AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ મહિલાના શરીર પર છે સૌથી વધુ ટેટૂ, ‘ડાકણ’ તરીકે ઓળખાતી આ મહિલાએ બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ

હાલમાં શરીર પર સૌથી વધુ ટેટૂ ધરાવતી મહિલાના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral News) થયા છે. તેનુ નામ છે મારિયા જોસ ક્રિસ્ટેર્ના (Maria Jose Cristerna).

આ મહિલાના શરીર પર છે સૌથી વધુ ટેટૂ, 'ડાકણ' તરીકે ઓળખાતી આ મહિલાએ બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ
Viral NewsImage Credit source: tv9 gfx
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 8:33 PM
Share

દુનિયામાં લોકોને જાતજાતના શોખ હોય છે. કેટલાકના શોખ એટલા વિચિત્ર હોય છે કે જેને જાણીને લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. ઘણા લોકોને શરીર પર ટેટૂ બનાવવાનો શોખ હોય છે. પહેલાના સમયમાં શરીર પર ટેટૂ બનાવવું એક મોટી વાત હતી. પહેલા પુરુષોને આવો શોખ હતો. ધીરે ધીરે મહિલાઓ પણ આ ટેટૂમાં રસ લેવા લાગી અને ધીરે ધીરે અનેક દેશોમાં આ એક ફેશન બની ગઈ. આજે ઘણા લોકો આ ટેટૂ પાછળ ગાંડા હોય છે. હવે તો લોકો બોડી મોડિફિકેશન પણ કરાવી રહ્યા છે. લોકો આવા ખતરનાક અખતરા કરતા અચકાતા નથી. કેટલાક લોકો શોખ માટે આવુ કરતા હોય છે, જ્યારે કેટલાક લોકો લોકપ્રિય બનવા માટે આવુ કરતા હોય છે. કેટલાક લોકો પોતાના આખા શરીર પર ટેટૂ પડાવે છે. આવા અનેક કિસ્સા આપણે ભૂતકાળમાં જોયા જ છે. હાલમાં શરીર પર સૌથી વધુ ટેટૂ ધરાવતી મહિલાના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral News) થયા છે. તેનુ નામ છે મારિયા જોસ ક્રિસ્ટેર્ના (Maria Jose Cristerna).

મેક્સિકોમાં રહેતી આ મહિલા મારિયા જોસ ક્રિસ્ટેર્ના વિશ્વમાં સૌથી વધારે બોડી મોડિફિકેશન કરવાનો અને ટેટૂ બનાવવાનો રેકોર્ડ છે. તેણે પોતાના શરીરમાં 49 જેટલા મોડિફિકેશન કરાવ્યા છે. તેણે પોતાના શરીરના 99 ટકા ભાગમાં ટેટૂ પડાવ્યા છે. આ બધાને કારણે તેનો દેખાવ એક ડાકણ જેવો લાગી રહ્યો છે. કેટલાક લોકો તેને તે જ નામથી જાણે છે. તેણે પોતાના આ કામથી વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.

14 વર્ષની ઉંમરથી કરી હતી ટેટૂ પડાવવાની શરુઆત

મારિયા જોસ ક્રિસ્ટેર્નાએ જણાવ્યુ હતુ કે, તેણે 14 વર્ષની ઉંમરથી પોતાના શરીર આવા અખતરા કરવાની શરુઆત કરી દીધી હતી. તે પોતાના હાલના દેખાવને ખુબ પસંદ કરે છે અને તેનો આંનદ પણ લઈ રહી છે. તે આ પહેલા તદ્દન અલગ દેખાતી હતી. તેણે બોડી મોડિફિકેશનમાં માથા પર સિંગ અને નકલી દાંત પણ લગાવ્યા છે. તેણે પોતાના કાનના છીદ્રોને પણ મોટા કરાવ્યા છે. તેની આંખની કીકીમાં પણ ટેટૂ છે. તેણે આ લુક માટે ઘણા દુખાવાપૂર્ણ મોડિફિકેશનથી પસાર થવુ પડ્યુ હતુ.

લોકોને આપી આ સલાહ

આ વર્લ્ડ રેકોર્ડ પછી તેણે પોતાની યૂટ્યૂબ ચેનલ પર લોકોને સલાહ આપી હતી કે કોઈએ તેના જેવા કામ કરવા નહીં. આ રેકોર્ડ પછી પણ તે એટલી ખુશ નથી. લોકો તેનો આ દેખાવ જોઈ ડરી જાય છે. બાળકો તેનાથી દૂર ભાગે છે. તેને પોતાના પહેલા વાળો દેખાવ ખુબ ગમતો હતો. પણ હવે તે જે રસ્તા પર આગળ વધી છે ત્યાથી પાછળ આવવુ અસંભવ છે.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">