કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 24 માર્ચે દેશની આ COURTમાં આપવી પડશે હાજરી, જાણો શું છે આખો મામલો ?

મુંબઈની એક અદાલતે ગૌરી લંકેશ હત્યાકાંડના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર આરોપ લગાવવા અંગે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સીપીએમ નેતા સીતારામ યેચુરી વિરુદ્ધ માનહાનિના કેસની પ્રક્રિયા શરુ કરી દીધી છે. TV9 Gujarati   Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ […]

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 24 માર્ચે દેશની આ COURTમાં આપવી પડશે હાજરી, જાણો શું છે આખો મામલો ?
Follow Us:
| Updated on: Feb 22, 2019 | 6:56 AM

મુંબઈની એક અદાલતે ગૌરી લંકેશ હત્યાકાંડના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર આરોપ લગાવવા અંગે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સીપીએમ નેતા સીતારામ યેચુરી વિરુદ્ધ માનહાનિના કેસની પ્રક્રિયા શરુ કરી દીધી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મુંબઈ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટની અદાલતે ગૌરી લંકેશ હત્યાકાંડમાં સંઘ પર આરોપ લગાવવા સામે થયેલી ફરિયાદ બાદ રાહુલ અને યેચુરીને સમન મોકલ્યુ હતું. હવે આ કેસની આગામી સુનાવણી 25 માર્ચના રોજ થશે. કોર્ટે રાહુલ ગાંધી અને સીતારામ યેચુરી બંનેને 24 માર્ચે વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવા માટે કહ્યું છે.

નોંધનીય છે કે માનહાનિનો કેસ સંઘના એક કાર્યકરે દાખલ કર્યો હતો. સંઘ કાર્યકર અને વકીલ ધૃતિમાન જોશીએ વર્ષ 2017માં રાહુલ ગાંધી, યૂપીએ પ્રમુખ સોનિયા ગાંધી, સીપીએમ તથા તેના મહામંત્રી યેચુરી વિરુદ્ધ અદાલતમાં અંગત ફરિયાદ નોંધાવી હતી.

કોર્ટે ગત 18 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી અને યેચુરીને સમન ઇસ્યુ કર્યો હતો. જોકે સોનિયા ગાંધી અને સીપીએમ વિરુદ્ધની ફરિયાદ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યુ હતું કે વ્યક્તિઓ દ્વારા કરાયેલી ટિપ્પણીઓ માટે પાર્ટીને જવાબદાર ન ઠેરવી શકાય.

[yop_poll id=1684]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">