Smriti Irani defamation case સ્મૃતિ ઈરાનીની પુત્રી પરના આરોપો અંગે કોંગ્રેસના નેતાઓને કોર્ટનો આદેશ, સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ 24 કલાકમાં ડિલીટ કરો

|

Jul 29, 2022 | 2:00 PM

હાઈકોર્ટે કહ્યું કે જો કોંગ્રેસ નેતા આમ કરવામાં નિષ્ફળ જાય છે, તો આ કિસ્સામાં સોશિયલ મીડિયા કંપની અથવા ટ્વિટરને ટ્વિટ ડિલીટ કરવી પડશે.

Smriti Irani defamation case સ્મૃતિ ઈરાનીની પુત્રી પરના આરોપો અંગે કોંગ્રેસના નેતાઓને કોર્ટનો આદેશ, સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ 24 કલાકમાં ડિલીટ કરો
Smriti Irani ( file photo)

Follow us on

દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) કોંગ્રેસ નેતાઓને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની (Smriti Irani) પુત્રી સાથે જોડાયેલા વિવાદ પર આરોપોવાળી ટ્વીટ દૂર કરવા કહ્યું છે. કોર્ટે કોંગ્રેસના ત્રણ નેતાઓને 24 કલાકની અંદર સોશિયલ મીડિયા (social media) પોસ્ટ (ટ્વીટ) દૂર કરવા કહ્યું છે. જ્યારે , કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના આરોપમાં, ત્રણ નેતાઓને પણ દિલ્હી હાઈકોર્ટે સમન્સ પાઠવ્યા છે.

જયરામ રમેશ, પવન ખેરા અને નીતા ડિસોઝાને કોર્ટે તેમની ટ્વીટ ડિલીટ કરવા અને સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં 18 ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે જો કોંગ્રેસ નેતા, તેમના ટ્વીટને ડિલીટ કરવામાં નિષ્ફળ જાય છે, તો આ કિસ્સામાં સોશિયલ મીડિયા કંપની અથવા ટ્વિટરે સંબંધિત ટ્વિટને દૂર કરવી પડશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કોર્ટના આદેશ પર, જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ કોર્ટ સમક્ષ તથ્યો રજૂ કરશે. તેમણે ટ્વીટ કર્યું, “સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરવામાં આવેલા મામલાને ઔપચારિક રીતે જવાબ આપવા માટે દિલ્હી હાઈકોર્ટ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે. અમે કોર્ટ સમક્ષ હકીકતો રજૂ કરવા આતુર છીએ. અમે સ્મૃતિ ઈરાની દ્વારા મુકવામાં આવેલ સ્પિનને પડકારીશું અને નકારીશું.”

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના નેતાઓએ મંત્રીની યુવાન પુત્રી પર શાબ્દિક હુમલો કર્યો, જે યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જોઈશ ઈરાનીએ, ક્યારેય કોઈ બાર કે કોઈ બિઝનેસ એન્ટરપ્રાઈઝને ‘ચાલવા’ માટે કોઈ લાયસન્સ માટે અરજી કરી નથી. તેમણે એમ પણ જણાવ્યું છે કે કોંગ્રેસના નેતાઓના આક્ષેપ મુજબ ગોવામાં આબકારી વિભાગ દ્વારા તેમને કોઈ કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ આરોપો માત્ર અમારા ક્લાયન્ટ અને તેમની પુત્રીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે, સાથોસાથ તેમની ગરિમાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ પણ છે.”

Next Article