AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા મતવિસ્તારના ધારાસભ્ય પાસે કેટલું ફંડ હોય છે અને શું કરે છે? ક્યાં વાપરી શકાય આ પૈસા, જુઓ હિસાબ

ધારાસભ્ય એટલે Member of the Legislative Assembly, એટલે કે વિધાનસભાના સભ્ય. તમે તમારા વિસ્તારના ધારાસભ્યને ચૂંટો છો. તેમનો મતવિસ્તાર સાંસદના મતવિસ્તાર કરતાં ઘણો નાનો હોય છે. તેઓ દિલ્હીની સંસદમાં નહીં, પરંતુ તમારા રાજ્યની વિધાનસભામાં બેસે છે. અને ધારાસભ્ય જે મુદ્દાઓ પર કામ કરે છે, તે આપણા રોજિંદા જીવનની ઘણી બાબતો સાથે જોડાયેલા હોય છે.

તમારા મતવિસ્તારના ધારાસભ્ય પાસે કેટલું ફંડ હોય છે અને શું કરે છે? ક્યાં વાપરી શકાય આ પૈસા, જુઓ હિસાબ
Power of MLAImage Credit source: TV9 Gujarati
Santosh Nair
| Edited By: | Updated on: Sep 29, 2026 | 2:00 PM
Share

ભારતનું બંધારણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે જવાબદારીઓનું વિભાજન કરે છે. દેશ સાથે જોડાયેલા મોટા વિષયો, જેમ કે સંરક્ષણ, વિદેશ નીતિ, ચલણ અને રેલવે વગેરે કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. આ પ્રકારના મુદ્દાઓ પર તમારા સાંસદની મુખ્ય ભૂમિકા હોય છે.

બીજી તરફ, પોલીસ, જમીનના રેકોર્ડ, ખેતી, જાહેર આરોગ્યનો મોટો હિસ્સો અને શાળાકીય શિક્ષણનો મોટો હિસ્સો રાજ્ય સરકારો સાથે જોડાયેલા વિષયો છે. એટલે તમારા વિસ્તારમાં પોલીસ વ્યવસ્થા, જમીનના રેકોર્ડ, સરકારી હોસ્પિટલ અને ખેતી સંબંધિત અનેક નીતિઓ પર રાજ્ય સરકારની સીધી ભૂમિકા હોય છે. જોકે, દરેક ચોક્કસ સેવાની જવાબદારી માત્ર ધારાસભ્યની નથી. તેમાં રાજ્ય સરકારના વિભાગો અને સ્થાનિક સંસ્થાઓની પણ ભૂમિકા હોય છે.

ધારાસભ્યને વિકાસ માટે કેટલા રૂપિયા મળે છે?

સાંસદોની જેમ કેટલાક રાજ્યોમાં ધારાસભ્યોના મતવિસ્તારના વિકાસ માટે પણ અલગ ફંડની વ્યવસ્થા હોય છે. તેને સામાન્ય રીતે MLALAD અથવા MLA Local Area Development Fund જેવા નામોથી ઓળખવામાં આવે છે. તેની રચના અને રકમ રાજ્ય પ્રમાણે અલગ હોય છે. આ યોજનામાં ધારાસભ્ય વિકાસના કામોની ભલામણ કરે છે. જ્યારે સંબંધિત સરકારી અધિકારીઓ અને વિભાગો નિયમો અનુસાર તેની મંજૂરી તથા અમલની પ્રક્રિયા સંભાળે છે. ધારાસભ્ય પોતે આ પૈસા લઈને કામ કરાવતા નથી.

અહીં એક મહત્વની વાત એ છે કે આ ફંડની રકમ સમગ્ર દેશમાં એકસરખી નથી. તે રાજ્ય સરકારની યોજના અને નિયમો પર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે, કેરળની MLA-ADF યોજના હેઠળ દરેક ધારાસભ્ય માટે નાણાકીય વર્ષ દરમિયાન ₹5 કરોડ સુધીના મૂડીગત કામોની જોગવાઈ છે. એટલે અલગ-અલગ રાજ્યોમાં રહેતા બે નાગરિકોના ધારાસભ્યો પાસે સ્થાનિક વિકાસ માટે ઉપલબ્ધ ફંડની રકમ અલગ હોઈ શકે છે.

ધારાસભ્ય પાસે બીજી કઈ મોટી ભૂમિકા હોય છે?

