AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યાત્રીઓ ધ્યાન આપો…જાણી લો રેલવેના આ નિયમો, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કામ લાગશે

ભારતીય રેલવે (Indian railways) એ દેશની લાઈફલાઈન સમાન છે. તે પોતાના લાખો યાત્રીઓની સુવિધાનું ખાસ ઘ્યાન રાખે છે. અને એટલે જ તે પોતાની સુવિધાઓ અને નિયમો સુધારા કરતુ રહે છે.

યાત્રીઓ ધ્યાન આપો...જાણી લો રેલવેના આ નિયમો, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કામ લાગશે
Indian RailwayImage Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 11:48 PM
Share

દિવસ-રાત ચાલતી ભારતીય રેલવે દરરોજ હજારો યાત્રીઓને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડે છે. એક રીતે ભારતીય રેલવે ( Indian Railway) દેશની લાઈફલાઈન સમાન છે. દક્ષિણ થી લઈને ઉત્તર સુધી, પૂર્વથી લઈને પશ્વિમ સુધી દેશના ખૂણે ખૂણે ભારતીય રેલવેના ટ્રેક છવાયેલા છે. દેશમાં ભાગ્યે જ કોઈ એવુ હશે, જેણે ભારતીય રેલવે ટ્રેનની મુસાફરી ના કરી હોય. દેશના અનેક લોકોની ભાવના ભારતીય રેલવે સાથે જોડાયેલી હોય છે. અનેક લોકોની ભારતીય રેલ્વેની સાથે જોડાયેલી ખરાબ અને સારી યાદો પણ હશે. ભારતીય રેલ્વે છેલ્લા કેટલાક સમયથી પોતાની સેવાઓ અને નિયમો (Indian Railway Rules) અપડેટ કરી રહ્યુ છે.જેથી લોકોને ભારતીય રેલવે પાસેથી સારી સુવિધાઓ મળી શકે અને તેમની યાત્રા સરસ અને યાદગાર રહે. ચાલો જાણીએ ભારતીય રેલવેના એવા જ કેટલાક ખાસ નિયમો.

બદલાયા ટ્રેનની ટિકિટ બુકિંગના નિયમો

ઈન્ટરનેટના જમાનામાં મોટાભાગના લોકો સ્ટેશન કાઉન્ટર પર ટિકિટ બુક કરવાને બદલે ઓનલાઈન ટ્રેનની ટિકિટ બુક કરવાનું પંસદ કરે છે. તેમના માટે નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા ઓનલાઈન યુઝર આધાર લિંક ના હોય તેવી આઈડીથી એક મહિનામાં 6 ટિકિટ બુક કરાવી શકતા, જયારે આધાર લિંક હોય તેવી આઈડીથી એક મહિનામાં 12 ટિકિટ બુક કરી શકતા હતા. હવે બદલાયેલા નિયમો અનુસાર ઓનલાઈન યુઝર આધાર લિંક ના હોય તેવી આઈડીથી એક મહિનામાં 12 ટિકિટ બુક કરાવી શકશે, જયારે આધાર લિંક હોય તેવી આઈડીથી એક મહિનામાં 24 ટિકિટ બુક કરી શકશે.

પરિવારના સભ્યોના નામ પર ટિકિટ ટ્રાન્સફર કરવાનો નિયમ

કેટલીકવાર એવા સંજોગો બનતા હોય છે કે આપણે આપણી યાત્રા મોકુફ રાખવી પડે છે. તેવા સંજોગોમાં તમે પરિવારના સભ્યોના નામ પર ટિકિટ ટ્રાન્સફર કરાવી શકો છો. તેના માટે તમારે ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા વિનંતી કરવી પડશે. ત્યારબાદ ટિકિટમાંથી પેસેન્જરનું નામ કપાય છે અને જે સભ્યના નામે ટિકિટ ટ્રાન્સફર થઈ રહી છે તેનું નામ મુકવામાં આવે છે. આ ટિકિટ કન્ફમ ટિકિટની પ્રિંટ કરાવો. અને જેના નામે ટિકિટ ટ્રાન્સફર કરવાની હોય તેના આઈડીની પણ પ્રિંટ કરાવો. અને ટિકિટ કાઉન્ટર પર તેના માટે વિંનતી કરો.

સૂતેલા યાત્રીને ના જગાડી શકે TT

સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ટિકિટ ચેક કરી શકે છે. 10 વાગ્યા પછી સૂતેલા યાત્રીઓને જગાડીને આઈડી અને ટિકિટ ના માંગી શકે TT.જો કે, જે મુસાફરો રાત્રે 10 વાગ્યા પછી ટ્રેનમાં ચઢે છે, TT તેમની ટિકિટ અને આઈડી ચેક કરી શકે છે.

શું છે Two stop નિયમ ?

જો કોઈ મુસાફર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હોય અને તેની સીટ પર ન પહોંચ્યો હોય, તો TT તે સીટ બીજા મુસાફરને ટ્રેનના આગામી બે સ્ટોપ સુધી ફાળવી શકશે નહીં. ત્રીજા સ્ટેશન પછી જ તે સીટ બીજા મુસાફરને ફાળવી શકશે.

આ AC ટ્રેનોમાં મળશે બ્લેન્કેટ શીટ

કોરોના સમયમાં ઘણી AC ટ્રેનોમાં બ્લેન્કેટ શીટ આપવાની સુવિધા બંધ કરવામાં આવી હતી. જે હાલ ફરી શરુ કરવામાં આવી છે. આવી ટ્રેનોનું લિસ્ટ ઘણુ લાંબુ છે. irctc પરથી તમે એ લિસ્ટ જોઈ શકશો. (https://contents.irctc.co.in/en/LINEN.html)

g clip-path="url(#clip0_868_265)">