ભારતમાંથી કેમ લુપ્ત થયા ચિત્તા ? દેશના છેલ્લા ચિત્તાનો શિકાર કોણે કર્યો? જાણો સંપૂર્ણ માહિતી વિગતવાર

શું ભારતમાં ચિત્તા (Cheetah In India) ન હતા. આ બધા વચ્ચે સવાલ એ પણ થાય કે 7 દશક પહેલા ચિત્તા કેમ લુપ્ત થયા ? આઝાદી પછી ભારતમાંથી ચિત્તા કેવી રીતે ઓછા થતા ગયા ? આ બધા સવાલોના જવાબ જાણો આ અહેવાલમાં.

ભારતમાંથી કેમ લુપ્ત થયા ચિત્તા ? દેશના છેલ્લા ચિત્તાનો શિકાર કોણે કર્યો? જાણો સંપૂર્ણ માહિતી વિગતવાર
Knowledge news
Image Credit source: TV9 gfx
| Edited By: | Updated on: Sep 18, 2022 | 5:11 PM

Knowledge : ભારતમાં 7 દશક બાદ ચિત્તાની ત્રાડ સંભળાશે. આ ઐતિહાસિક ઘટના કાલે મધ્યપ્રદેશના કૂના નેશનલ પાર્કમાં બનશે. તેના માટે કૂનો નેશનલ પાર્કમાં ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કાલથી ચિત્તા કૂના નેશનલ પાર્કની શાન બનશે.વર્ષો બાદ ભારતના લોકો ચિત્તાને ભારતની ધરતી પર જોશે. લોકોને સવાલ થઈ રહ્યા છે કે ખરેખર ભારતમાં ચિત્તા (Cheetah In India) ન હતા ? તો હમણા સુધી આપણે ભારતમાં ચિત્તા જેવા ક્યાં પ્રાણીને જોતા હતા? આ બધા વચ્ચે સવાલ એ પણ થાય કે 7 દશક પહેલા ચિત્તા કેમ લુપ્ત થયા ? આઝાદી પછી ભારતમાંથી ચિત્તા કેવી રીતે ઓછા થતા ગયા ? આ બધા સવાલોના જવાબ જાણો આ અહેવાલમાં.

બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયચીના જર્નલ મુજબ, ભારતમાં પહેલેથી ચિત્તાઓ દેખાતા રહ્યા છે. પરંતુ ધીરે ધીરે લુપ્ત થઇ ગયા. તમને જાણીને નવાઇ લાગશે કે ભારતમાં જ્યારે માત્ર એક છેલ્લો ચિત્તો વધ્યો હતો ત્યારે પણ એક મહારાજાએ તેનો શિકાર કરી દીધો હતો.

આ વર્ષમાં દેખાયો છેલ્લો ચિત્તો

ભારતમાં છેલ્લો ચિત્તો વર્ષ 1948માં છત્તીસગઢ રાજ્યમાં દેખાયો હતો.સરકારે ચિત્તાની શોધ કરી આપનાર માટે 5 લાખનું ઇનામ પણ જાહેર કર્યું હતું. પરંતુ કોઇને ચિત્તા દેખાયાો નહોતા.કહેવાય છે કે મુગલ રાજા અકબરે તેના શાસન કાળમાં લગભગ 1000 ચિત્તા સાચવી રાખ્યા હતા.એ સમયે દેશમાં ચિત્તાઓની સંખ્યા ખુબ જ વધારે હતી. એવા અનેક ઐતિહાસિક પુરાવા છે જેનાથી જાણી શકાય છે તે આઝાદી પહેલા મુઘલ કાળમાં આઝાદી પહેલા સુધી કેટલાક નવાબો અને રાજા મહારાજ ચિત્તા પાળવાનો ખતરનાક શોખ ધરાવતા હતા. ચિત્તાઓને સાંકળોથી બાંધીને રખાતા. ઘણીવાર નવાબો તેમના વિરોધી અને દુશ્મનોને સજા આપવા તેમને ચિત્તાઓ સામે જીવતા નાંખી દેતા.

જાણકારી મુજબ ભારતમાં આઝાદી બાદ 1947માં છેલ્લા 3 એશિયાઇ ચિત્તા બચ્યા હતા. છત્તીસગઢમાં કોરિયાના મહારાજા રમાનુજ પ્રતાપ સિંહ દેવે 1947માં ત્રણ ચિત્તાઓનો શિકાર કર્યો હતો.

આ પહેલા પણ થયા હતા ચિત્તાને પાછા લાવવાના પ્રયાસ

ચિત્તાઓને ફરથી દેશમાં લાવવા માટે લાંબા સમયથી પ્રોજક્ટ ચાલી રહ્યો છે. આ પ્રયાસ 70 વર્ષ બાદ હવે સફળ થયો છે. જે દેશ માટે પણ ગર્વની વાત છે. વર્ષ 1970ના દશકમાં પણ ઇરાનથી ચિત્તા ભારત લાવવાના પ્રયાસ થયા હતા પરંતુ એ સફળ ના થઇ શક્યા.વર્ષ 2009માં ચિત્તાઓના પુનર્વસન માટે કેંદ્ર અને રાજ્ય સરકાર સાથે આંતરરાષ્ટ્રિય ચિત્તા નિષ્ણાતોની ચર્ચા થઇ.વર્ષ 2010માં વાઇલ્ડ લાઇફ ઇંસ્ટીટ્યૂટે ભારતમાં ચિત્તાના ફરી વસવાટ માટે અનેક ક્ષેત્રોનું સર્વેક્ષણ કર્યું. 2019માં સુપ્રીમ કોર્ટે ચિત્તાને ભારત લાવવાની પરવાનગી આપી. સાથે જ કોર્ટે રાષ્ટ્રિય વાઘ સંરક્ષણ પ્રાધિકરણને ચિત્તાઓ માટે યોગ્ય સ્થળ શોધવાનો આદેશ આપ્યો. જેના કારણે 17 સપ્ટેમ્બરે ચિત્તા 7 દશક બાદ ભારતમાં દેખાશે.

ચિત્તા, દીપડા અને જેગુઆર વચ્ચેનો તફાવત

 

 

ઘણા લોકોને એ વાત પર વિશ્વાસ નથી થતો કે ભારતમાં 7 દશકથી ચિત્તા નથી. પણ તમે જે ચિત્તા જેવા પ્રાણીને જોયા છે તે જેગુઆર કે દીપડા હોય છે. તેમની શરીરની બનાવટ અને તેના ટપકાને આધારે તે તમામ એક બીજાથી અલગ પડે છે. આ ગ્રાફિક્સના આધારે તમે તેમને વધારે સારી રીતે જાણી શકશો.

Published On - 11:20 pm, Fri, 16 September 22