AC અને સ્લીપર કોચમાં બે તો જનરલ કોચમાં કેમ હોય છે ત્રણ દરવાજા ?

|

Jun 22, 2024 | 3:13 PM

ટ્રેનોમાં તમે જોયું હશે કે ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી અને સ્લીપરમાં કોચના આગળ અને પાછળ એમ બે દરવાજા હોય છે. જો કે, મુસાફરો હંમેશા પ્લેટફોર્મની બાજુના દરવાજાનો ઉપયોગ કરે છે. પરંતુ જનરલ કોચમાં ત્રણ દરવાજા હોય છે. આની પાછળનું કારણ શું છે તે આ લેખમાં જાણીશું.

AC અને સ્લીપર કોચમાં બે તો જનરલ કોચમાં કેમ હોય છે ત્રણ દરવાજા ?
Train

Follow us on

ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. ભારતીય રેલવે મારફતે દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમે જોયું હશે કે ટ્રેનના કોચ અલગ-અલગ ક્લાસના હોય છે. જેમ કે ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હોય છે. તમે જોયું હશે કે તમામ કોચમાં 2 દરવાજા હોય છે, પરંતુ જનરલ કોચમાં કુલ 3 દરવાજા હોય છે. આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીશું.

ટ્રેનનો કોચ

ભારતમાં દરરોજ લાખો લોકો ભારતીય રેલવે મારફતે મુસાફરી કરે છે. પરંતુ જ્યારે કોઈપણ મુસાફરને ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી કે સ્લીપર ક્લાસમાં મુસાફરી કરવી હોય તો તે પેસેન્જર સૌથી પહેલા ટિકિટ રિઝર્વેશન કરાવે છે. કારણ કે આ ક્લાસમાં ટિકિટ રિઝર્વેશન વગર સીટો મળતી નથી. પરંતુ જનરલ કોચમાં મુસાફરી કરવા માટે માત્ર ટિકિટની જરૂર હોય છે, રિઝર્વેશન જરૂરી નથી. સરળ ભાષામાં સમજીએ કે જનરલ કોચમાં સીટ મેળવવા માટે વહેલા તે પહેલાની ફોર્મુલા કામ કરે છે. કારણ કે આમાં કોઈ સીટ રિઝર્વેશન કરતું નથી.

ભારતીય ટ્રેન

દેશમાં આવી ઘણી ટ્રેનો દોડી રહી છે, જેમાં તમામ કોચ એસી છે. આ ટ્રેનોમાં કોઈ પણ વ્યક્તિ રિઝર્વેશન વગર મુસાફરી કરી શકતો નથી. પરંતુ સામાન્ય એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોમાં જનરલ કોચ હોય છે. તમે જોયું હશે કે ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી અને સ્લીપરમાં કોચના આગળ અને પાછળ એમ બે દરવાજા હોય છે. જો કે, મુસાફરો હંમેશા પ્લેટફોર્મની બાજુના દરવાજાનો ઉપયોગ કરે છે. પરંતુ જનરલ કોચમાં ત્રણ દરવાજા હોય છે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

જનરલ કોચ

જનરલ કોચમાં ત્રણ દરવાજા હોય છે. તેની પાછળનું કારણ એ છે કે સ્લીપર અને એસી કોચમાં સીટો રિઝર્વ હોય છે. આમાં મુસાફરોની સંખ્યા મર્યાદિત હોય છે. તેથી ટ્રેનમાં ચડવા અને ઉતરવા માટે બે દરવાજા આપવામાં આવ્યા છે. પરંતુ જનરલ કોચમાં સીટો રિઝર્વ હોતી નથી. એટલે મુસાફરોની સંખ્યા નક્કી હોતી નથી. તેથી મુસાફરોની સુવિધા માટે તેમાં ત્રણ ગેટ આપવામાં આવ્યા છે. આ ડિઝાઇન મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવી છે. કારણ કે તમે ઘણી વખત જોયું હશે કે અનરિઝર્વ્ડ કોચમાં ઘણી ભીડ હોય છે, આવી સ્થિતિમાં જ્યારે ત્રણ કોચ હોય તો મુસાફરોને ટ્રેનમાં ઉતરવા અને ચડવા માટે સરળતા રહે છે.

Next Article