Breaking News : IPL 2026 ફાઈનલ પહેલા ગુજરાત ટાઈટન્સને લાગ્યો મોટો ઝટકો, ફાઇનલ પહેલા ફ્લાઇટ રદ

આઈપીએલ 2026ની ફાઈનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે. આઈપીએલ ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તો આ પહેલા ગુજરાત ટાઈટન્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

Breaking News : IPL 2026 ફાઈનલ પહેલા ગુજરાત ટાઈટન્સને લાગ્યો મોટો ઝટકો, ફાઇનલ પહેલા ફ્લાઇટ રદ
| Edited By: | Updated on: May 31, 2026 | 9:47 AM

આઈપીએલ 2026ની ફાઈનલ મેચના એક દિવસ પહેલા ગુજરાત ટાઈટન્સની તૈયારીઓને મોટો ઝટકો લાગ્યો હતો. ખરાબ હવામાન અને વરસાદના કારણે ટીમની મુસાફરી પર અસર પડી હતી. જેના કારણે શુભમન ગિલની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સની ટીમ નિર્ધારિત સમય પર અમદાવાદ પહોંચી શકી ન હતી. ત્યારે રવિવારે 31 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ પહેલા ગુજરાતની ટીમને તૈયારીની પણ પૂર્ણ તક મળી નથી.

પંજાબમાં ભારે વરસાદ અને તોફાની હવામાનના કારણે શનિવારે ચંદીગઢ એરપોર્ટ પરની ફ્લાઈટને અસર થઈ હતી આ કારણે ગુજરાત ટાઈટન્સની ચાર્ટેડ ફ્લાઈટ પણ સમયસર ઉડાન ભરી શકી નહીં. ટીમે 21 મેના સાંજે ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સને હરાવી ફાઈનલની ટિકિટ મેળવી હતી. તેના થોડા કલાકો બાદ અમદાવાદ રવાના થવાનું હતુ. એક મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાત ટાઈટન્સની ટીમ શનિવારની સાંજે 10 કલાકે અમદાવાદ પહોંચી હતી. ત્યાંથી ગાંધીનગરની હોટલ સુધી પહોંચવામાં 1 જેટલો સમય થયો હતો. આ કારણે ફાઈનલ પહેલા ખેલાડીઓને આરામ અને તૈયારી કરવા માટે 24 કલાકથી ઓછો સમય મળ્યો હતો.

 

 

ગુજરાત ટાઈટન્સ સામે પડકાર

આ ગુજરાત ટાઈટન્સની ત્રીજી આઈપીએલ ફાઈનલ હશે. ટીમ બીજી વખત ખિતાબ જીતવાનો પ્રયત્ન કરશે. ફાઈનલના એક દિવસ પહેલા મુસાફરી ટીમની તૈયારીઓને પ્રભાવિત કરી હતી. રસપ્રદ વાત એ છે કે, બીસીસીઆઈ દ્વારા આ વખતે પ્લેઓફ મેચ 2ના બદલ 3 અલગ અલગ વેન્યુ પર આયોજિત કરી હતી ચ જેના કારણે પહેલી વખત આઈપીએલ ફાઈનલિસ્ટને ફાઈનલ પહેલા મુસાફરી કરવામાં મુશ્કેલી પડી હતી. બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તૈયારીનો પૂર્ણ ફાયદો મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે, અમદાવાદ ચોથી વખત આઈપીએલ ફાઈનલની મેજબાની કરી રહ્યું છે. આજે શુભમન ગિલની ટીમ બધી વાતો ભૂલી ઈતિહાસ રચવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

 

ગુજરાત ટાઇટન્સએ એક વ્યવસાયિક ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટીમ છે. ટાઇટન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભાગ લે છે.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us