Knowledge : USના આ શહેરમાં મોબાઈલ, વાઈફાઈ, ટીવી અને માઈક્રોવેવ પર છે પ્રતિબંધ, કારણ જાણીને નવાઇ લાગશે

|

Jul 17, 2022 | 1:20 PM

Green Bank City: 21મી સદીના ટેકનોલોજીના યુગમાં આજે કોઇપણ વ્યક્તિને મોબાઈલ, ટીવી અને સ્માર્ટ ગેજેટ્સ વિના જીવવું મુશ્કેલ બની ગયું છે. જો કે દુનિયામાં એક એવુ શહેર પણ છે જ્યાં આ તમામના ઉપયોગ પર પ્રતિબંધ છે. અહીં ન તો ટીવી જોઈ શકાય છે કે ન તો મોબાઈલ (Mobile and TV prohibited) વાપરી શકાય છે.

Knowledge : USના આ શહેરમાં મોબાઈલ, વાઈફાઈ, ટીવી અને માઈક્રોવેવ પર છે પ્રતિબંધ, કારણ જાણીને નવાઇ લાગશે
USના ગ્રીન બેંક શહેરમાં મોબાઈલ, વાઈફાઈ, ટીવી અને માઈક્રોવેવ પર છે પ્રતિબંધ

Follow us on

21મી સદીના ટેક્નોલોજીના યુગમાં મોબાઈલ, ટીવી અને સ્માર્ટ ગેજેટ્સ વિના જીવવું કોઇ પણ વ્યક્તિ માટે મુશ્કેલ થઈ ગયું છે, જો કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં આ તમામ ગેજેટ્સના ઉપયોગ પર પ્રતિબંધ છે. અહીં ન તો ટીવી જોઈ શકાય છે અને ન તો મોબાઈલ (Mobile and TV prohibited) વાપરી શકાય છે. અહીં રેડિયો પર ગીતો પણ સાંભળી શકાતા નથી. ન તો સ્માર્ટ ગેજેટ્સનો ઉપયોગ કરી શકાય છે. વાઇફાઇનો ઉપયોગ પણ કરી શકાતો નથી. અમેરિકાના (America) વેસ્ટ વર્જિનિયામાં ગ્રીન બેંક સિટી (Green Bank City) આવેલુ છે, જ્યાં આ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જો કોઈ આ નિયમોનો ભંગ કરે છે તો તેને સીધો જેલ મોકલી દેવામાં આવે છે. કડક નિયમોના કારણે અહીં રહેતા લોકોને પ્રતિબંધોનું પાલન કરવું પડે છે.

150 લોકોની વસ્તી ધરાવતું શહેર ગ્રીન બેંક સિટી

અમેરિકાના ગ્રીન બેંક શહેરમાં બહુ ઓછા લોકો રહે છે. 150 લોકોની વસ્તી ધરાવતા આ શહેરમાં કોઈની પાસે ટીવી કે મોબાઈલ નથી. એટલું જ નહીં, મોબાઈલ, આઈપેડ, વાયરલેસ હેડફોન, રિમોટ કંટ્રોલથી નિયંત્રિત રમકડાં અને માઈક્રોવેવનો પણ અહીં ઉપયોગ કરી શકાતો નથી. અહીંના લોકો આ વસ્તુઓ વિના જીવન જીવે છે. અહીં રહેતા લોકો ખૂબ જ સાદગીથી જીવન જીવે છે. બહારના લોકો માટે આ એક ચોંકાવનારી બાબત છે, પરંતુ અહીં રહેતા લોકો માટે આ સામાન્ય સ્થિતિ છે. કારણ કે તેઓએ અહીંના નિયમો અનુસાર પોતાનું જીવન ઘડ્યું છે. જ્યારે પણ આ શહેરમાં લાદવામાં આવેલા પ્રતિબંધ વિશે સોશિયલ મીડિયા પર વસ્તુઓ વાયરલ થાય છે, ત્યારે મોટાભાગના વપરાશકર્તાઓને લાગે છે કે આજના ડિજિટલ યુગમાં આવો પ્રતિબંધ શક્ય નથી, જ્યારે એવું નથી.

કયા વિટામિનની ઉણપથી શ્વાસમાં આવે છે દુર્ગંધ ? જાણો
રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા
અંબાણી પરિવારની નાની વહુ 23 હજારનુ જીન્સ પહેરી પતિ સંગ ડિનર પર ગઈ
Sobhitaand wedding : શોભિતા ધુલીપાલાએ રાતા સેરેમનીમાં માતા અને દાદીની જ્વેલરી પહેરી
Sesame seeds benifits : શિયાળામાં તલ આપશે શરીરને હૂંફ, સ્કીન કહેશે ચમકતી
ડિસેમ્બરમાં શનિ સહિત આ 7 ગ્રહોની બદલાશે ચાલ,3 રાશિઓની વધશે મુશ્કેલીઓ

શા માટે લગાવવામાં આવ્યો આ પ્રતિબંધ ?

અમેરિકાના એક શહેરમાં આવી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવાનું કારણ એક ટેલિસ્કોપ છે. અહીં વિશ્વનું સૌથી મોટું સ્ટીયરેબલ રેડિયો ટેલિસ્કોપ છે. તેને ગ્રીન બેંક ટેલિસ્કોપ પણ કહેવામાં આવે છે. તે કદમાં એટલું મોટું છે કે તે મોટા ફૂટબોલના મેદાન જેટલી જગ્યામાં સમાઈ શકે છે. આ ટેલિસ્કોપ લગભગ 485 ફૂટ લાંબુ છે અને તેનું વજન 7600 મેટ્રિક ટન છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ અહીં વાઈ-ફાઈ પર પણ પ્રતિબંધ છે. જ્યાં ટેલિસ્કોપ સ્થાપિત કરવામાં આવ્યું છે તે યુએસ નેશનલ રેડિયો એસ્ટ્રોનોમી ઓબ્ઝર્વેટરી (NRAO) છે. તેની સ્થાપના 1958માં થઈ હતી.

Published On - 12:26 pm, Sun, 17 July 22

Next Article