6 વર્ષના બાળકે માતાના આઈપેડમાંથી 16 હજાર ડોલરની એપ્સ પરચેઝ કરી નાખી, જાણો શું છે કિસ્સો

6 વર્ષના બાળકે માતાના આઈપેડમાંથી 16 હજાર ડોલરની એપ્સ પરચેઝ કરી નાખી, જાણો શું છે કિસ્સો

નાના બાળકોને સ્માર્ટફોન, આઇપેડ કે ટેબ્લેટ આપી પોતાના કામમાં વ્યસ્ત થઇ જતા વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો ન્યુયોર્કમાં સામે આવ્યો છે જ્યાં ૬ વર્ષના બાળકે માતાના આઈપેડમાંથી ભારતીય મૂલ્ય મુજબ રૂપિયા ૧૧ લાખની એપ્સ પરચેઝ કરી નાખી હતી. એપલ યુઝર જેસિકા જોહ્ન્સનને ખાતામાંથી ૧૬ હજાર ડોલરની ચુકવણીનું ઈંટીમેશન મળ્યું ત્યારે તે ચોકી ઉઠી હતી […]

Ankit Modi

| Edited By: TV9 Gujarati

Dec 15, 2020 | 2:48 PM

નાના બાળકોને સ્માર્ટફોન, આઇપેડ કે ટેબ્લેટ આપી પોતાના કામમાં વ્યસ્ત થઇ જતા વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો ન્યુયોર્કમાં સામે આવ્યો છે જ્યાં ૬ વર્ષના બાળકે માતાના આઈપેડમાંથી ભારતીય મૂલ્ય મુજબ રૂપિયા ૧૧ લાખની એપ્સ પરચેઝ કરી નાખી હતી. એપલ યુઝર જેસિકા જોહ્ન્સનને ખાતામાંથી ૧૬ હજાર ડોલરની ચુકવણીનું ઈંટીમેશન મળ્યું ત્યારે તે ચોકી ઉઠી હતી અને પ્રારંભે ફ્રોડનો શિકાર બની હોવાનું અનુમાન લગાવ્યું હતું પણ બાદમાં ખબર પડી કે તેના ૬ વર્ષના પુત્ર જ્યોર્જે એપલ એપ સ્ટોર પર એપ્લિકેશન ખરીદી હતી.

6 વર્ષના બાળકે માતાના આઈપેડમાંથી 16 હજાર ડોલરની એપ્સ પરચેઝ કરી નાખી, જાણો શું છે કિસ્સો

૮મી જુલાઈએ જેસિકાના ખાતામાં 25 વખત ડેબિટ થયું હતું. જોહ્ન્સનને શરૂઆતમાં વિચાર્યું હતું કે તેણી હેકરો દ્વારા છેતરવામાં આવી છે અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરે છે. જોકે તપાસ અધિકારીઓ દ્વારા તેને બાદમાં જાણ કરવામાં આવી હતી કે તેના ખાતામાંથી ખરીદી કરવામાં આવી છે આ કોઈ છેતરપિંડીનો બનાવ નથી.

6 વર્ષના બાળકે માતાના આઈપેડમાંથી 16 હજાર ડોલરની એપ્સ પરચેઝ કરી નાખી, જાણો શું છે કિસ્સો

પૈસા પાછા મળેવવા જેસિકાએ એપલનો સંપર્ક કર્યો પણ એપલે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો કારણ કે દાવો 60 દિવસની સમયમર્યાદા બહાર કરાયો હતો. જ્યારે જેસિકાએ તેમને કહ્યું હતું કે તેના બેંક ખાતામાં ડિફરન્સ હોવાને કારણે તેણી તેના પરિવારનું મોર્ગેજ ચૂકવી શકશે નહીં તેણીને છેલ્લી પેય ચેક માર્ચમાં મળી છે અને તેના પગારમાં ૮૦ ટકાનો ઘટાડો થયો હતો. એપલે તેને પેરેંટલ કંટ્રોલને સક્રિય નહીં કરવા બદલ સવાલ કર્યો હતો પરંતુ તેણે કહ્યું હતું કે તેની જાણકારી નથી.

6 વર્ષના બાળકે માતાના આઈપેડમાંથી 16 હજાર ડોલરની એપ્સ પરચેઝ કરી નાખી, જાણો શું છે કિસ્સો

સ્વાભાવિક છે કે, જો મને ખબર હોત કે ત્યાં એક સેટિંગ છે, તો મેં મારા 6 વર્ષના બાળકને વર્ચુઅલ ગોલ્ડ રિંગ્સ માટે આશરે 20,000 ડોલર ચલાવવાની મંજૂરી ન આપી હોત જેસિકાએ ઉમેર્યું હતું . તેણે ગેમિંગ કંપની પર બાળકોને એપ્લિકેશન પર વસ્તુઓ ખરીદવા માટે લલચાવવાનો આરોપ મૂક્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati