Traffic light : ટ્રાફિક લાઇટની શોધ ક્યારે થઈ હતી ? શું હવે ડ્રાઈવર વિનાની કાર સિગ્નલ ઓળખી શકશે?
Knowledge : દરેક વ્યક્તિએ રસ્તા પર ડ્રાઈવિંગ કરતી વખતે ટ્રાફિક લાઇટ સિગ્નલનું પાલન કરવું પડશે. પરંતુ શું તમે જાણો છો કે ટ્રાફિક લાઇટની શોધ સૌપ્રથમ ક્યારે અને ક્યાં થઈ હતી? જાણો કેવી રીતે આવ્યો આ વિચાર.

Traffic signal light : જ્યારે પણ તમે વિશ્વમાં ક્યાંય પણ રસ્તાઓ પર વાહન ચલાવો છો, ત્યારે તમારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. પહેલો નિયમ એ છે કે કારમાં બેસતી વખતે તમારી સુરક્ષા માટે સીટ બેલ્ટ પહેરો અને રસ્તા પર ચાલતી વખતે અન્યની સુરક્ષા માટે ટ્રાફિક લાઇટના નિયમોનું પાલન કરો. પરંતુ શું તમે જાણો છો કે ટ્રાફિક લાઇટની શોધ કોણે કરી હતી? આજે અમે તમને જણાવીશું કે ટ્રાફિક લાઇટની શોધ ક્યારે અને કેવી રીતે થઈ હતી.
ટ્રાફિક લાઇટની શોધ?
સવાલ એ છે કે ટ્રાફિક લાઇટની જરૂરિયાત ક્યારે અને કયા સમયે પડી? માહિતી અનુસાર 1868ના સમયે લંડનમાં ઘોડા, ગધેડા અને ગાડીઓ દોડતી હતી. જેના કારણે રસ્તાઓ આ સવારોથી ભરાઈ ગયા હતા. આ દરમિયાન રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન સૌથી વધુ ભીડ પાર્લામેન્ટ સ્ક્વેર પર હતી. જેના કારણે અવાર-નવાર ત્યાં ઘોડાઓની ટક્કરથી કોઈને ઈજા થઈ હતી. આ દરમિયાન ટ્રાફિકને નિયંત્રિત કરી શકે તેટલા પોલીસકર્મીઓ ન હતા. આ સમસ્યાનો સામનો કરવા માટે ટ્રાફિક સિગ્નલ લગાવવાનો વિચાર આવ્યો.
વિશ્વની પ્રથમ ટ્રાફિક લાઇટ
આ પછી 10 ડિસેમ્બર 1868 ના રોજ લંડનમાં સંસદ સ્ક્વેર પર પ્રથમ વખત ટ્રાફિક સિગ્નલ સ્થાપિત કરવામાં આવ્યું. પણ આ સિગ્નલ આજના સિગ્નલથી ઘણું અલગ હતું. તે સમયના ટ્રાફિક સિગ્નલોને રેલવે સિગ્નલ સિસ્ટમ દ્વારા મેન્યુઅલી ચલાવવા પડતા હતા. જેના માટે થાંભલા જેવી પાઇપમાં લાલ અને લીલી એમ બે પ્રકારની લાઇટ લગાવવામાં આવી હતી. આ લાઈટ ગેસ પર ચાલતી હતી.
એક પોલીસકર્મી તેમાં પાઇપ વડે ગેસ ભરતો હતો અને પછી તેને ઓપરેટ કરતો હતો. જો કે ગેસ ટ્રાફિક લાઇટ પણ ખૂબ જોખમી હતી. થોડીવાર ચાલ્યા પછી એક વિસ્ફોટ થયો, જેમાં ઓપરેટર ગંભીર રીતે ઈજાગ્સ્ત થયો હતો. આ પછી આગામી 50 વર્ષ માટે ટ્રાફિક સિગ્નલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ફરી શરૂ કર્યું
આ પછી વર્ષ 1929 માં બ્રિટનમાં ફરીથી ટ્રાફિક સિગ્નલ શરૂ થયા. પરંતુ આ પહેલા વર્ષ 1921માં અમેરિકાના ડેટ્રોઈટમાં પોલીસ ઓફિસર વિલિયમ પોટે ત્રણ સેક્શનવાળા ટ્રાફિક સિગ્નલની શરૂઆત કરી હતી. વર્ષ 1923માં આફ્રિકન-અમેરિકન વૈજ્ઞાનિક ગેરેટ મોર્ગને ઇલેક્ટ્રિક ટ્રાફિક સિગ્નલની શોધ કરી હતી. આ પછી તેણે જનરલ ઇલેક્ટ્રિકને તેની શોધ $40,000માં વેચી દીધી. પછી થયું એવું કે ધીમે-ધીમે વિશ્વના અન્ય દેશોમાં ટ્રાફિક સિગ્નલ લગાવવાનું શરૂ થઈ ગયું.
પીળી લાઈટ ક્યારે આવી?
તમને જણાવી દઈએ કે શરૂઆતમાં ટ્રાફિક સિગ્નલ પર પીળી લાઇટ નહોતી. એ સિગ્નલોમાં માત્ર લાલ અને લીલી લાઈટો હતી. જ્યારે વિલિયમ પોટ 1921માં ત્રણ રંગના સિગ્નલ સાથે લઈને આવ્યા હતા. ત્યારે તેણે તેમાં પીળો રંગ ઉમેર્યો. જે એક રીતે એલર્ટનું સૂચક હતું. જેના કારણે ડ્રાઈવર વાહન સ્ટાર્ટ કરીને તૈયાર થઈ જતો હતો.
ડ્રાઇવર વિનાના વાહનો કયા સિગ્નલો ઓળખશે?
ટેક્નોલોજીના વિકાસ સાથે ડ્રાઇવર વિનાના વાહનો હવે વિશ્વમાં દેખાવા લાગ્યા છે. પરંતુ પ્રશ્ન એ છે કે જે રીતે વ્યક્તિ લાગણીઓને સમજીને વાહનો રોકે છે અને કોઈને ઈમરજન્સીમાં મદદ કરે છે. શું ડ્રાઈવર વિનાના વાહનો આ કરી શકશે? નિષ્ણાતોના મતે ડ્રાઈવર વિનાના વાહનો પોતાના સોફ્ટવેર અને સિસ્ટમ પર ચાલશે.
