Google તેના પ્લે સ્ટોરમાંથી 17 જોખમી એપ્સ રિમૂવ કરી, જાણો શું છે કારણ

ગૂગલે પ્લે સ્ટોર ઉપરથી 17 એપ્સ રિમૂવ કરી નાખી છે. આ એપ્સ ઉપર જોકર મૈલવેયરનો ખતરો જણાયો હોવાથી ગૂગલે પગલું ભર્યું છે. કેલિફોર્નિયા સ્થિત આઈટી સુરક્ષા કંપનીએ રિપોર્ટ કર્યો કે આ 17 એપ્સ થકી ખતરનાર મૈલવેયર ઘણા સમયથી પ્લે સ્ટોરની કામગીરીને પ્રભવિત કરી રહ્યા હતા. જોકર મૈલવેયર ઈન્ફેક્શનના પગલે જુલાઈમાં ગૂગલે 11 એપ્સ રિમૂવ કરી […]

Google તેના પ્લે સ્ટોરમાંથી 17 જોખમી એપ્સ રિમૂવ કરી, જાણો શું છે કારણ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 05, 2020 | 4:31 PM

ગૂગલે પ્લે સ્ટોર ઉપરથી 17 એપ્સ રિમૂવ કરી નાખી છે. આ એપ્સ ઉપર જોકર મૈલવેયરનો ખતરો જણાયો હોવાથી ગૂગલે પગલું ભર્યું છે. કેલિફોર્નિયા સ્થિત આઈટી સુરક્ષા કંપનીએ રિપોર્ટ કર્યો કે આ 17 એપ્સ થકી ખતરનાર મૈલવેયર ઘણા સમયથી પ્લે સ્ટોરની કામગીરીને પ્રભવિત કરી રહ્યા હતા. જોકર મૈલવેયર ઈન્ફેક્શનના પગલે જુલાઈમાં ગૂગલે 11 એપ્સ રિમૂવ કરી મૈલવેયર હટાવાના પ્રયાસ શરુ કર્યા હતા. જુલાઈ બાદ સપ્ટેમ્બરમાં 6 એપ્સ હટાવી હતી અને હવે વધુ 17 એપ્સને ઈન્ફેક્શનના પગલે દૂર કરવામાં આવી છે.

 Google tena play store mathi 17 jokhmi apps remove kari jano shu che karan

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મૈલવેયર ઈન્ફેક્શન ફેલાવતી 17 એપ્સને કેલિફોર્નિયા સ્થિત IT સિક્યુરિટી કંપની Zscalerએ શોધી કાઢી છે. આઈટી સિક્યુરિટી અનુસાર તેમના ધ્યાને આવ્યું છે કે 17 એપ્સ જોકર મૈલવેયર ઈન્ફેક્ટેડ છે. ચોંકાવનારી બાબત એ છે કે આ 17 એપ્સ કુલ 1.20 લાખ લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે. એપ્સને દૂર કરવા સાથે ડાઉનલોડ ઓપશન પણ હટાવી દેવાયા છે. જે યુઝર આ એપ્સ ઉપયોગ કરે છે તેમને પણ રિમૂવ કરી દેવા અનુરોધ કરાયો છે.

Google tena play store mathi 17 jokhmi apps remove kari jano shu che karan

જોકર મૈલવેયર અને તેનું જોખમ શું છે?

જોકર મૈલવેયર એક માલિશસ બોટ છે. એકવાર ફોનમાં ડાઉનલોડ થયા બાદ તે માઈલવેયર જોખમીરૂપે કામ કરે છે. યુઝર્સના મોબાઈલ નંબરથી કોઈપણ પ્રકારના પ્રીમિયમ સબ્સ્ક્રીપશન જાતે ક્લિક કરે છે અને યુઝરને આ વાતનો અંદેશો પણ આવા દેતો નથી. માઈલવેયરમાં ઘણા નાના અને છુપી રીતે એક્ટિવ થતાં કોડનો ઉપયોગ થાય છે જે જોકર મૈલવેયર એક્ટિવ હોવાનું ધ્યાન ઉપર લાવવા દેતા નથી. પ્રમિયમ સર્વિસ સબ્સ્ક્રાઈબ કરી યુઝરની માહિતી ચોરી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. મૈલવેયર થતી આ સ્પાઈવેયર  SMS, કોન્ટેક્ટ લિસ્ટ અને ફોનની માહિતી મેળવી લે છે જેનો બાદમાં સાઈબર ક્રાઈમને અંજામ આપવા ઉપયોગ થાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પ્લે સ્ટોર ઉપરથી રિમૂવ કરાયેલી 17 એપ્સ જે આપણા મોબાઈલમાં હોય તો તાત્કાલિક રિમૂવ કરવી હિતાવહ હોવાનું ગૂગલે તેના બ્લોગ દ્વારા કહ્યું છે.

  1. All Good PDF Scanner
  2. Mint Leaf Message-Your Private Message
  3. Unique Keyboard – Fancy Fonts & Free Emoticons
  4. Tangram App Lock
  5. Direct Messenger
  6. Private SMS
  7. One Sentence Translator – Multifunctional Translator
  8. Style Photo Collage
  9. Meticulous Scanner
  10. Desire Translate
  11. Talent Photo Editor – Blur focus
  12. Care Message
  13. Part Message
  14. Paper Doc Scanner
  15. Blue Scanner
  16. Hummingbird PDF Converter – Photo to PDF
  17. All Good PDF Scanner

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">