GK Quiz : ભારતમાં પ્રથમ વખત UPSCની પરીક્ષા ક્યારે લેવામાં આવી હતી? જાણો આવા જ વધુ પ્રશ્નોના જવાબ
સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. આજે અમે તમને GKના આવા જ કેટલાક પ્રશ્નો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

GK Quiz : નોકરી હોય કે ઉચ્ચ અભ્યાસ જનરલ નોલેજ (General Knowledge) દરેક માટે જરૂરી છે. જો તમારું જનરલ નોલેજ સારું હોય તો તમે સારું પ્રદર્શન કરી શકો છો. તેમજ તમારું જનરલ નોલેજ સારું હોય છે ત્યારે તમારો આત્મવિશ્વાસ પણ સારો હોય છે. આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ મદદરૂપ થાય છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. આજે અમે તમને GKના આવા જ કેટલાક પ્રશ્નો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે.
આ પણ વાંચો Career In Yoga: 12માં પછી યોગમાં બનાવો કરિયર, આ કોર્સમાં લો એડમિશન, લાખોના પગાર સાથે મળશે નોકરી
પ્રશ્ન – કયા દેશે સૌપ્રથમ કોરોના વેક્સિનની શોધ કરી હતી? રશિયા
પ્રશ્ન – ભારતની કઈ નદીને રાષ્ટ્રીય નદીનો દરજ્જો આપવામાં આવ્યો છે? ગંગા
પ્રશ્ન – વિશ્વની સાત અજાયબીઓમાંથી કઈ ભારતમાં આવેલી છે? તાજમહેલ
પ્રશ્ન – વિશ્વની પ્રથમ વિશ્વવિધાલય તરીકે ઓળખાતી નાલંદા વિશ્વવિધાલય ક્યાં આવેલી છે? ભારતના બિહારમાં
પ્રશ્ન – ભારતમાં રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 6 વર્ષ
પ્રશ્ન – પત્રકારત્વના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે કયો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે? પુલિત્ઝર પુરસ્કાર
પ્રશ્ન – એવો કયો જીવ છે, જેનું હૃદય 1 મિનિટમાં 1000 વખત ધબકે છે? ગરોળી
પ્રશ્ન – જન્મ સમયે બાળકને કેટલા રંગો દેખાય છે? ફક્ત બે જ રંગ (સફેદ અને કાળો)
પ્રશ્ન – માનવ મગજનું વજન કેટલા કિલોગ્રામ હોય છે? 1350 ગ્રામ
પ્રશ્ન – ભારતમાં પ્રથમ વખત UPSCની પરીક્ષા ક્યારે લેવામાં આવી હતી? ઈ.સ.1950માં
પ્રશ્ન – ભારતીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? મેડમ ભિખાઈજી કામાએ
પ્રશ્ન – એવું કયું પ્રાણી છે કે જે પોતાની જીભ બહાર કાઢી શકતું નથી? મગર
પ્રશ્ન – દરરોજ આપણા કેટલા વાળ ખરતા હોય છે? મનુષ્ય દરરોજ લગભગ 200 વાળ ખરે છે
પ્રશ્ન – ખિસકોલીની ઉંમર કેટલી હોય છે? લગભગ 9 વર્ષ
પ્રશ્ન – વિશ્વભરમાં ઇન્ટરનેટ પરનો 80% ટ્રાફિક શેમાંથી આવે છે? સર્ચ એન્જિનમાંથી
પ્રશ્ન – પૃથ્વી પર દર સેકન્ડે કેટલી વાર આકાશમાં વીજળી પડે છે? 100 વખત
પ્રશ્ન – એવું કયું પ્રાણી છે જેનું માથું કપાયા પછી પણ ઘણા દિવસો સુધી જીવિત રહી શકે છે? વંદો