આ ટેસ્ટથી ખબર પડશે કે તમે કેટલા વર્ષ જીવશો! 10 વર્ષની રીસર્ચ પરથી થયો આ ખુલાસો

|

Jun 22, 2022 | 9:38 PM

બ્રાઝિલમાં થયેલા એક રિસર્ચ અનુસાર એક પગ પર ઊભા રહેવાનું સંતુલન કહી શકે છે કે તે વ્યક્તિ કેટલો સમય જીવી શકે છે. સંશોધન મુજબ જો 50 વર્ષથી વધુ ઉંમરના લોકો 10 સેકન્ડથી વધુ એક પગ પર ઊભા રહી શકતા નથી તો આગામી 10 વર્ષમાં તેમના મૃત્યુની શક્યતા બમણી થઈ જાય છે.

આ ટેસ્ટથી ખબર પડશે કે તમે કેટલા વર્ષ જીવશો! 10 વર્ષની રીસર્ચ પરથી થયો આ ખુલાસો
Balance test
Image Credit source: File Photo

Follow us on

દુનિયાના મોટાભાગના લોકો એવુ ઈચ્છતા હોય છે કે તેઓ લાંબુ અને સારુ જીવન જીવે અને તેના માટે તેઓ ઘણી બધી સાવચેતી પણ રાખતા હોય છે. સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે આરોગ્ય નિષ્ણાતોથી લઈને વૃદ્ધો સુધી વિવિધ પ્રકારની સલાહ આપવામાં આવે છે. આહાર, લાઈફસ્ટાઈલ, ટ્રાવેલ અને શરીરને લગતી અનેક ટિપ્સ (Tips) તમે રોજીંદા જીવનમાં સાંભળતા જ હશો. સક્રિય રહેવાથી લઈને સારી ઊંઘ મેળવવા માટે પણ સલાહ આપવામાં આવે છે. લાંબા આયુષ્ય માટે સ્વસ્થ રહેવું મહત્વપૂર્ણ છે અને સ્વસ્થ રહેવા માટે ફિટ રહેવું મહત્વપૂર્ણ છે. ફિટ રહેવા માટે જીવનમાં સંતુલન જરૂરી છે. શારીરિક સંતુલનની સાથે સાથે માનસિક સંતુલન પણ એટલું જ જરૂરી છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે સંતુલનની કસોટીથી તમે તમારા જીવનના વર્ષોનો અંદાજ લગાવી શકો છો. ચાલો જાણીએ કે શું છે આ સંતુલન કસોટી (Balance test).

બ્રાઝિલમાં થયેલા એક રિસર્ચ અનુસાર એક પગ પર ઊભા રહેવાનું સંતુલન કહી શકે છે કે તે વ્યક્તિ કેટલો સમય જીવી શકે છે. સંશોધન મુજબ જો 50 વર્ષથી વધુ ઉંમરના લોકો 10 સેકન્ડથી વધુ એક પગ પર ઊભા રહી શકતા નથી તો આગામી 10 વર્ષમાં તેમના મૃત્યુની શક્યતા બમણી થઈ જાય છે.

10 વર્ષ સુધી થયેલી રિસર્ચનું છે આ પરિણામ

બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ આ માટે 10 વર્ષ સુધી સંશોધન કર્યુ હતુ. આ દરમિયાન 10 વર્ષ સુધી લોકોના સંતુલન ટેસ્ટ એટલે કે બેલેન્સ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. સંશોધકો એ પણ સમજવા માંગતા હતા કે શું આ બેલેન્સ ટેસ્ટને લોકોની નિયમિત આરોગ્ય તપાસમાં સામેલ કરવાની જરૂર છે. આ સંશોધન અભ્યાસમાં 1,700 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2009થી 2022 દરમિયાન તેમનું નિયમિત હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

1. 51થી 55 વર્ષની વયના 5 ટકા લોકો આ ટેસ્ટ પાસ કરી શક્યા નથી.

2. 56 થી 60 વર્ષની વયના 8 ટકા લોકો આ ટેસ્ટમાં નાપાસ થયા.

3. 61 થી 65 વર્ષની વયના 18 ટકા લોકો આ ટેસ્ટ પાસ કરી શક્યા નથી.

4. 66 થી 70 વર્ષના 37 ટકા લોકો નાપાસ થયા હતા.

5. 71 થી 75 વર્ષની વયના 54 ટકા લોકો આ ટેસ્ટ પાસ કરી શક્યા નથી.

આ રીતે કરો બેલેન્સ ટેસ્ટ

1. 10 સેકન્ડ માટે એક પગ પર ઉભા રહો.

2. જમણા કે ડાબા પગનો ઉપયોગ કરી શકાય છે.

3. જે પગને તમે ઊંચો કર્યો છે તેને સ્થાયી પગની પાછળ મૂકો.

4. બંને હાથને બાજુ પર રાખો.

5. આંખના સ્તરથી 2 મીટરના અંતરે જુઓ.

આ લોકોની મોતની સંભાવના વધુ

10 વર્ષના લાંબા સમય સુધી હાથ ધરવામાં આવેલા આ સંશોધન અભ્યાસમાં સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે જે લોકો સંતુલન પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા તેઓનું વહેલું મૃત્યુ થવાની શક્યતા વધુ હતી. મૃત્યુ પામેલા લોકોના લિંગ, ઉંમર અને તબીબી ઈતિહાસને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

Next Article