજરાતની શિક્ષણની કામગીરીને વખાણ કરતા જીતુ વાધાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું ત્યારથી ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય સુધર્યુ છે.પહેલા 10 વર્ષનું બાળક થાય તો પણ તે શાળાએ મોકલતા ન હતા આજે શિક્ષકો ઘરે ઘરે ફરીને એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પ્રયત્ન કરે છે.આ શિક્ષણ નિતીને બદનામ કરીને કેટલાક લોકો શિક્ષકોનું અપમાન કરે છે.
વર્લ્ડ બેંકે ૧૦ હજાર કરોડની શિક્ષણ માટે લોન આપી
જીતુ વાઘાણીએ કહ્યું છે કે ગુજરાતની શાળાઓ રોલ મોડેલ છે.અહીંના સીસીસી સેન્ટર જોવા માટે અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવે છે અને વર્લ્ડ બેંક અને એશિયન બેંકે 10 હજાર કરોડની શૈક્ષણિક લોન આપી છે.આ બેંકો વિશ્વભરના અભ્યાસ કરે છે અને તેના રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવે છે.
આ પણ વાંચો : રાજકોટ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ 2022-23માં રૂ.1250 કરોડના વિકાસ કામોની જોગવાઈ કરાઇ
આ પણ વાંચો : Ahmedabad: પ્રતિબંધ છે છતાંય પેટ્રોલ પંપ સંચાલક ઉડાવી રહ્યા છે નિયમોના ધજાગરા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો