ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા 20 ઝડપાયા, સાંતેજમાં શ્રમદીપ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલમાં ભંગ, કોગ્રેસ શહેર પ્રમુખ શશીકાંત પટેલનો દીકરો પણ ઝડપાયો
ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા 20 નબીરાઓ ઝડપાયા છે. સાંતેજમાં શ્રમદીપ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી મળતા જ પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં કોગ્રેસ શહેર પ્રમુખ શશીકાંત પટેલના દીકરા દેવ સહિત વેપારીઓનાં છોકરા દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. માનુસ દેસાઈના જન્મ દિવસ પ્રસંગની ઉજવણીનાં ભાગરૂપે દારૂની મહેફિલ યોજવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓ થલતેજ, […]
ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા 20 નબીરાઓ ઝડપાયા છે. સાંતેજમાં શ્રમદીપ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી મળતા જ પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં કોગ્રેસ શહેર પ્રમુખ શશીકાંત પટેલના દીકરા દેવ સહિત વેપારીઓનાં છોકરા દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. માનુસ દેસાઈના જન્મ દિવસ પ્રસંગની ઉજવણીનાં ભાગરૂપે દારૂની મહેફિલ યોજવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓ થલતેજ, બોડકદેવ, ગાંધીનગર અને ખંભાતના રહેવાસી હોવાનું ખુલ્યું છે અને પોલીસે મોંઘી દાટ દારૂની બોટલ, લક્ઝુરિયસ કાર, 21 ફોન, 7 કાર અને 89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો