AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યસભાના સાંસદોનો કેટલો હોય છે પગાર ? સરકારી મકાન સહિત મળે છે અનેક સુવિધાઓ

લોકસભાના સાંસદોનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે જ્યારે રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. લોકસભાના સાંસદો જનતા દ્વારા ચૂંટાય છે, જ્યારે ધારાસભ્યો રાજ્યસભા માટે મતદાન કરે છે. લોકસભા અને રાજ્યસભાના સાંસદોને રાજધાની દિલ્હીમાં સરકારી આવાસની સુવિધા આપવામાં આવે છે.

રાજ્યસભાના સાંસદોનો કેટલો હોય છે પગાર ? સરકારી મકાન સહિત મળે છે અનેક સુવિધાઓ
Rajya Sabha MP
| Updated on: Feb 28, 2024 | 4:45 PM
Share

સંસદના ઉપલા ગૃહ તરીકે ઓળખાતા રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે અને તેઓ દર બે વર્ષે ચૂંટાય છે. કાયમી ગૃહ હોવાથી રાજ્યસભા ક્યારેય ભંગ કરી શકાતી નથી. ધારાસભ્યોના મતથી ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદોને અનેક પ્રકારની સરકારી સુવિધાઓ, પગાર, મકાન અને કાર આપવામાં આવે છે. ચાલો વિગતવાર સમજીએ કે રાજ્યસભાના સાંસદો કઈ કઈ સુવિધાઓ મળે છે.

લોકસભાના સાંસદોનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે જ્યારે રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. લોકસભાના સાંસદો જનતા દ્વારા ચૂંટાય છે, જ્યારે ધારાસભ્યો રાજ્યસભા માટે મતદાન કરે છે. લોકસભા અને રાજ્યસભાના સાંસદોને રાજધાની દિલ્હીમાં સરકારી આવાસની સુવિધા આપવામાં આવે છે. આ માટે સરકાર સંપૂર્ણ વ્યવસ્થા કરે છે અને જીત બાદ તેમને ઘર ફાળવવામાં આવે છે.

કેટલો મળે છે પગાર ?

રાજ્યસભાના સાંસદોને ભથ્થા સહિત પગાર કુલ 2.10 લાખ રૂપિયા પ્રતિ માસ મળે છે. આમાં ઘણા પ્રકારના ભથ્થાઓ ઉપરાંત 20 હજાર રૂપિયાનો ઓફિસ ખર્ચ પણ તેમાં સામેલ છે. મૂળ પગાર તરીકે માત્ર 16 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત ગૃહની કાર્યવાહી કેટલા દિવસ ચાલે છે તેના આધારે દરરોજ 1000 રૂપિયાનું વધારાનું ભથ્થું આપવામાં આવે છે.

અન્ય કઈ સુવિધાઓ મળે છે ?

રાજ્યસભાના સાંસદોને પ્રતિ કિલોમીટર 34 રૂપિયાનું મુસાફરી ભથ્થું પણ મળે છે. આ સિવાય રાજ્યસભાના સાંસદોને ટેલિફોન ખર્ચ, રેલવે ટિકિટ અને હવાઈ મુસાફરીમાં પણ છૂટ મળે છે. રાજ્યસભાના સાંસદોને દર મહિને ફર્સ્ટ એસી અને સેકન્ડ એસીનો એક-એક પાસ મળે છે. તેમને ફ્લાઇટ ટિકિટ માટે માત્ર 25 ટકા પૈસા જ ચૂકવવાના હોય છે.

રાજ્યસભાના સાંસદો બે ટેલિફોન રાખી શકે છે. આમાંથી એક ઘરમાં અને એક ઓફિસમાં રાખી શકે છે. જેમાંથી દર વર્ષે 50,000 લોકલ કોલ કરી શકાય છે. આ સાથે જ તમામ સાંસદોને ઈન્ટરનેટની સુવિધા પણ આપવામાં આવે છે. તેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે છે. રાજ્યસભાના સાંસદોને રહેવા માટે સરકારી આવાસ પણ મળે છે. તેનું ભાડું પણ સરકાર તરફથી મળતા ભથ્થામાં સામેલ છે. આ સુવિધાઓની સાથે સરકારી વાહનો, સરકારી આવાસ, મફત પાણી, મફત વીજળી, ફર્નિચર, પડદા અને તબીબી સંબંધિત સુવિધાઓ પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો ફરવા જવું છે…પણ પૈસા નથી, તો ચિંતા છોડો, બેંક આપશે લોન, જાણો કેવી રીતે

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">