ગ્રેટ ખલી કરતા પણ ઊંચી છે આ યુવતી, જાણો વિશ્વની સૌથી ઊંચી યુવતી વિશે
આ અહેવાલમાં આજે તમને એક એવી યુવતી વિશે જાણવા મળશે કે જેની યુવતીની ઊંચાઈ (The tallest woman in the world ) ભારતીય રેસલર ધ ગ્રેટ ખલી કરતા વધારે છે. આ યુવતીનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે.
Knowledge : આપણી દુનિયામાં કરોડો લોકો રહે છે. આ તમામ લોકોની ભાષા, રંગ, રુપ, પહેરવેશ, કદ અલગ અલગ હોય છે. દુનિયાનો દરેક વ્યક્તિ ઈચ્છે કે તે સારો દેખાય, તેની ઊંચાઈ સારી હોય. પણ આખી દુનિયામાં અલગ અલગ હાઈટ ધરાવતા લોકો રહે છે. એક ઉંમર પછી તે હાઈટ વધવાની બંધ થઈ જાય છે. આ અહેવાલમાં આજે તમને એક એવી યુવતી વિશે જાણવા મળશે કે જેની યુવતીની ઊંચાઈ (The tallest woman in the world ) ભારતીય રેસલર ધ ગ્રેટ ખલી કરતા વધારે છે. આ યુવતીનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. તેની હાઈટને કારણે તેની ઘણીવાર મજાક પણ ઉડાડવામાં આવે છે. ચાલો જાણીએ કે તેની આટલી ઊંચાઈ વધારે કેમ છે તેની પાછળનું કારણ.
આ યુવતીનું નામ રુમેયસા ગેલ્ગી છે. તેની ઉંમર 25 વર્ષ છે. તે તુર્કી દેશની છે. તેની લંબાઈ 7 ફૂટ 7 ઈંચ છે. જ્યારે ભારતીય રેસલર ધ ગ્રેટ ખલીની ટાઈટ 7 ફૂટ 1 ઈંચ છે. રુમેયસા ગેલ્ગીના નામે 3 જેટલા વર્લ્ડ રેકોર્ડ છે. સૌથી ઊંચી છોકરી, 4.4 ઈંચની સૌથી લાંબી યુવતીની આંગળી અને 23.58 ઈંચની સૌથી લાંબી યુવતીની પીઠ, આ 3 વર્લ્ડ રેકોર્ડ તેના નામે છે. તેની સાથે સાથે રુમેયસા ગેલ્ગીના નામે સૌથી લાંબો પંજો ધરાવવાનો પણ રેકોર્ડ છે. તેનો જમણો હાથ 9.81 ઈંચ અને ડાબો હાથ 9.55 ઈંચ છે.
આ છે વિશ્વની સૌથી ઊંચી યુવતી
View this post on Instagram
View this post on Instagram
વ્હીલચેર અને વૉકિંગ સ્ટિક સહારે છે રુમેયસા ગેલ્ગી
લાંબી હાઈટના ફાયદા સાથે સાથે તેને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. રુમેયસા ગેલ્ગી ચાલવા માટે વ્હીલચેર અને વૉકિંગ સ્ટિકનો ઉપયોગ કરે છે, કારણ કે તે તેની ઊંચાઈને કારણે ઝડપથી ચાલી શકતી નથી. તેને ધીમે ધીમે ખોરાક લેવો પડે છે, નહિતર ગળામાં ફસાઈ જાય છે, સાથે જ તેને શ્વાસ લેવામાં અને ઊભા રહેવામાં ઘણી સમસ્યા થાય છે.
જિનેટિક ડિસઓર્ડર વીવર સિન્ડ્રોમ
જિનેટિક ડિસઓર્ડર વીવર સિન્ડ્રોમ એક દુર્લભ આનુવંશિક સ્થિતિ છે. તેમાં તમારા હાડકાની લંબાઈ સામાન્ય કરતા વધારે ઝડપથી વધે છે. તેના કારણે લોકોમાં વિચારવાની અને સમજવાની ક્ષમતા પણ ઘટે છે. તેનો ઈલાજ નથી. જોકે તેઓ સ્વસ્થ જીવન જીવી શકે છે.