Dollar Vs Rupee : આખરે ડોલર સામે રૂપિયાના ધોવાણ ઉપર લાગી બ્રેક, જાણો સ્થિતિ અંગે અર્થતંત્ર લઈ શું કહ્યું પિયુષ ગોયલે

|

Apr 21, 2022 | 7:55 AM

કરન્સી માર્કેટમાં બુધવારે રૂપિયો મજબૂતાઈ સાથે 76.41 પ્રતિ ડૉલર પર ખુલ્યો હતો. કારોબાર દરમિયાન રૂપિયો પ્રતિ ડોલર 76.16ના ઉચ્ચ સ્તરે ગયો હતો. આ ઘટાડા પર રૂપિયો 76.52ના સ્તરે પહોંચ્યો હતો અને અંતે 76.30 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. આ અગાઉના ટ્રેડિંગ દિવસની સરખામણીમાં 20 પૈસાની મજબૂતાઈ દર્શાવે છે.

Dollar Vs Rupee : આખરે ડોલર સામે રૂપિયાના ધોવાણ ઉપર લાગી બ્રેક, જાણો સ્થિતિ અંગે અર્થતંત્ર લઈ શું કહ્યું પિયુષ ગોયલે
રૂપિયાના ઘસારા ઉપર લાગી બ્રેક

Follow us on

ડૉલર સામે રૂપિયા(Dollar Vs Rupee)ની નબળાઈ ઉપર આજે બ્રેક લાગી છે. સ્થાનિક શેરબજાર(share Market)માં તેજી અને ક્રૂડ ઓઈલ(Crude Oil)ના ભાવમાં નરમાશ વચ્ચે બુધવારે રૂપિયો ડોલર સામે 20 પૈસા વધીને 76.30 પર પહોંચ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારે ઘટાડા બાદ બ્રેન્ટ ક્રૂડ 110 ડોલરના સ્તરથી નીચે આવી ગયું હતું. બુધવારના વધારા પછી પણ તે આ સ્તરની નીચે જ છે. આ સાથે આજે શેરબજારમાં તેજી જોવા મળી હતી. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું  કે ડોલર સામે રૂપિયામાં નબળાઈ લાંબા ગાળે અર્થતંત્ર માટે નકારાત્મક છે.

ઘટાડા ઉપર લાગી બ્રેક

કરન્સી માર્કેટમાં બુધવારે રૂપિયો મજબૂતાઈ સાથે 76.41 પ્રતિ ડૉલર પર ખુલ્યો હતો. કારોબાર દરમિયાન રૂપિયો પ્રતિ ડોલર 76.16ના ઉચ્ચ સ્તરે ગયો હતો. આ ઘટાડા પર રૂપિયો 76.52ના સ્તરે પહોંચ્યો હતો અને અંતે 76.30 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. આ અગાઉના ટ્રેડિંગ દિવસની સરખામણીમાં 20 પૈસાની મજબૂતાઈ દર્શાવે છે.આના કારણે મંગળવારે રૂપિયો 21 પૈસા ઘટીને 76.50 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.  શેરખાન બાય BNP પરિબા કરન્સી અને કોમોડિટી એનાલિસ્ટ પ્રવીણ સિંઘએ જણાવ્યું હતું કે, “ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને સ્થાનિક શેરબજારમાં તેજીનો રૂપિયો લાભ સાથે ટ્રેડ કરી રહ્યો છે. દરમિયાન વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડૉલરની મજબૂતાઈને માપતો ડૉલર ઈન્ડેક્સ 0.06 ટકાના ઘટાડા સાથે 100.35 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલનું માનક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ  0.76 ટકા વધીને બેરલ દીઠ  108.06 ડોલર થયું હતું. વુધવારે બીએસઈનો 30 શેરો ધરાવનાર સેન્સેક્સ 574.35 પોઈન્ટના ઉછાળા સાથે 57,037.50 પર બંધ રહ્યો હતો અને નિફ્ટી પણ 177.90 પોઈન્ટના ઉછાળા સાથે 17,136.55 પોઈન્ટની સપાટીએ પહોંચ્યો હતો.

નબળો રૂપિયો દેશ માટે ચિંતાનો વિષય

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે લાંબા ગાળા દરમિયાન રૂપિયાની નબળાઈ દેશ માટે યોગ્ય નથી. જ્યારે પૂછવામાં આવ્યું કે શું રૂપિયામાં નબળાઈનો ઉપયોગ નિકાસ વધારવા માટે થઈ શકે છે, ત્યારે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સ્થાનિક ચલણમાં નબળાઈ રાષ્ટ્રના હિતમાં નથી તેમણે કહ્યું કે ઘણા લોકો માને છે કે તેમની ચલણનો ઉપયોગ કરવો જોઈએ. નિકાસ વધારવા માટે તેને નબળું પાડવું ફાયદાકારક છે પરંતુ વાસ્તવિકતા એ છે કે નબળા ચલણ લાંબા ગાળે રાષ્ટ્રના હિતમાં નથી.

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચો : શું તમે બેંક લોકરનો ઉપયોગ કરો છો? જાણો RBI ના નવા નિયમ જે તમને ઘણા મદદરૂપ સાબિત થશે

આ પણ વાંચો :  EPFO: ઇન્ટરનેટ વગર પણ કરી શકાશે PF Account Balance Check, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article