લગ્નના 11 વર્ષ પછી એક બોલીવુડ એક્ટ્રેસ થઈ પતિથી અલગ, જાણો કોણ છે આ એકટ્રેસ?
બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાની એક પોસ્ટે સનસની મચાવી દીધી છે. આ પોસ્ટમાં તેમને કહ્યું કે તે પોતાના પતિ સાહિલથી અલગ થઈ રહી છે. દિયા અને સાહિલનાં લગ્નને 11 વર્ષ થયાં છે, પરંતુ દિયા હવે 11 વર્ષ જુના સંબંધોને તોડવા જઈ રહી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા કહ્યું કે બંનેએ સાથે મળીને છુટા થવાનો […]
બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાની એક પોસ્ટે સનસની મચાવી દીધી છે. આ પોસ્ટમાં તેમને કહ્યું કે તે પોતાના પતિ સાહિલથી અલગ થઈ રહી છે. દિયા અને સાહિલનાં લગ્નને 11 વર્ષ થયાં છે, પરંતુ દિયા હવે 11 વર્ષ જુના સંબંધોને તોડવા જઈ રહી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા કહ્યું કે બંનેએ સાથે મળીને છુટા થવાનો નિર્ણય લીધો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
દિયાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, 11 વર્ષ સુધી સાથે જીવન વિતાવ્યા પછી હવે અમે પરસ્પર સંમતિથી અલગ થવાનું નક્કી કર્યું છે. અમે હંમેશા મિત્રો રહીશું અને જ્યારે પણ મળશે ત્યારે પ્રેમ અને આદર સાથે જ મળશે. જીવનમાં સાથે વિતાવેલી ક્ષણો આપણા બંને માટે હંમેશાં વિશેષ રહેશે. અમે આ પ્રેમ માટે મિત્રો અને પરિવારના સભ્યોનો આભાર માનીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે મીડિયા અમારા નિર્ણયનો આદર કરશે અને પ્રાઈવસી આપશે. હવે અમે આ મામલે આગળ કોઈ નિવેદન આપીશું નહીં. આભાર… દિયા મિર્ઝા અને સાહિલ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં આગામી 48 કલાક સુધી રહેશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
દિયા મિર્ઝા વર્ષ-2018 માં રણબીર કપૂર સાથે ફિલ્મ ‘સંજુ’ માં જોવા મળી હતી. આ મૂવી સંજય દત્તની રીઅલ લાઈફ પર આધારિત હતી. ફિલ્મમાં રણબીરે સંજય દત્તનું પાત્ર ભજવ્યું હતું અને દિયા મિર્ઝાએ સંજય દત્તની પત્ની માન્યતા દત્તનું પાત્ર ભજવ્યું હતું.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]