ફંડ સિવાય ધારાસભ્ય પાસે બીજી એક મહત્વપૂર્ણ રાજકીય ભૂમિકા પણ હોય છે. જો ધારાસભ્યની પાર્ટી રાજ્યમાં સરકાર બનાવે અને તેમને મંત્રી બનાવવામાં આવે, તો તેઓ આરોગ્ય, કૃષિ, ગૃહ અથવા અન્ય કોઈ વિભાગની સીધી જવાબદારી સંભાળી શકે છે. આ સ્થિતિમાં તેઓ એવા વિષયો સાથે જોડાયેલા સરકારી વહીવટમાં સીધી જવાબદારી નિભાવી શકે છે. જે લોકોના રોજિંદા જીવનને અસર કરે છે. બીજી તરફ, મોટાભાગના સાંસદોની મુખ્ય ભૂમિકા સંસદમાં કાયદા બનાવવાની પ્રક્રિયામાં ભાગ લેવી, ચર્ચા કરવી અને કેન્દ્ર સરકારને તેના કામ અંગે જવાબદાર ઠેરવવાની હોય છે. તેઓ સામાન્ય રીતે કોઈ સરકારી વિભાગનું દૈનિક વહીવટ ચલાવતા નથી.

તો પછી સમસ્યા થાય ત્યારે આપણે સાંસદને જ કેમ યાદ કરીએ છીએ?

જ્યારે આપણા આસપાસ કોઈ સમસ્યા થાય છે, ત્યારે ઘણીવાર આપણે સૌપ્રથમ સાંસદ વિશે વિચારીએ છે. પરંતુ તેનું એક કારણ એ પણ છે કે રાષ્ટ્રીય રાજકારણ આપણને ટેલિવિઝન અને સોશિયલ મીડિયા પર વધારે જોવા મળે છે. રાજ્ય વિધાનસભાની કાર્યવાહી અને ચર્ચાઓને તેટલું મીડિયા કવરેજ મળતું નથી.

બીજું કારણ એ છે કે ઘણા લોકોને સાંસદ અને ધારાસભ્ય બંનેની ભૂમિકા એકસરખી લાગે છે. અને ત્રીજું કારણ એ છે કે આપણા વિસ્તારની ગલીની નાની-મોટી સમસ્યા, રસ્તાની મરામત કે ગટર સાફ કરાવવાનું કામ સામાન્ય રીતે સીધું ધારાસભ્ય કે સાંસદનું કામ નથી. આવા કામોમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા પંચાયત જેવી સ્થાનિક સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની જવાબદારીઓમાં રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ અને અન્ય સ્થાનિક સેવાઓનો સમાવેશ થઈ શકે છે.

ત્રણ અલગ કચેરી, ત્રણ અલગ જવાબદારીઓ

સરળ ભાષામાં સમજીએ તો

  1. ધારાસભ્ય: રાજ્યના કાયદા, નીતિઓ અને રાજ્ય સરકારના વિવિધ મુદ્દાઓને અસર કરે છે.
  2. સાંસદ: દેશના કાયદા બનાવવાની પ્રક્રિયામાં ભાગ લે છે અને કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવે છે.
  3. નગરપાલિકા/મહાનગરપાલિકા/પંચાયત: સ્થાનિક સ્તરે રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ અને અન્ય નાગરિક સેવાઓ સંભાળે છે.

કઈ સમસ્યાની જવાબદારી કોની છે તે જાણવું માત્ર ટેકનિકલ બાબત નથી. સાચી જગ્યાએ ફરિયાદ પહોંચાડવા માટે આ સમજ ખૂબ મહત્વની છે.

આ પણ વાંચો, સંસદનું અસલી કામ શું છે? બહુમતી હોવા છતાં લોકસભા બેઠકો વધારવાનો પ્રસ્તાવ કેમ નિષ્ફળ ગયો?

Follow Us
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો
રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો
મનપાનો અનોખો પ્રયાસ! ખાડિયામાં પાણીના કનેક્શન પર લાગશે સ્ટોપ કોક
મનપાનો અનોખો પ્રયાસ! ખાડિયામાં પાણીના કનેક્શન પર લાગશે સ્ટોપ કોક
અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ
અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ
વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ
વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
g clip-path="url(#clip0_868_265)">