મિનિટોમાં ખરીદી શકશો ગોલ્ડ, ખરીદી કરવા જતા પહેલા આ વાંચી લો બેટર ઓપ્શન બની શકશે
શું તમે ધનતેરસ પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? શું તમે દરેક જ્વેલર્સ પર ભીડ જોઈ રહ્યા છો? ભીડથી બચવા માટે ઘરે બેઠા આ રીતે ખરીદો શુદ્ધ સોનું. તમે આ પ્લેટફોર્મ પરથી શુદ્ધ સોનું ખરીદી શકો છો. આ માટે તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નહીં પડે. અહીંથી તમે કિંમત અને વજન પ્રમાણે સોનું ખરીદી શકો છો.

ધનતેરસ પર સ્વાભાવિક પણ મુહૂર્ત કરવા માટે લોકો મોટી સંખ્યામાં સોનુ, ચાંદી કે પછી અન્ય કોઈ ઘરેણા ખરીદતા હોય છે. ધનતેરસના દિવસે ખરીદી કરવા જતા સમયે એક સૌથી મોટી સમસ્યા એ આવતી હોય છે કે ભીડ અને સાથે ખરીદી કરવામાં આવતા સોના ચાંદીના ઘરેણાની ગુણવત્તાની પણ સમસ્યા સતાવતી હોય છે. આ બધા વચ્ચે અમે આપને આપી રહ્યા છે ખાસ ટીપ્સ કે જે તમારી ખરીદીને બનાવી દેશે ઝડપી અને શાનદાર.
વાત હવે ગોલ્ડ ખરીદવાની છે તો જ્વેલર્સને ત્યાં જવા કરતા ઓનલાઈન ખરીદી કરી શકો છો અને આ ડિજિટલ ગોલ્ડને ખરીદવા માટે સમય પણ નથી જતો, ફિઝિકલી સોનુ ખરીદવા જતા હોવ એના કરતા આ સોનુ પેટીએમ પરથી ખરીદી શકાશે.
કઈ રીતે ખરીદી શકાશે ઓનલાઈન ગોલ્ડ
- આ માટે સૌથી પહેલા મોબાઈલમાં એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી શકો છો કે જે પ્લે સ્ટોર કે એપલ સ્ટોર પર પણ ઉપલબ્ધ છે
- એપ્લિકેશનને બેંક એકાઉન્ટ સાથે લિંક કરીને તેના પરથી શોપિંગ કરી શકશો
- હોમપેજ પર ગયા બાદ સર્ચ બારમાં ગોલ્ડ ટાઈપ કરીને સર્ચ કરો. સર્ચ રિઝલ્ટમાં આઇકોન સાથે ગોલ્ડ લખેલું દેખાશે, તેના પર ક્લિક કરો.
- ક્લિક કર્યા બાદ સોનુ ખરીદવાની કિંમત અને ગ્રામ લખાોઈને આવશે
- પીટીએમ ઓનલાઈન એપ્લિકેશનમા માધ્યમથી કેટલું સોનું જોઈએ છે તે લખશો એટલે કિંમત આવી જશે અને વજન પ્રમાણે તમે ખરીદી શકશો
- અહીં તમે વિકલ્પ પસંદ કરી શકો છો અને બધું કાળજીપૂર્વક ભરી શકો છો અને ચુકવણી કરી શકો છો.
- નોંધ: પેમેન્ટ કરતા પહેલા, તમારી પાસે પ્રોમો કોડ છે કે નહીં તે તપાસો, જો તમારી પાસે પ્રોમો કોડ છે તો તેને એપ્લાય કરી શકો છો, તમને આનાથી થોડો ફાયદો મળી શકે છે.
ડિજિટલ ગોલ્ડ ઓફરિંગ પ્લેટફોર્મ
પેટીએમ સિવાય પણ તમે ભારતમાં ડિજિટલ સોનું ખરીદવા માટે અન્ય પ્લેટફોર્મ પર પણ જઈ શકો છો. ફોન પે અને ગુગલ પે તમને ડિજિટલ સોનું ઑનલાઇન ખરીદવાની તક પણ આપે છે.