રેસલર બબીતા ફોગાટે લગ્નમાં 7ના બદલે 8 ફેરા લીધા, આપ્યો આ મહત્ત્વનો સંદેશ

રેસલર બબીતા ફોગાટે લગ્નમાં 7ના બદલે 8 ફેરા લીધા, આપ્યો આ મહત્ત્વનો સંદેશ

રેસલર બબીતા ફોગાટ અને ભારત કેસરી વિવેક લગ્ન સંપન્ન થયા છે. બલાલી ખાતે આ લગ્ન યોજાયા હતા અને તમને જાણીને નવાઈ લાગશે કે આ લગ્નમાં માત્ર 21 જ જાનૈયાઓ આવ્યા હતા. ફોગાટ પરિવારના સદસ્યો આ લગ્નમાં હાજર રહ્યાં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રેસલર બબીતા ફોગાટે 7 ફેરા લેવાની જગ્યાએ 8 ફેરા લીધા છે. તમને લાગશે 8 ફેરા શા માટે લીધા? બબીતાએ 8 ફેરા લઈને એક અલગ સંદેશ આપ્યો છે. જેમાં બબીતાએ 8મો ફેરો બેટી બચાઓ, બેટી પઢાઓ અને દહેજ પ્રથા ખત્મ કરવા માટે લીધો છે. આ ફેરાથી લોકોને સંદેશો આપવાનો પ્રયત્ન બબીતાએ લગ્નમાં કર્યો છે.

https://twitter.com/geeta_phogat/status/1201213204384243712?s=20

દાદરીથી ભાજપે બબીતાને ટીકિટ આપી હતી. જો કે તેઓ આ ચૂંટણી જીતી શક્યા નહોતા.બબીતાએ કહ્યું કે તેઓ લગ્ન કરી રહ્યાં છે રાજનીતિ નથી છોડી રહ્યાં. તેઓ દાદરીના લોકો સાથે હંમેશા જોડાયેલા રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

  • Follow us on Facebook

Published On - 10:45 am, Mon, 2 December 19

Click on your DTH Provider to Add TV9 Gujarati