ભારતમાં વાહનોનું સ્ટીયરિંગ જમણી બાજુએ જ કેમ છે ? જાણો કારણ
બ્રિટન અને ભારત સહિત અન્ય ઘણા દેશોમાં કારનું સ્ટિયરિંગ જમણી બાજુ આપવામાં આવે છે. જ્યારે અમેરિકા, ફ્રાન્સ અને હોલેન્ડ જેવા કેટલાક દેશોમાં કારનું સ્ટીયરિંગ ડાબી બાજુ આપવામાં આવે છે. વાહનોમાં આ તફાવત જોઈને એવું લાગે છે કે આની પાછળ ટ્રાફિકનો નિયમ છે કે પછી કોઈ અન્ય કારણ છે.

વિશ્વના વિવિધ દેશોમાં તેમના ટ્રાફિક નિયમો અનુસાર કારનું સ્ટિયરિંગ જમણી અને ડાબી બાજુ આપવામાં આવે છે. બ્રિટન અને ભારત સહિત અન્ય ઘણા દેશોમાં કારનું સ્ટિયરિંગ જમણી બાજુ આપવામાં આવે છે. જ્યારે અમેરિકા, ફ્રાન્સ અને હોલેન્ડ જેવા કેટલાક દેશોમાં કારનું સ્ટીયરિંગ ડાબી બાજુ આપવામાં આવે છે. વાહનોમાં આ તફાવત જોઈને એવું લાગે છે કે આની પાછળ ટ્રાફિકનો નિયમ છે કે પછી કોઈ અન્ય કારણ છે. જેના કારણે વિવિધ દેશોમાં સ્ટિયરિંગ ડાબી અને જમણી બાજુએ હોય છે.
રસ્તા પર વાહન ચલાવવાના નિયમો અલગ-અલગ દેશોમાં અલગ-અલગ છે. ભારત અને બ્રિટનમાં રસ્તાની ડાબી બાજુએ લોકો ડ્રાઇવ કરે છે. તેથી અહીં વાહનોનું સ્ટીયરીંગ જમણી બાજુએ છે. તેવી જ રીતે અમેરિકા સહિતના દેશોમાં રસ્તાની જમણી બાજુએ વાહન ચલાવવાનો ટ્રેન્ડ છે, તેથી સ્ટિયરિંગ ડાબી બાજુ આપવામાં આવે છે.
ભારત અને અમેરિકા વચ્ચે કેમ તફાવત?
ભારત અને અમેરિકામાં રસ્તાની સાઈડને લઈને તફાવત છે, કારણ કે ભારત સેંકડો વર્ષો સુધી બ્રિટિશ શાસન હેઠળ હતું, જેના કારણે ભારતમાં ટ્રાફિક નિયમો બ્રિટનની જેમ જ લાગુ કરવામાં આવ્યા હતા. આ કારણોસર ભારતમાં વાહન ડાબી બાજુ ચલાવાય છે અને કારનું સ્ટીયરિંગ જમણી બાજુ આપવામાં આવે છે. અમેરિકામાં 18મી સદીથી ગાડીઓ જમણી બાજુએ ચાલવાની પરંપરા હતી, તેથી વાહનોનું સ્ટિયરિંગ ડાબી બાજુએ રાખવાનું શરૂ થયું.
ભારતમાં ડાબી બાજુએ વાહન ચલાવવા પાછળ છે રસપ્રદ કહાની
પ્રાચીન સમયમાં લોકો રક્ષણ માટે તલવારો સાથે રાખતા હતા. મોટાભાગના તલવારબાજો તેમના જમણા હાથથી તલવારનો ઉપયોગ કરતા હતા. અને તેથી જ જ્યારે તે પોતાના ઘોડા સાથે રસ્તા પર નીકળતા ત્યારે તે રસ્તાની ડાબી બાજુએ ચાલતા હતા. જેથી આગળથી આવનાર વ્યક્તિએ તેમની જમણી બાજુથી જ પસાર થવું પડે. જો તે દુશ્મન નીકળે તો તેના પર સરળતાથી હુમલો કરી શકાય
સમગ્ર દેશમાં ટ્રાફિકના નિયમો સમાન છે
ટ્રાફિકને નિયંત્રિત કરવા અને વાહન રસ્તા પર ચલાવવા માટે સમગ્ર દેશમાં એકસમાન નિયમોનું પાલન કરવામાં આવે છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે દેશની અંદર ઘણા રાજ્યો છે અને લોકોને કામ માટે અલગ-અલગ રાજ્યોમાં જવું પડે છે. જો નિયમો અલગ હોય તો ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય રહે છે. આ કારણોસર દેશના વિવિધ ભાગોમાં ટ્રાફિક દંડ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ રસ્તા પર વાહન ચલાવવાના નિયમો સમાન છે.
