AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge News : વોરંટી હેઠળની વસ્તુને રિપેર કરવાની દુકાનદાર કે કંપની ના પાડે તો શું કરવું ? જાણો તમારા અધિકાર

GK News : જો કોઈ ઉત્પાદનમાં વાસ્તવિક ખામી હોય અને કંપની કે વિક્રેતા તેમની કાયદાકીય અથવા વોરંટી સંબંધિત જવાબદારીઓ પૂરી કરવામાં નિષ્ફળ જાય, તો ગ્રાહક તેનો યોગ્ય ઉકેલ મેળવવા માટે કાર્યવાહી કરી શકે છે. ભારતમાં તેને કાયદાથી કેટલાક અધિકારો આપવામાં આવ્યા છે. જાણો તે અંગે.

Knowledge News : વોરંટી હેઠળની વસ્તુને રિપેર કરવાની દુકાનદાર કે કંપની ના પાડે તો શું કરવું ? જાણો તમારા અધિકાર
| Updated on: Oct 16, 2026 | 2:18 PM
Share

જો વોરંટીના સમયગાળા દરમિયાન કોઈ પ્રોડક્ટ બગડી જાય, તો ગ્રાહકે વોરંટીની શરતો મુજબ તેને રિપેર કરાવવા જેવી સેવાઓ મેળવવા માટે હક્કદાર છે. પરંતુ, જો દુકાનદાર કે કંપની કોઈ યોગ્ય કારણ આપ્યા વિના ફરિયાદનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ જાય, તો ગ્રાહક તેને મળેલા કેટલાક અધિકારોનો ઉપયોગ કરીને વોરંટી હેઠળની પ્રોડક્ટ માટે જરૂરી સેવા મેળવી શકે છે.

નવો મોબાઈલ ફોન, ટીવી, રેફ્રિજરેટર કે વોશિંગ મશીન જેવી વસ્તુઓ ખરીદતી વખતે, ગ્રાહકો એવી અપેક્ષા રાખે છે કે જો પ્રોડક્ટમાં કોઈ ખામી તે તકલીફ સર્જાય, તો વોરંટી હેઠળ તેને વિનામૂલ્યે રિપેર કરી આપવામાં આવે. પરંતુ, થોડા મહિનાઓ પછી ખરીદેલ કોઈ પ્રોડક્ટમાં જ્યારે કોઈ ખામી કે સમસ્યા દેખાય છે, ત્યારે ઘણીવાર દુકાનદારો કે સર્વિસ સેન્ટરો તેને રિપેર કરવાની કોઈને કોઈ કારણોસર ના પાડી દેતા હોય છે.

આવી સ્થિતિમાં, ગ્રાહકના મનમાં પ્રશ્ન થાય કે, શું પ્રોડક્ટ વોરંટી હેઠળ હોવા છતાં મફત રિપેરિંગનો ઇનકાર કરી શકાય ? ચાલો જાણીએ કે આ બાબતે નિયમો શું કહે છે. આવો જોઈએ કે જ્યારે કોઈ પ્રોડક્ટ વોરંટી હેઠળ હોય ત્યારે શું થાય છે.

વોરંટીની શરતોને સમજવી

  • વોરંટીનો અર્થ એવો નથી કે દરેક પ્રકારની ખામી કે સમસ્યા હંમેશા વિના મૂલ્યે રિપેર કરી આપવામાં આવશે.
  • વાસ્તવમાં, કંપનીની વોરંટી સામાન્ય રીતે ચોક્કસ નિયમો અને શરતો સાથે આવે છે.

જો સામાન્ય ઉપયોગ દરમિયાન પ્રોડક્ટમાં કોઈ ‘મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ’ (ઉત્પાદન ખામી) સર્જાય અને તે વોરંટીના દાયરામાં આવતી હોય, તો કંપની તેની શરતો મુજબ તેને મફતમાં રિપેર કરવા અથવા અન્ય કોઈ ઉકેલ આપવા માટે બંધાયેલી છે.

બીજી બાજુ, જો પ્રોડક્ટ પડી જવાને કારણે નુકસાનગ્રસ્ત થઈ હોય, પાણીના સંપર્કમાં આવવાને કારણે બગડી ગઈ હોય, ખોટી રીતે વાપરવાને કારણે નુકસાન કે સમસ્યા સર્જાઈ હોય, અથવા ઉપકરણને ખોલવાના કે તપાસવાના અનધિકૃત પ્રયાસોને કારણે કોઈ સમસ્યા કે તકલીફ થઈ હોય,

તો કંપની વોરંટીનો લાભ આપવાનો ઇનકાર કરી શકે છે.

જો કે, આવો કોઈપણ ઇનકાર લાગુ પડતી વોરંટી શરતો અને ખામીના વાસ્તવિક કારણ પર આધારિત હોવો જોઈએ.

જો દુકાનદાર ના પાડે તો તમારે શું કરવું જોઈએ?

  • સૌથી પહેલા, પ્રોડક્ટનું બિલ (ઇન્વોઇસ), વોરંટી કાર્ડ અને ખરીદીને લગતા અન્ય દસ્તાવેજો સુરક્ષિત રાખો.
  • ત્યારબાદ, દુકાનદારનો સંપર્ક કરવાને બદલે, કંપનીના અધિકૃત ‘કસ્ટમર કેર’ (ગ્રાહક સેવા વિભાગ) અથવા અધિકૃત સર્વિસ સેન્ટરનો સંપર્ક કરો.
  • ત્યાં તમારી ફરિયાદ નોંધાવો અને ચોક્કસપણે એક ‘રેફરન્સ નંબર’ મેળવી લો.

વધુમાં, જો કંપની મફત રિપેરિંગ કરી આપવાનો ઇનકાર કરે છે, તો તેમની પાસેથી લેખિતમાં કારણ પૂછો. આ ઉપરાંત, વોરંટીની શરતો તપાસો કે તેમાં કઈ કઈ બાબતો આવરી લેવામાં આવી છે અને કોણ કઈ બાબત માટે જવાબદાર છે.

ગ્રાહક કાયદો શું કહે છે?

ભારતમાં, ‘ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019’ (Consumer Protection Act, 2019) ગ્રાહકોને ખામીયુક્ત માલ (ઉત્પાદન સંબંધિત ખામીઓ ધરાવતા ઉત્પાદનો) અને અનુચિત વ્યાપારી પ્રથાઓ અંગે ફરિયાદ દાખલ કરવાનો અધિકાર આપે છે.

જો કોઈ ઉત્પાદનમાં વાસ્તવિક ખામી હોય અને કંપની કે વિક્રેતા તેમની કાયદાકીય અથવા વોરંટી સંબંધિત જવાબદારીઓ પૂરી કરવામાં નિષ્ફળ જાય, તો ગ્રાહક યોગ્ય ઉકેલ મેળવવા માટે ફરિયાદ નોંધાવી શકે છે. ત્યારબાદ, આ બાબતે તપાસ કરવામાં આવે છે. કિસ્સાની વિશિષ્ટતાના આધારે, આ પ્રક્રિયાના પરિણામે ખામીનું સમારકામ થઈ શકે છે, બદલામાં નવું ઉત્પાદન મળી શકે છે અથવા રકમ પરત (રિફંડ) મળી શકે છે.

General Knowledge News : જો તમે ગામડે કે નાના નગરમાં રહેતા હોવ અને તમારી પાસે ક્રેડિટ હિસ્ટ્રી કે ક્રેડિટ કાર્ડ ના હોય તો લોન કેવી રીતે મેળવશો ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">