AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Bicycle Day 2023 : જાણો …વિશ્વ સાયકલ દિવસ કેમ ઉજવવામાં આવે છે, તેનું મહત્વ અને ઉદ્દેશ

World Bicycle Day 2023 : આ વર્ષે છઠ્ઠો 'વિશ્વ સાયકલ દિવસ' ઉજવવામાં આવી રહ્યો છે. ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 3 જૂન, 2018 ના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવાની સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુએનના અધિકારીઓ, ખેલાડીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

World Bicycle Day 2023 : જાણો ...વિશ્વ સાયકલ દિવસ કેમ ઉજવવામાં આવે છે, તેનું મહત્વ અને ઉદ્દેશ
World Bicycle Day 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 6:56 AM
Share

World Bicycle Day 2023 : દર વર્ષે 3 જૂને વિશ્વભરમાં વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. તેનો હેતુ સાયકલનું મહત્વ સમજાવીને સ્વાસ્થ્ય અને પર્યાવરણના ફાયદાઓ વિશે જાગૃત કરવાનો છે. સાયકલ ચલાવવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેને નિયમિત રીતે ચલાવવાથી શરીર સ્વસ્થ અને ફિટ રહે છે. લોકોમાં ઉત્સાહનો સંચાર કરે છે. જેના લીધે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ જાગૃતિ ફેલાવવા માટે 2018 માં ‘વર્લ્ડ સાયકલ ડે’ ઉજવવાનું શરૂ કર્યું.

સાયકલ દિવસની ઉજવણી પાછળનો ઇતિહાસ

આ વર્ષે છઠ્ઠો ‘વિશ્વ સાયકલ દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે. ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 3 જૂન, 2018 ના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવાની સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુએનના અધિકારીઓ, ખેલાડીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સાયકલ ચલાવવાનું મહત્વ અને તેના સ્વાસ્થ્યને થતા ફાયદાઓ પણ સમજાવવામાં આવ્યા હતા. તેની બાદ આ દિવસ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવ્યો.

વિશ્વ સાયકલ દિવસનું મહત્વ

યુનાઈટેડ નેશન્સ અનુસાર, આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ વિશ્વભરના દેશોને વિવિધ વિકાસ વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પ્રાદેશિક વિકાસ નીતિઓ અને કાર્યક્રમોમાં સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ સાથે, રાહદારીઓની સલામતી અને સાયકલ ચલાવવાની સલામતીને પણ પ્રોત્સાહન આપવાનું છે. તેમાં લોકોમાં સાયકલનો વ્યાપ વધારવા અને તેના ફાયદાઓ વિશે માહિતી આપવાનો સમાવેશ થાય છે. જેથી લોકો સાયકલ ચલાવવાને તેમના જીવનનો એક ભાગ બનાવી શકે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">