AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડિલિવરી બોક્સ કે બેગ બ્રાઉન રંગના જ કેમ હોય છે ? જાણો તેની પાછળનું રહસ્ય

આજકાલ ઓનલાઈન શોપિંગનો જમાનો છે. લોકો ઘરે બેસીને તેઓની જરૂરિયાતની વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરે છે, જે કુરિયર દ્વારા તેમના ઘરે આવે છે. ત્યારે શું તમારા ધ્યાનમાં ક્યારેય એવું આવ્યું છે કે ડિલિવરી બોક્સ કે બેગ બ્રાઉન રંગના જ કેમ હોય છે, આ લેખમાં તેના વિશે જાણીશું.

ડિલિવરી બોક્સ કે બેગ બ્રાઉન રંગના જ કેમ હોય છે ? જાણો તેની પાછળનું રહસ્ય
Delivery Box
| Updated on: May 27, 2024 | 12:55 PM
Share

સમય બદલાઈ રહ્યો છે અને તેની સાથે લોકોની જીવનશૈલી પણ બદલાઈ રહી છે. તેમની ખાવાની આદતો બદલાઈ રહી છે, તેમની કામ કરવાની રીત પણ બદલાઈ રહી છે, ઉદાહરણ તરીકે પહેલા લોકોને કામ કરવા માટે ઓફિસ જવું પડતું હતું, પરંતુ હવે ઘણા લોકો ઘરેથી કામ કરી રહ્યા છે, તેવી જ રીતે લોકોની ખરીદી કરવાની રીત પણ બદલાઈ રહી છે.

હવે લોકોને બજારમાં જઈને દુકાનો પર ખરીદી કરવામાં રસ રહ્યો નથી. આજકાલ ઓનલાઈન શોપિંગનો જમાનો છે. લોકો ઘરે બેસીને તેઓની જરૂરિયાતની વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરે છે, જે કુરિયર દ્વારા તેમના ઘરે આવે છે. ઓનલાઈન શોપિંગ લોકોને આકર્ષે છે કારણ કે ગ્રાહકોને કોઈ વસ્તુ ખરીદવા માટે બજારમાં જવું પડતું નથી અને તેઓને તેમની મનપસંદ ઓર્ડર કરેલી વસ્તુઓ ઘરે બેઠા જ મળી જાય છે.

ડિલિવરી બોક્સ કે બેગ બ્રાઉન કલરના હોય છે

તમે ઓનલાઈન શોપિંગ કરી હશે, પરંતુ શું તમે ક્યારેય તમારા ઘરે કુરીયર કરાયેલા પાર્સલને ધ્યાનથી જોયું છે ? જો તમે જોયું હશે તો તમારા મનમાં સવાલ આવ્યો હશે કે કુરિયર બ્રાઉન રંગના બોક્સમાં જ કેમ આવે છે. શા માટે આ બોક્સ હંમેશા બ્રાઉન  રંગના જ હોય છે ? જો તમે નથી જાણતા તો આજે અમે તમને જણાવીશું કે આવું કેમ હોય છે, તેની પાછળ એક મહત્વનું કારણ પણ છે.

ડિલિવરી બોક્સ શેમાંથી બને છે ?

ડિલિવરી બોક્સ જેમાં પાર્સલ આપણા સુધી પહોંચે છે તે કોર્પોટના બનેલા હોય છે. તમને જણાવી દઈએ કે કોર્પોટ સંપૂર્ણપણે કાગળથી બનેલું હોય છે. તમે કદાચ જાણતા હશો કે નેચરલ કાગળને બ્લીચ કરવામાં આવતા નથી, જેના કારણે તે બ્રાઉન રંગના હોય છે. તો હવે તમે સમજી જ ગયા હશો કે કુરિયરમાં આવતા ડિલિવરી બોક્સ શા માટે બ્રાઉન રંગના હોય છે.

તમને જણાવી દઈએ કે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ પણ આ બોક્સનો ઉપયોગ ઓનલાઈન બુકિંગ અને સામાનની ડિલિવરી માટે કરે છે. કારણ કે કોઈ પણ ગ્રાહક કુરિયર માટે ઉપયોગમાં લેવાતા કાર્પેટ બોક્સ માટે વધારાના પૈસા ચૂકવતા નથી, તેથી કુરિયરમાં આવતા બોક્સ હંમેશા બ્રાઉન રંગના હોય છે.

આ પણ વાંચો આ છે દુનિયાની સૌથી નાની કાર, કિંમત જાણીને ચોંકી જશો

Follow Us
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
g clip-path="url(#clip0_868_265)">