Chhotaudepur: ‘નલ સે જલ’ યોજનામાં ભ્રષ્ટાચાર, સરપંચે કોન્ટ્રાક્ટરનું કૌભાંડ ખુલ્લું પાડ્યું
બોરથી ગામ સુધી પાણી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટરે પાઈપ ન નાખી કામ પૂર્ણ કરી દીધુ. સરપંચે સ્થળ તપાસ કરતા આ વાત તેમના ધ્યાને આવી હતી. જેથી સરપંચે તાત્કાલિક કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવી દીધું હતું.
છોટાઉદેપુરના બોડેલીના રાજખેરવા ગામે ‘નલ સે જલ’ યોજનામાં કોન્ટ્રાક્ટર કૌભાંડ કરે તે પહેલાં જ સરપંચે કોન્ટ્રાક્ટરને ખુલ્લો પાડ્યો. કોન્ટ્રાક્ટરે કૌભાંડ કર્યું છે તેવી જાણ થતાં જ સરપંચે પેમેન્ટ અટકાવી દીધુ છે. સાથે જ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની પણ માગણી કરી છે. પાણી પુરવઠા વિભાગે 17 લાખના ખર્ચે એજન્સીને ટેન્ડર આપ્યું હતું. જેનું 7 લાખનું બિલ પાણી સમિતિ પાસે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ મોકલતા મામલો સામે આવ્યો છે.
રાજખેરવાના લોકોને ઘર સુધી પણી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટરને કામ સોપાયું હતું. આ માટે સરકારે 17 લાખનું ટેન્ડર બહાર પાડ્યું હતું. કોન્ટ્રાક્ટરે આ કામ 7.14 લાખમાં રાખી કામની શરૂઆત કરી હતી. ત્યારબાદ વાસમો દ્વારા ગામને પાણી પહોંચાડવા ગામની સીમમાં બોર બનાવ્યો હતો. જો કે, બોરથી ગામ સુધી પાણી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટરે પાઈપ ન નાખી કામ પૂર્ણ કરી દીધુ. સરપંચે સ્થળ તપાસ કરતા આ વાત તેમના ધ્યાને આવી હતી. જેથી સરપંચે તાત્કાલિક કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવી દીધું હતું.
પાણી પુરવઠા વિભાગ દ્વારા રાજખેરવા ગામે બોર બનાવવાની જગ્યાએ ગામથી ગામથી 1 કિલોમીટર દૂર બોર બનાવવામાં આવ્યો પરંતુ, તેમાં પાઇપલાઈન નાખવામાં નથી આવી તો બોરમાં પણ મોટર નાંખવામાં નથી તો વીજ કનેક્શન પણ નથી મેળવવામાં આવ્યું. એક વર્ષથી કામ અધૂરું હોવા છતાં ભ્રષ્ટાચાર આચરી પાણીનું બિલ બનાવી દેતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.આ યોજનામાં અધૂરી કામગીરીને લઇને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.
આ પણ વાંચોઃ Surat: કોલસા લિગ્નાઇટના વધેલા ભાવોથી બચવા સુરતની અનેક કાપડ મિલોએ લાકડાનો ગેરકાયદે વપરાશ શરૂ કરી દીધો
આ પણ વાંચોઃ Surendranagar : ચોટીલા ખાતે ચામુંડા માતાના દર્શનાર્થે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો