AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચાઈનીઝ લસણ અને દેસી લસણમાં શું ફરક છે ? જાણો કેવી રીતે ઓળખવું આ નકલી લસણ

Chinese Fake Garlic Identification: ચીનથી ભારતમાં ગેરકાયદેસર રીતે લસણ સપ્લાય કરવામાં આવે છે.ચાઈનીઝ નોંતરી શકે છે કેન્સર જેવી ગંભીર બીમારી, લસણ ખરીદતા પહેલા ચોક્કસ કરો ખરાઇ.

ચાઈનીઝ લસણ અને દેસી લસણમાં શું ફરક છે ? જાણો કેવી રીતે ઓળખવું આ નકલી લસણ
Chinese Garlic
| Updated on: Sep 10, 2024 | 6:20 PM
Share

આજકાલ ફળો અને શાકભાજીમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. વધુ ઉત્પાદન માટે ફળો અને શાકભાજીમાં હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. ભેળસેળના કારણે ચાઈનીઝ લસણ પણ બજારોમાં પહોંચી રહ્યું છે. ચીનના લસણનો મોટો ગેરકાયદેસર રીતે ભારતમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ભારતમાં ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ છે.કારણ કે તેમાં અનેક પ્રકારના હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે ચાઈનીઝ લસણ ઉગાડવામાં મેટલ, સીસું અને ક્લોરિનનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. શું તમે પણ ચાઈનીઝ લસણનું સેવન કરો છો? લસણ ખરીદતા પહેલા ભારતીય અને ચાઈનીઝ લસણ વચ્ચેનો તફાવત જાણી લો.

સ્વાસ્થ્યનું દુશ્મન બની રહ્યું છે ચાઈનીઝ લસણ

બજારમાં વેચાતું નકલી લસણ ઘણા લોકોના ઘરોમાં ખવાય છે. કેટલાક લોકોને એ પણ ખબર નથી હોતી કે તેઓ જેને લસણ સમજીને ખાય છે તે નકલી લસણ છે. ચાઈનીઝ લસણનો સ્વાદ એકદમ વાસ્તવિક લસણ જેવો હોય છે. એટલા માટે કેટલાક લોકો તેમની વચ્ચે સરળતાથી તફાવત કરી શકતા નથી. આ લસણ દેખાવમાં સફેદ હોય છે અને તેની કળીઓ જાડી હોય છે. આ લસણની છાલ ઉતારવી સરળ હોવા છતાં તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ પ્રકારનું લસણ ખાવાથી ચેતાતંત્રને લગતી ગંભીર બીમારીઓ અને કેન્સરનું જોખમ પણ વધી શકે છે.

આ રીતે ઓળખવું અસલી અને નકલી લસણ

  • લસણ ખરીદતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમે અસલી અને નકલી લસણની ઓળખ કરી શકો છો.
  • સૌથી પહેલા જો બજારમાં સફેદ અને જાડું લસણ વેચાઈ રહ્યું હોય તો તેને ખરીદવાનું ટાળો.
  • દેસી લસણની કળીઓ થોડી નાની હોય છે અને તેના પર દાગ-ઘબ્બા દેખાતા હોય છે અને છાલ એકદમ સફેદ હોતી નથી.
  • દેસી લસણની ઓળખ એ છે કે જો તમે લસણને ફેરવો અને નીચેના ભાગ પર ડાઘ જુઓ તો તે સાચું લસણ છે.
  • જો લસણ જોયા પછી પણ તે સંપૂર્ણપણે સફેદ હોય તો તે નકલી ચાઈનીઝ લસણ હોઈ શકે છે.

g clip-path="url(#clip0_868_265)">