Gandhinagar: ગુજરાત વિધાનસભામાં લોક રક્ષક દળ પેપર લીકનો મામલો ગુંજ્યો, ગૃહમંત્રીએ આપ્યો જવાબ

Gandhinagar: ગુજરાત વિધાનસભામાં લોક રક્ષક દળ પેપર લીકનો મામલો ગુંજ્યો, ગૃહમંત્રીએ આપ્યો જવાબ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 12:54 PM

બજેટ રજુ કરતા પહેલા જ વિધાનસભામાં વિવિધ મુદ્દે વિપક્ષ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા હતા. જેમાં એલઆરડી પેપરલીક કેસનો (LRD paper leak case)મામલો પણ ગુંજ્યો હતો. અને, પેપર લીક મામલે રાજ્ય સરકારે વિધાનસભામાં જવાબ આપ્યો હતો.

Gandhinagar:  ગુજરાત વિધાનસભામાં (Assembly Session) આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ (Finance Minister Kanubhai Desai)બજેટ (Budget ) રજુ કરવાના છે. પરંતુ, બજેટ રજુ કરતા પહેલા જ વિધાનસભામાં વિવિધ મુદ્દે વિપક્ષ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા હતા. જેમાં એલઆરડી પેપરલીક કેસનો (LRD paper leak case)મામલો પણ ગુંજ્યો હતો. અને, પેપર લીક મામલે રાજ્ય સરકારે વિધાનસભામાં જવાબ આપ્યો હતો.

સરકારે આ મામલે જણાવ્યું કે લોકરક્ષક દળ પરીક્ષામાં પેપર લીક કૌભાડમાં 47 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. જેમાંથી 46 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જયારે એક આરોપીને પકડવાનો બાકી છે. અને, પોલીસ પકડથી દુર આરોપીને પકડવા વોરંટ મેળવ્યા હોવાનું પણ સરકારે જણાવ્યું છે. નોંધનીય છેકે કોંગ્રેસના બળદેવજી ઠાકોરના પ્રશ્નોના જવાબમાં સરકાર વતી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) જવાબ રજુ કર્યો હતો.

નોંધનીય છેકે ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈ, નાણાકીય વર્ષ 2022-2023નું અંદાજપત્ર રજૂ કરશે. ગયા વર્ષ 2021-2022ની સરખામણીએ આગામી વર્ષના બજેટમાં નાણાકીય ફાળવણી વધુ કરાય તેવી સંભાવના છે. 2022ના વર્ષમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાત સરકાર, તેની વિવિધ કલ્યાણકારી અને પ્રજાલક્ષી યોજનાઓનો વ્યાપ વધારવાની સાથે, નાણાકીય ફાળવણી પણ વધારશે. ગુજરાતની વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ બજેટ છે. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ તેમની કારકિર્દીનું પ્રથમ બજેટ, ગુજરાત વિધાનસભા ગૃહ સમક્ષ જાહેર કરશે.

આ પણ વાંચો : Gandhinagar: ગુજરાત વિધાનસભામાં વિપક્ષનો પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેકટ મામલે વિરોધ, આદિવાસીઓને ભોળવવાનો આક્ષેપ

આ પણ વાંચો : રશિયામાં ભારતની બે બેંકોની ઉપસ્થિતિ, વૈશ્વિક પ્રતિબંધોના પગલે રશિયા સાથે કારોબાર અટકાવ્યો

 

 

g clip-path="url(#clip0_868_265)">