Window AC ખરીદવું કે Split ? જાણો કયા ACમાં આવશે વધુ બિલ
ઘરોમાં બે પ્રકારના એસીનો ઉપયોગ થાય છે. વિન્ડો એસી અને સ્પ્લિટ એસી. ઘણા લોકો માને છે કે વિન્ડો એસીનું બિલ સ્પ્લિટ એસી કરતા વધારે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કયું AC ખરીદવું ફાયદાકારક છે અને કયા ACમાં વીજ બિલ ઓછું આવે છે.
સામાન્ય રીતે લોકોમાં એ વાતને લઈને મૂંઝવણ હોય છે કે Window AC ખરીદવું કે પછી Split ખરીદવું જોઈએ. જો તમારા મનમાં પણ આ અંગે મુંઝવણ છે તો એ જાણવું જરૂરી છે કે કયું AC તમારા માટે શ્રેષ્ઠ રહેશે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કયું AC ખરીદવું ફાયદાકારક છે અને કયા ACમાં વીજ બિલ ઓછું આવે છે.
Window AC ખરીદવું કે Split
જો તમારો રૂમ નાનો છે અને બજેટ ઓછું છે તો છે. તો પછી તમે વિન્ડો એસી ઇન્સ્ટોલ કરી શકો છો. કારણ કે તે તમારા રૂમમાં જગ્યા લેશે નહીં અને વિન્ડો એસી નાના રૂમ માટે પૂરતી માત્રામાં ઠંડક આપે છે. તેમજ તેની કિંમત સ્પ્લિટ AC કરતા ઓછી છે. આ ઉપરાંત વિન્ડો ACનો મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછો આવે છે.
જો તમારો રૂમ મોટો છે અને તમારું બજેટ પણ સારું છે. તો પછી તમે સ્પ્લિટ એસી લઈ શકો છો. તે થોડું મોંઘું પડશે, પરંતુ તમારી વીજળી બચાવશે અને સારી ઠંડક પણ આપશે. સ્પ્લિટ એસી વિન્ડો એસી કરતા ઓછું લાઉડ હોય છે. તેનું કારણ એ છે કે સ્પ્લિટ એસીમાં બહારનું યુનિટ વધુ અવાજ ઉત્પન્ન કરે છે. સ્પ્લિટ એસી ઓછી વીજળી સાથે વધુ ઠંડક આપે છે.
કયા ACનું બિલ વધારે આવે છે ?
જો વિન્ડો એસી અને સ્પ્લિટ એસીના બિલ વિશે વાત કરીએ તો વિન્ડો એસીનું બિલ વધારે આવે છે. જ્યારે તમે વિન્ડો એસી ખરીદો ત્યારે તમને તે સસ્તું લાગી શકે છે, પરંતુ જ્યારે તમે તેનો ઉપયોગ કરો છો, ત્યારે તેનું બિલ વધી જાય છે. વિન્ડો એસી સામાન્ય રીતે પ્રતિ કલાક 900 થી 1440 વોટ વીજળી વાપરે છે. ACનું તાપમાન ઓછું રાખવા માટે, તેના કોમ્પ્રેસરને ઠંડક આપવા માટે વધુ પ્રેસર આપવું પડે છે. જેના કારણે બિલ વધારે આવે છે.