નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટમાં ચોંકાવનારો ખૂલાસો, ગુજરાતમાં દારૂ પીનારી મહિલાઓનું પ્રમાણ વધ્યુ

|

Jan 17, 2023 | 11:38 PM

National Family Health Survey: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા દારૂ પીનારા લોકોની સંખ્યાાં વધારો નોંધાયો છે. જેમાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આ સર્વેમાં દારૂ પીનારી મહિલાઓની સંખ્યા બમણી થઈ છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટમાં ચોંકાવનારો ખૂલાસો, ગુજરાતમાં દારૂ પીનારી મહિલાઓનું પ્રમાણ વધ્યુ
દારૂ પીનારા લોકોની સંખ્યા વધી

Follow us on

રાજ્યમાં કહેવા માટે દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધી જાણે કાગળ પર જ હોય તેવુ લાગી રહ્યુ છે. દારૂબંધી હોવા છતા રાજ્યમાં જાણે દારૂની રેલમછેલ જોવા મળે છે. નેશનલ ફેમિમલી હેલ્થ સર્વેના રિપોર્ટ મુજબ રાજ્યમાં દારૂ પીનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેમાં પણ ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે દારૂ પીનારી મહિલાઓની સંખ્યા ડબલ થઈ છે.

રાજ્યમાં દારૂ પીતી મહિલાઓની સંખ્યા વધી

રાજ્યમાં દારૂબંધી હોવાના દાવા તો મોટા મોટા કરવામાં આવે છે, પરંતુ દારૂ પીનારા લોકોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ અનુસાર રાજ્યના શહેરોમાં 0.3 ટકા મહિલાઓ દારૂ પીએ છે. જ્યારે ગામડામાં દારૂની વ્યસની મહિલાઓનું પ્રમાણ 0.7 ટકા છે. રાજ્યમાં કુલ મળીને 0.6 ટકા મહિલાઓ દારૂ પીવે છે.

રાજ્યમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ મહિલાઓ દારૂની વ્યસની છે

વર્ષ 2019-20માં દારૂ પીનારી મહિલાઓની ટકાવારી 0.3 ટકા હતી. જો કે વધતા દારૂના દૂષણને કારણે આ ટકાવારી બમણી થઈ છે. રાજ્યમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ મહિલાઓ દારૂની વ્યસની છે. ડાંગ જિલ્લામાં 4.6 ટકા મહિલાઓમાં દારૂનું વ્યસન છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

આ પણ વાંચો: Rajkot: દારૂબંધીના લીરેલીરા ! નશાની હાલતમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વીડિયો થયો VIRAL

15 વર્ષથી વધુ વયના 5.8 % પુરુષો દારૂનુ સેવન કરે છે

રાજ્યમાં 15 વર્ષથી વધુ ઉંમરના કુલ 5.8 ટકા પુરુષો દારૂનું સેવન કરી રહ્યા છે. અમદાવાદ સહિતના શહેરોમાં દારૂના વ્યસની પુરુષોનું પ્રમાણ 4.5 ટકા છે. જ્યારે ગામડામાં 6.8 ટકા પુરુષો દારૂનું સેવન કરે છે. દારૂ પીનારા કુલ પુરુષો પૈકી 35 ટકા પુરુષો સપ્તાહમાં એકવાર દારૂનું સેવન કરે છે. જ્યારે 31 ટકા પુરુષો રોજ દારૂ પીએ છે. ગત વર્ષની સરખામણીએ પણ દારૂ પીનારા પુરુષોની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે રાજ્યમાં દારૂ પીનારા પુરુષોની ટકાવારી 3.6 ટકા હતી જેમા વધારો નોંધાયો છે.

ગુજરાતમાં દારૂના વ્યસનીઓનું વધતુ પ્રમાણ જ બતાવે છે કે ગુજરાતમાં દારૂ મળી રહ્યો છે. બુટલેગરોને પણ જાણે પોલીસનો કે કાયદાનો કોઈ ડર ન હોય તેમ દારૂ વેચી રહ્યા છે. જોકે છાશવારે દારૂની ખેપના બનાવો સામે આવતા જ રહે છે.

Next Article