IAS ઑફિસરની પત્નીને Facebook પર એક યુવાને એવું તો શું લખી દીધું કે પત્નીની સામે જ ઑફિસરે યુવાનની લાત-મુક્કાઓથી કરી ધોલાઈ, જુઓ VIDEO
રવિવાર સાંજથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોથી બેંગાલ સરકારના અધિકારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો. આ વીડિયો છે બેંગાલના IAS કેડરના અધિકારી, નિખિલ નિર્મલનો જે હાલ અલીપુરદુર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે અને તે આ વીડિયોમાં એક યુવાનને મારતા દેખાઈ રહ્યાં છે. આ વીડિયોમાં નિર્મલ અને તેના પત્ની બંને ગુસ્સામાં છે અને એક સ્થાનિક […]

રવિવાર સાંજથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોથી બેંગાલ સરકારના અધિકારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો. આ વીડિયો છે બેંગાલના IAS કેડરના અધિકારી, નિખિલ નિર્મલનો જે હાલ અલીપુરદુર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે અને તે આ વીડિયોમાં એક યુવાનને મારતા દેખાઈ રહ્યાં છે.
આ વીડિયોમાં નિર્મલ અને તેના પત્ની બંને ગુસ્સામાં છે અને એક સ્થાનિક યુવાનને ફલકતા પોલીસ સ્ટેશનની અંદર, ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરની હાજરીમાં મારી રહ્યાં છે.
જુઓ વીડિયો:
પોલીસ સૂત્રો પ્રમાણે, આ યુવાને નિર્મલની પત્નીના ફેસબૂક પ્રોફાઈલ પર ભદ્દી કમેન્ટ કરી હતી. અને તેમ થતાં જ તેને પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં તેને મારી રહ્યાં હોવાનો વીડિયો વાયરલ થયો છે.
આ વાયરલ વીડિયોમાં DM નિર્મલ યુવાનને મારતા મારતા બોલી રહ્યાં છે,
“સમગ્ર જિલ્લામાં મારી વિરૂદ્ધ હું તને કંઈ નહીં કરવા દઉં. તારા ઘરમાં ઘૂસીને તને મારી નાખીશ.”
પતિ-પત્ની બંને તેને મારી રહ્યા છે અને ઓફિસરની પત્ની યુવાનને પૂછી રહી છે કે કોના કહેવા પર તેણે આવી કમેન્ટ્સ કરી છે.
જ્યારે પતિ-પત્ની બંને તેને મારી રહ્યા હતા ત્યારે આ યુવાને માફી માગતા, તેને છોડી દેવાની વિનંતી કરી પરંતુ તેને માર પડતો રહ્યો.
રસપ્રદ છે કે આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનની અંદર થઈ અને એ પણ આ દંપત્તીએ કોઈ પણ ઓફિશિયલ ફરિયાદ નોંધાવ્યા વગર. કોઈ પણ પ્રકારની ફરિયાદ કર્યા વિના જ તેમણે કાયદો પોતાના હાથમાં લીધો.
આ પણ વાંચો: સલમાનખાનનો આ VIDEO જોઈને દંગ રહી જશો, બોલી ઉઠશો ‘વાહ સલમાન વાહ’
જોકે આ અંગે હજી સુધી ઓફિસર નિર્મલે કોઈ ટિપ્પણી નથી કરી. સાથે જ ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરે પણ આ અંગે હજી કંઈ જ નથી કહ્યું.
નિર્મલ, 2011 બેંગાલ કેડરના IAS ઓફિસર છે અને કેરળથી છે.
[yop_poll id=506]
Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]