રામજન્મભૂમિ મંદિર ટ્ર્સ્ટ સાથે છ લાખની છેતરપિંડી, બોગસ ચેક દ્વારા બેંકમાંથી ઉપાડ્યા રૂપિયા

રામજન્મભૂમિ મંદિર ટ્ર્સ્ટ સાથે છ લાખની છેતરપિંડી, બોગસ ચેક દ્વારા બેંકમાંથી ઉપાડ્યા રૂપિયા

રામ મંદિરના નિર્માણની જવાબદારી જેમની છે તે, રામજન્મભૂમિ ટ્રસ્ટ સાથે રૂપિયા છ લાખની છેતરપિંડી થઈ છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે લોકો દ્વારા મળતા દાન જે બેંકના ખાતામાં એકઠા થાય છે, તેમાથી કોઈ ભેજાબાજે રૂપિયા છ લાખની રકમ ઉપાડી લીધી છે.

રામમંદિર જન્મભૂમિ ટ્રસ્ટના મહામંત્રી ચપંતરાયે અયોધ્યા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ટ્ર્સ્ટના બેંક એકાઉન્ટમાંથી કોઈએ બોગસ ચેક દ્વારા છ લાખ રૂપિયા ઉપાડી લીધા છે. ટ્રસ્ટ સાથે થયેલી છેતરપિંડીની જાણ ત્યારે થઈ કે, જ્યારે બેંકમાંથી ફોન આવ્યો કે એવુ લાગે છે કે, ચેક ઉપર જે સહી છે તે બનાવટી લાગે છે.

પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, જે ભેજાબાજે ટ્ર્સ્ટના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડ્યા છે તેણે ચેકને બે વાર ક્લોન કર્યો હતો. અને ત્રીજીવાર ક્લોન કરવા જતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati