અમદાવાદ જિલ્લામાં બોગસ ડૉક્ટરનો પર્દાફાશ, વિઠલાપુરમાં ધોરણ 10 પાસ તબીબ ચલાવતા હતા ક્લિનિક
અમદાવાદ જિલ્લામાં વધુ એક બોગસ ડૉક્ટરનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે વિઠ્લાપુરમાં ક્લિનિક ચલાવતા સીરષકુમાર અખાણી નામના બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ધોરણ 10 સુધી જ ભણેલો હતો અને એક વર્ષનો નર્સિંગનો કોર્સ કર્યા બાદ તેણે ભાગ્યોદય ક્લિનિક ખોલી દીધું હતું. આરોપી ગામડાના ભોળા લોકોને તબીબી સારવારના […]
અમદાવાદ જિલ્લામાં વધુ એક બોગસ ડૉક્ટરનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે વિઠ્લાપુરમાં ક્લિનિક ચલાવતા સીરષકુમાર અખાણી નામના બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ધોરણ 10 સુધી જ ભણેલો હતો અને એક વર્ષનો નર્સિંગનો કોર્સ કર્યા બાદ તેણે ભાગ્યોદય ક્લિનિક ખોલી દીધું હતું. આરોપી ગામડાના ભોળા લોકોને તબીબી સારવારના નામે ઠગતો હતો. હાલ બોગસ તબીબ સીરષકુમારને દબોચી લેવાયો છે અને હવે રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો