Vegan Leather: હવે મંદિરે જતા સમયે નહી ઉતારવો પડે ચામડાનો બેલ્ટ, શોધાયુ એવું ચામડુ કે જે પ્રાણીઓની ચામડીમાંથી નથી બનતું !
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરડિસિપ્લિનરી સાયન્સ એન્ડ ટેક્નોલોજી (NIIST) એગ્રો-વેસ્ટમાંથી શાકાહારી ચામડું વિકસાવવામાં સફળ રહી છે અને આ ટેક્નોલોજીમાંથી બનેલી પ્રોડક્ટ્સ બજારમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

દેશમાં ચામડાના બેલ્ટ અને પર્સ સહિત અનેક વસ્તુઓની ભારે માંગ છે. જો કે, કેટલાક લોકો ચામડાની બનેલી વસ્તુઓને ટાળે છે. કારણ કે ચામડું મૃત પ્રાણીઓના શરીરની ચામડી છે. આવા લોકો માટે લેધરની બીજી વેરાયટી બજારમાં આવવાની છે. ખાસ વાત એ છે કે આ ચામડું પ્રાણીના શરીરની ચામડીમાંથી નહીં પરંતુ ફળોના કચરા અને છાલમાંથી તૈયાર કરવામાં આવશે.
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરડિસિપ્લિનરી સાયન્સ એન્ડ ટેક્નોલોજી (NIIST) એગ્રો-વેસ્ટમાંથી શાકાહારી ચામડું વિકસાવવામાં સફળ રહી છે અને આ ટેક્નોલોજીમાંથી બનેલી પ્રોડક્ટ્સ બજારમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. NIISTએ કાઢી નાખેલી કેરીની છાલ અથવા કેળાના સ્યુડોસ્ટેમ્સને હેન્ડ બેગ, શૂઝ, પર્સ અને બેલ્ટમાં ફેરવી દીધા છે.
નવી ટેકનોલોજી ચામડા ઉદ્યોગમાં ક્રાંતિ લાવશે
થોડા વર્ષો પહેલા, NIISTએ આ ઇકો-ફ્રેન્ડલી ટેક્નોલોજી પર કામ શરૂ કર્યું હતું અને હવે મુંબઈ એક કંપનીને શાકાહારી ચામડાના ઉત્પાદનની ટેક્નોલોજી સોંપશે. સંસ્થાના કેમ્પસમાં શરૂ થયેલા 6 દિવસીય ‘વન વીક વન લેબ’ કાર્યક્રમ દરમિયાન આ ટેકનોલોજીના ટ્રાન્સફરનું આયોજન કરવામાં આવ્યું છે.
NIIST એ સિંગલ-યુઝ પ્લાસ્ટિકના સરળ વિકલ્પ તરીકે કૃષિ-અવશેષોમાંથી ટેબલવેર બનાવવા માટે હેડલાઇન્સ બનાવી. NIIST ખાતે પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહેલા વૈજ્ઞાનિક અંજિન્યુલુ કોથાકોટાએ જણાવ્યું હતું કે, વેગન ચામડાનું ઉત્પાદન પ્રાણી-આધારિત અને કૃત્રિમ ચામડાની સરખામણીમાં એક અલગ પ્રક્રિયાનો ઉપયોગ કરીને કરવામાં આવે છે.
ઓછી કિંમત અને પર્યાવરણ માટે યોગ્ય
ડૉ. કોથકોટાએ જણાવ્યું હતું કે, NIISTએ કેરી અને પાઈનેપલની છાલ, કેક્ટસ, કેળાની છાલ, ચોખાની ભૂકી, ખસખસની મદદથી બેગ, બેલ્ટ, પર્સ અને સેન્ડલ બનાવ્યા છે. અમે કોઈપણ કૃષિ કચરાનો ઉપયોગ કરી શકીએ છીએ.” મહત્વનું છે કે, NIISTની આ પહેલનો ઉદ્દેશ્ય પ્રાણી આધારિત અને કૃત્રિમ ચામડાના ઉદ્યોગોના સક્ષમ વિકલ્પોને લોકપ્રિય બનાવવાનો છે.
અમે તેને બનાવવા માટે ભીની પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. ઉત્પાદન પદ્ધતિઓ કૃત્રિમ ચામડા કરતા વધુ પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ-અસરકારક છે, કારણ કે કોઈ જોખમી રસાયણોનો ઉપયોગ થતો નથી. NIIST મુજબ, પ્લાન્ટ આધારિત ચામડું નરમ, ટકાઉ છે અને સ્થિરતા અને તાપમાન પ્રતિકાર દર્શાવે છે.