AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Facts : શું તમે જાણો છો ટ્રેનનો ડ્રાઈવર સુઈ જાય તો શું થાય છે ?

ટ્રેન (Train )ચલાવતી વખતે ડ્રાઇવરે વારંવાર સ્પીડ વધારવી પડે છે સાથે જ હોર્ન વગાડવું પડે છે. એટલે કે ડ્યુટી પર હોય ત્યારે ટ્રેનનો ડ્રાઈવર સંપૂર્ણ રીતે એક્ટિવ રહે છે.

Railway Facts : શું તમે જાણો છો ટ્રેનનો ડ્રાઈવર સુઈ જાય તો શું થાય છે ?
Indian Railway (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 4:49 PM
Share

ભારતીય રેલ્વે (Railway )  દેશની લાઈફલાઈન માનવામાં આવે છે. દેશનો મોટો વર્ગ પોતાની મુસાફરી (Journey )ટ્રેનના માધ્યમથી જ કરે છે. અને ભારતીય રેલવે એ વિશ્વનું(World ) ચોથું સૌથી મોટું અને એશિયામાં બીજું સૌથી મોટું રેલ નેટવર્ક છે. ટ્રેન એ પરિવહનનું એક એવું સાધન છે, જેમાં લગભગ દરેક વર્ગનો વ્યક્તિએ મુસાફરી કરી હશે. આપણે જાણીએ છે તેમ કે આખી ટ્રેન એક જ એન્જિન દ્વારા નિયંત્રિત થાય છે. ટ્રેનમાં ડ્રાઇવર હોય છે પણ ક્યારેય તમે વિચાર્યું છે કે જો ટ્રેનનો ડ્રાઈવર ઊંઘી જશે તો શું થશે? શું ટ્રેન બનશે કોઈ મોટા અકસ્માતનો શિકાર? ચાલો આ બાબતે અમે તમને જણાવીએ.

ટ્રેનમાં બે ડ્રાઈવર હોય છે

જેમ આપણે જાણીએ છીએ કે ટ્રેનમાં હજારો મુસાફરો એકસાથે સફર કરે છે. તેવી સ્થિતિમાં, રેલ્વે એક વિકલ્પ લઈને ચાલે છે, જેથી ડ્રાઇવરને ઊંઘી જવાથી કોઈ મોટો અકસ્માત ન થાય. તમને જણાવી દઈએ કે ટ્રેનમાં ડ્રાઈવર સિવાય બીજો એક આસિસ્ટન્ટ ડ્રાઈવર પણ રાખવામાં આવે છે. જો કોઈ ડ્રાઈવર સૂઈ જાય અથવા તેને કોઈ અન્ય સમસ્યા હોય તો આસિસ્ટન્ટ ડ્રાઈવર તેને જગાડે છે. જો કોઈ ગંભીર સમસ્યા હોય તો તેની જાણ આગલા સ્ટેશન પર કરવામાં આવે છે અને ટ્રેનને રોકવામાં આવે છે. અને તે પછી બીજા સ્ટેશનથી બીજો ડ્રાઈવર બદલવામાં આવે છે.

જો બંને ડ્રાઈવર સૂઈ જાય તો?

ઘણા લોકોના મનમાં એવો સવાલ પણ ઉભો થતો હશે કે જો ટ્રેનના બંને ડ્રાઈવર સુઈ જશે તો શું થશે. જોકે આવું થવાની શક્યતાઓ ઘણી ઓછી છે. પરંતુ તેના વિકલ્પ માટે પણ  રેલવેએ આ માટે ટ્રેનના એન્જિનમાં ‘વિજિલન્સ કંટ્રોલ ડિવાઈસ’ લગાવ્યું છે. ટ્રેનના એન્જિનમાં લગાવવામાં આવેલ આ સાધન એ વાતનું ધ્યાન રાખે છે કે જો ડ્રાઈવર એક મિનિટ સુધી કોઈ પ્રતિક્રિયા ન આપે, તો 17 સેકન્ડની અંદર ઓડિયો વિઝ્યુઅલ ઈન્ડિકેશન આવે છે. ડ્રાઇવરે બટન દબાવીને તેને સ્વીકારવું પડે છે અને જો ડ્રાઇવર આ સંકેતનો પણ જવાબ આપતો નથી, તો 17 સેકન્ડ પછી ઓટોમેટિક બ્રેકિંગ શરૂ થાય છે.

અમુક સમય બાદ ટ્રેન જાતે જ અટકી જાય છે

ટ્રેન ચલાવતી વખતે ડ્રાઇવરે વારંવાર સ્પીડ વધારવી પડે છે સાથે જ  હોર્ન વગાડવું પડે છે. એટલે કે ડ્યુટી પર હોય ત્યારે ટ્રેનનો ડ્રાઈવર સંપૂર્ણ રીતે એક્ટિવ રહે છે. પણ જો તે એક મિનિટ સુધી જવાબ ન આપે તો રેલવે આ ઓડિયો વિઝ્યુઅલ સંકેત મોકલે છે. તેવા સમયે ડ્રાઈવર તરફથી જો કોઈ પ્રતિસાદ મળતો નથી, ત્યારે ટ્રેન 1 કિમીના અંતરે ઉભી રહે છે અને ટ્રેનની અંદરના અન્ય રેલવે કર્મચારીઓ આ બાબતની નોંધ લે છે. આ રીતે, રેલ્વે મોટા અકસ્માતો થતા અટકાવે છે.

g clip-path="url(#clip0_868_265)">