Indian Citizenship : અક્ષય કુમાર ભારતીય નાગરિકતાને લઈને ચર્ચામાં છે, તો આજે જાણો કે ભારતની નાગરિકતા કોને મળે છે?
Indian Citizenship : દેશમાં વ્યક્તિની નાગરિકતા ઘણા પરિબળો પર આધારિત છે. ભારતના બંધારણ દ્વારા સમયાંતરે નાગરિકતા આપવાના નિયમોમાં સુધારો કરવામાં આવે છે. કોઈની નાગરિકતાના આધારે આપણે તે વ્યક્તિના જન્મ સ્થળ વિશે જાણી શકતા નથી.
નાગરિકતા કાયદામાં અત્યાર સુધીમાં કુલ 6 વાર સંશોધન કરવામાં આવ્યું છે. તે સંસોધન 1986 ,1992 ,2003 ,2005, 2015, 2019 માં કરવામાં આવ્યું હતું. બંધારણના અનુચ્છેદ (Article) 11 માં નાગરિકતાના વિષયમાં કાયદો બનાવવાનો અધિકાર સંસદ આપવામાં આવ્યો છે. ભારતીય નાગરિકતા (ભારતીય નાગરિકતા) માટે વિદેશી વ્યક્તિ ઓનલાઇન અરજી કરી શકો છો. અરજી કરવા માટે તમે ગૃહ મંત્રાલયની વેબસાઇટindiancitizenshiponline.nic.in પર અરજી ફોર્મ ભરી અને તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરાવો.
આ પણ વાંચો : Breaking News Akshay Kumar Citizenship: દિલ અને નાગરિકતા, બંને ભારતીય… અક્ષય કુમારને દેશની નાગરિકતા મળી
ભારતીય નાગરિકતા કેવી રીતે મેળવવી?
વિદેશી તરીકે ભારતીય નાગરિકતા કેવી રીતે મેળવવી નીચે આપેલા પગલાઓ ધ્યાનથી વાંચો. વ્યક્તિ કઈ રીતે નાગરિકત્વ મેળવે છે, તમે તેને નીચે જાણી શકશો –
1. જન્મથી નાગરિકતા (citizenship by birth)
- કોઈપણ વ્યક્તિ કે જેનો જન્મ ભારતમાં 26 જાન્યુઆરી 1950 અથવા તે પછી અથવા 1 જુલાઈ 1987 પહેલા થયો હોય. તે તમામ નાગરિકોને ભારતીય નાગરિક કહેવામાં આવશે.
- 1લી જુલાઈ 1987ના રોજ અથવા તે પછી ભારતમાં જન્મેલા કોઈપણ વ્યક્તિ ભારતીય નાગરિક છે, જો તેના/તેણીના જન્મ સમયે તેની માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એક ભારતના નાગરિક હોય.
- 7 જાન્યુઆરી, 2004 પછી ભારતમાં જન્મેલા વ્યક્તિ જો તેના માતા-પિતા બંને ભારતના નાગરિક હોય તો તેને ભારતીય નાગરિક કહેવામાં આવશે અથવા માતાપિતામાંથી એક ભારતીય છે અને બીજો વિદેશી છે (ગેરકાયદેસર અપ્રવાસી ન હોવા જોઈએ)
2. વંશના આધારે નાગરિકતા (citizenship by descent)
- જો કોઈ વ્યક્તિનો જન્મ ભારતની બહાર 26 જાન્યુઆરી 1950 પછી પરંતુ 10 ડિસેમ્બર 1992 પહેલા થયો હોય પરંતુ તેના જન્મ સમયે તેના પિતા ભારતીય નાગરિક હતા. જો માતા-પિતામાંથી કોઈ એક ભારતીય મૂળનો હોય તો તેના આધારે બાળકને ભારતીય નાગરિકતા મળે છે.
- 10મી ડિસેમ્બર, 1992ના રોજ અથવા તે પછી ભારતમાં જન્મેલ વ્યક્તિ જો તેના જન્મ સમયે માતા-પિતામાંથી કોઈ એક ભારતનો નાગરિક હોય.
3. નોંધણી દ્વારા નાગરિકતા (citizenship by registration)
ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 ની કલમ-5 હેઠળ જો તે નીચેની શ્રેણીમાં આવે તો તે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ન હોય તેવા કિસ્સામાં તે પોતાને ભારતના નાગરિક તરીકે નોંધણી કરાવવા માટે અરજી કરી શકે છે –
- એવા વ્યક્તિઓ જે રજીસ્ટ્રેશન માટે અરજી કરતા પહેલા 7 વર્ષ સુધી ભારતમાં રહેતા હોય.
- ભારતીય મૂળની વ્યક્તિ જે સામાન્ય રીતે અવિભાજિત ભારતની બહારના કોઈપણ અન્ય દેશમાં રહે છે
- એવી વ્યક્તિ કે જેણે ભારતના નાગરિક સાથે લગ્ન કર્યા હોય અને નોંધણી માટે અરજી કરતા પહેલા 7 વર્ષ ભારતમાં રહેતા હોય.
4. નેચરલાઈઝેશન દ્વારા નાગરિકતા (citizenship by naturalization)
- એવા વિદેશી વ્યક્તિ જે ભારતીય નાગરિકતા માટે અરજી કરતા પહેલા 12 વર્ષ સુધી ભારતમાં રહેતા હોય. તે નેચરલાઈઝેશન દ્વારા ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે.
5. પ્રાદેશિક નાગરિકતા (territorial citizenship)
- આવી વ્યક્તિઓ કે જેઓ ભારતના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. જો ભારતના બાહ્ય ક્ષેત્રના પડોશી દેશોના કોઈપણ પ્રદેશને ભારતમાં ભેળવી દેવામાં આવે છે, તો તે પ્રદેશમાં આવતા તમામ લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવે છે.