વરસાદની ઋતુમાં દેખાતા વાદળો કાળા કેમ હોય છે? શું છે આની પાછળનું વૈજ્ઞાનિક કારણ

|

May 15, 2023 | 2:07 PM

વરસાદની ઋતુમાં વાદળ કાળા જ કેમ હોય છે તે પાછળ એક વૈજ્ઞાનિક કારણ રહેલું છે. ખરેખર જો વાત કરવામાં આવે તો જ્યારે બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે ત્યારે પાણીનું બાષ્પીભવન થઈ અને તે એવા વાદળો બનાવે છે

વરસાદની ઋતુમાં દેખાતા વાદળો કાળા કેમ હોય છે? શું છે આની પાછળનું વૈજ્ઞાનિક કારણ

Follow us on

સફેદ વાદળોમાં કાળા વાદળો કરતાં ઓછું પાણી હોય છે. જ્યારે તમે આકાશમાં સફેદ વાદળો જુઓ છો, ત્યારે આ દ્રશ્ય ખૂબ જ આનંદમય અને આકર્ષક હોય છે.આકાશમાં જ્યારે વાદળો દેખાય છે ત્યારે તે ખૂબ જ સુંદર દેખાતું હોય છે, પણ શું તમે ક્યારેય વિચાર કર્યું છે કે બીજી સિઝનમાં અને વરસાદની સિઝનમાં વાદળોનો કલર કેમ બદલાઈ જતો હોય છે. જ્યારે તમે દરરોજ આ વાદળો જુઓ છો તો તે સફેદ હોય છે, પરંતુ જેમ જ વરસાદની મોસમ આવે છે અને તે સમયે આકાશમાં રહેલા એ વાદળોનો કલર કાળો થઈ જતો હોય છે, એટલે કે કાળા વાદળો આખા આકાશમાં છવાઈ જતાં હોય છે,

તો હવે સવાલ એ થાય છે કે આ પાછળનું કારણ શું છે. આમ સામાન્ય રીતે વરસાદ વગરના વાદળો સફેદ અને વરસાદ સાથેના વાદળો કાળા કેમ દેખાય છે? તો ચાલો આજે આ પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજીએ.

આ પણ વાંચો : MS Dhoni, IPL 2023: ધોનીએ ચેન્નાઈથી લીધી ‘વિદાય’? દિલ્હીમાં થશે પરત ફરવાનો નિર્ણય! જાણો CSKનુ પ્લેઓફ સમીકરણKnoledge

51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો
Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર

વરસાદી વાદળો કાળા કેમ હોય છે?

વરસાદી વાદળ કાળા જ કેમ હોય છે તે પાછળ એક વૈજ્ઞાનિક કારણ રહેલું છે. ખરેખર જો વાત કરવામાં આવે તો જ્યારે બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે ત્યારે પાણીનું બાષ્પીભવન થઈ અને તે એવા વાદળો બનાવે છે જેમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, અને તેના કારણે આ વાદળોની ઘનતા પણ ઘણી વધારે હોય છે. જેના કારણે સૂર્યપ્રકાશ વાદળોમાંથી પસાર થઈ શકતો નથી. આ જ કારણ છે કે આપણે નીચેથી વરસાદી વાદળો કાળા દેખાય છે.

સફેદ વાદળોમાં કેટલું પાણી છે?

સફેદ વાદળોમાં કાળા વાદળો કરતાં ઓછું પાણી હોય છે. જ્યારે તમે આકાશમાં સફેદ વાદળો જુઓ છો, ત્યારે આ દ્રશ્ય ખૂબ જ આકર્ષક હોય છે. પણ ખરેખર આ સફેદ વાદળો પાછળની વાર્તા એ છે કે જ્યારે વાદળોમાં હાજર પાણીના નાના ટીપા સૂર્યના પ્રકાશને પ્રતિબિંબિત કરે છે, ત્યારે વાદળો સાત રંગોમાંથી સફેદ રંગને શોષી લે છે. જેના કારણે આપણને વાદળો સફેદ દેખાય છે.

હવે સમજો કે વાદળો કેવી રીતે બને છે?

તમે તમારી શાળાના વિજ્ઞાન પુસ્તકમાં વાદળો કેવી રીતે રચાય છે તે વિશે વાંચ્યું હશે. જો તમે વાંચ્યું ન હોય તો અમે તમને જણાવીશું કે વાદળો કેવી રીતે બને છે. વાસ્તવમાં, તાપમાન અને પાણીની વરાળ વાદળોની રચનાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વધતા તાપમાનને કારણે, જ્યારે પાણીની વરાળ પૃથ્વીની ઉપર વધે છે અને ત્યાં ગયા પછી તે ઠંડુ થાય છે, પછી ઠંડીને કારણે ઘનીકરણની પ્રક્રિયા શરૂ થાય છે. એટલે કે આના દ્વારા વરાળ પાણીના ટીપામાં બદલાય છે અને આ પાણીના ટીપાઓમાંથી વાદળો બને છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 1:08 pm, Mon, 15 May 23

Next Article