આ છે ટ્રેનનો સૌથી સુરક્ષિત કોચ, જો તમારી સીટ આ કોચમાં હશે તો અકસ્માત સમયે રહેશો સુરક્ષિત

|

Jun 17, 2024 | 2:58 PM

પશ્ચિમ બંગાળના રંગપાની સ્ટેશન પાસે સોમવારે સવારે કંચનજંગા ટ્રેનને એક માલગાડીએ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. જ્યારે 50 ઘાયલ થયા છે. દેશમાં આવી અવારનવાર દુર્ઘટનાઓ થતી રહે છે. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે સૌથી રક્ષિત કોચ કયો છે ?

આ છે ટ્રેનનો સૌથી સુરક્ષિત કોચ, જો તમારી સીટ આ કોચમાં હશે તો અકસ્માત સમયે રહેશો સુરક્ષિત
Train

Follow us on

દેશમાં અવારનવાર ટ્રેન દુર્ઘટનાઓ થતી રહે છે, આવી સ્થિતિમાં ટ્રેનમાં પ્રવાસ કરતા લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે ટ્રેનનો સૌથી સુરક્ષિત કોચ કયો હોય છે. જ્યારે પણ ટ્રેન દુર્ઘટના થાય છે ત્યારે મુસાફરોને બચવાની શક્યતા ઓછી હોય છે. જો કે, ટ્રેનમાં કેટલાક કોચ છે, જેમાં બેઠેલા મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી શકે છે. આ કોચને અકસ્માતમાં ઓછું નુકસાન થાય છે. તો ચાલો જાણીએ આ કયા કોચ છે.

ટ્રેનમાં કયા પ્રકારના કોચ છે ?

ભારતમાં દોડતી મોટાભાગની ટ્રેનોમાં આગળનો પહેલો પેસેન્જર કોચ A1 હોય છે. ત્યાર બાદ B1, B2, B3 અને પછી B4 આવે છે. આમાંના મોટાભાગના AC3 કોચ હોય છે. જે ટ્રેનોમાં પેન્ટ્રી કાર હોય છે, તેમાં પેન્ટ્રી કારનો કોચ B4 પછી આવે છે. આ પછી S1, S2, S3 આવે છે. આ સ્લીપર ક્લાસ કોચ છે. આ પછી, જનરલ કોચના ડબ્બાઓ જોડવામાં આવે છે.

આ છે ટ્રેનનો સૌથી સુરક્ષિત કોચ

તમને લાગતું હશે કે ભારતીય ટ્રેનોમાં સૌથી સુરક્ષિત કોચ S1 હશે. પરંતુ એવું નથી. નિષ્ણાતો માને છે કે ટ્રેનમાં સૌથી સુરક્ષિત કોચ વચ્ચેનો કોચ હોય છે. ઉપર દર્શાવેલ ક્રમ મુજબ ભારતીય ટ્રેનોમાં કોચ B4 સૌથી સુરક્ષિત ગણવામાં આવે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે અકસ્માત દરમિયાન સાઈડ કોચ પર સૌથી વધુ જોખમ રહેલું છે. જો કે, ઘણી ટ્રેનોમાં આ ક્રમ બદલવામાં આવે છે. તેથી ટિકિટ બુક કરતી વખતે મધ્ય કોચ કયો છે તે જાણી લેવું જરૂરી છે અને પછી તે ટ્રેનમાં તમારી ટિકિટ બુક કરો.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

ટ્રેનમાં સૌથી સુરક્ષિત સીટ કઈ છે

સૌથી સુરક્ષિત કોચ પછી ટ્રેનમાં સૌથી સુરક્ષિત સીટ આવે છે. એક અહેવાલ અનુસાર, 1970માં ફેડરલ રેલવે સેફ્ટી એક્ટના લેખક લેરી માન કહે છે કે કોઈપણ ટ્રેનના કોચમાં સૌથી સુરક્ષિત સીટ વચ્ચેની સીટ હોય છે. એટલે કે, જો એક કોચમાં 72 સીટ હોય તો સૌથી સુરક્ષિત સીટ 32 થી 35 વચ્ચે ગણવામાં આવે છે.

ટ્રેનના આ કોચમાં થાય છે સૌથી વધુ નુકશાન

ટ્રેન દુર્ઘટના દરમિયાન જનરલ કોચને સૌથી વધુ નુકસાન થાય છે કારણ કે તે એન્જિનની સૌથી નજીક અને પાછળ હોય છે. આગળ કે પાછળથી અથડાવાના કિસ્સામાં આ કોચ સૌથી પહેલા અથડાય છે. આ સિવાય જનરલ કોચમાં જગ્યા કરતા અનેક ગણા વધારે મુસાફરો હોય છે જેના કારણે આ કોચમાં જાન-માલનું નુકસાન પણ વધુ થાય છે.

Next Article