AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બસ થોડા જ દિવસો અને પછી બધે તબાહી! નોસ્ટ્રાડેમસે 2025ને લઈને કરી છે આવી આગાહી

નોસ્ટ્રાડેમસની આગાહીઓ વિશે હાલ સૌ કોઈ ચર્ચા કરી રહ્યું છે. વિશ્વના મહાન ભવિષ્યવક્તાઓમાંથી એક ગણાતા નોસ્ટ્રાડેમસ તેમના મૃત્યુ પછી પણ અનેક વર્ષોથી ચર્ચામાં રહ્યા છે. આનું કારણ એવું છે કે, તેમણે વર્ષો પહેલાં જે આગાહીઓ કરી હતી તેમાંથી ઘણી ઘટનાઓ સમય જતાં સાચી સાબિત થઈ છે.

બસ થોડા જ દિવસો અને પછી બધે તબાહી! નોસ્ટ્રાડેમસે 2025ને લઈને કરી છે આવી આગાહી
| Updated on: Jun 15, 2025 | 5:31 PM
Share

એક અહેવાલ મુજબ, ફ્રેન્ચ જ્યોતિષી નોસ્ત્રાડેમસે 2025 વિશે કહ્યું હતું કે, ઘણા યુદ્ધો થશે અને વિશ્વમાં અશાંતિ ફેલાશે. તેમણે કહ્યું હતું કે, દુનિયાની અંદર અને બહાર દુશ્મનો જાગશે અને ખૂબ જ ભયંકર યુદ્ધો થશે.

આ ઉપરાંત, તેમણે જૂના રોગો પરત આવશે તે અંગે પણ એક મોટી વાત કહી હતી. એવું કહેવાય છે કે, પ્લેગ જેવા ભયંકર રોગો ફરીથી ઇંગ્લેન્ડમાં પાછા આવી શકે છે. નોસ્ટ્રાડેમસના મતે, ‘એક જૂની મહામારી ફરી આવશે જે માનવજાતની ખતરનાક દુશ્મન સાબિત થશે.’ વધુમાં તેમણે આકાશી આફત વિશે પણ મોટા સંકેતો આપ્યા હતા.

ડરવાની જરૂર નથી

એક માહિતી અનુસાર, તેમણે એક કવિતામાં ‘આગના ગોળા’નો ઉલ્લેખ કર્યો છે કે જે બ્રહ્માંડમાંથી આવશે અને પૃથ્વી પર વિનાશ વેરશે. જો કે, આ આગાહીઓ વિશે કોઈ મજબૂત વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી તેથી ડરવાની જરૂર નથી. કેટલાક અહેવાલો એવો પણ દાવો કરે છે કે, તેમના દ્વારા કરવામાં આવેલી ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે.

કવિતાઓ સાથે જોડાયેલી છે આગાહીઓ

નોસ્ટ્રાડેમસની આગાહીઓ તેમની કવિતાઓ સાથે જોડાયેલી હોય છે. તેમની ઘણી કવિતાઓ વિશ્વમાં બનેલી મુખ્ય ઘટનાઓ સાથે જોડાયેલી છે. જેમ કે ફ્રેન્ચ ક્રાંતિ, એડોલ્ફ હિટલરનો ઉદય, 9/11 હુમલો, યુએસ રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીની હત્યા.

જણાવી દઈએ કે, તેમની કવિતાઓ ખૂબ જ અસ્પષ્ટ હતી, જે સંપૂર્ણપણે સચોટ અર્થઘટન આપતી ન હતી. એટલે કે, ઘણા જુદા જુદા લોકો તેમની કવિતાઓમાંથી પોતાના અર્થ કાઢી શકે છે.

નોસ્ટ્રાડેમસ (મિશેલ ડી નોસ્ટ્રાડેમ) ફ્રેન્ચ જ્યોતિષી તરીકે ઓળખાય છે. જો કે, તેઓ એક ડૉક્ટર અને લેખક પણ હતા, જેમનો જન્મ વર્ષ 1503માં થયો હતો. તેઓ વર્ષ 1566 સુધી જીવ્યા હતા.

એવું કહેવાય છે કે, તેમણે ‘લેસ પ્રોફેટીઝ’ નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં લગભગ 1000 ટૂંકી કવિતાઓ છે અને આ કવિતાઓમાં કહેવામાં આવેલી વાતો ભવિષ્યવાણી સાથે જોડાયેલી છે.

કામની વાત ટોપિક પેજ પર તમને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે, જેનાથી તમે તમારી લાઈફસ્ટાઈલને સરળ બનાવી શકશો. જેમ કે સોયથી લઈને સોના સુધી તેમજ કિચન હેક્સથી લઈને વસ્તુને કેવી રીતે સાચવવી ત્યાં સુધીની વાતોનું ધ્યાન આ ટોપિક પેજ રાખશે. તેમજ સાથે સાથે તમને અવનવું જાણવાનું પણ મળશે.

g clip-path="url(#clip0_868_265)">